________________
૪૬૪
શારદા સાગર
રૂપ કપડાથી તે મેલ કર્મરૂપ ગ્રંથિ તદન નિર્બળ થઈ જવાથી તે કપડું એ ગાઢ મેલથી મુકત થાય. એ મેલના ગે ખદબદતું શાંત થાય પછી તે હિતસ્વી બેબી આત્મા રૂપ કપડામાંના ગ્રંથિ રૂપ મેલમાંથી આત્માને લાગણીપૂર્વક બહાર કાઢે અને તે પછી તેને અનિવૃત્તિકરણ રૂપ નદીમાં નાંખીને શાંત કરે. ત્યાર પછી તો એ આત્મરૂપ કપડાને થાય કે “હાશ; એ પ્રકારે આત્માને ગ્રંથિભેદ માટેના સતત પરિશ્રમને અંતે પ્રાપ્ત થતું સમ્યકત્વ એ “હાશ” (સંતોષ) છે. એ પછી આત્માને દુર્ગતિમાં પડતો બચાવે અને શુભ સ્થાનમાં સ્થાપે. એવા લક્ષણવાળા આત્માને જિનેશ્વરદેવ કથિત ધર્મની પ્રાપ્તિ થાય છે ને ધર્મ પામ્યા પછી આત્મા એટલું સમજતો થઈ જાય કે આપ્ત પુરૂષના વચનને અનુસરવામાં લાભ છે.
દેવાનુપ્રિય! જે આત્માઓ મહાન પુરૂના વચનને અનુસરે છે તે આત્માને લાભ મેળવે છે. મહાન પુરૂષનું વચન છે કે “તવ નિર્જરા =”. તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. વાલકેશ્વર સંઘમાં ત્રણ સતીજીઓની તેમજ ઘણાં ભાઈ–બહેનોએ પ્રભુએ બતાવેલા મહાન તપની સાધના કરી છે ને ભરપૂર ધર્મકરણી થઈ રહી છે. તે એક શાસનની પ્રભાવના છે. કાંદાવાડીમાં પણ બા.બ્ર. સૂર્ય મુનિ મહારાજ સાહેબને ઉગ્ર તપની તથા પૂ. કાંતિષિ મહારાજ સાહેબની તપ આરાધના ચાલે છે. ત્યાં રત્ન સમાન નવ નવ સંતે બિરાજે છે. આજે ખંભાત સંપ્રદાય આટલે આગળ આવ્યું હોય તે તેમાં અમારા તરણ તારણ, શાસન શિરોમણી, ગચ્છાધિપતિ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને મહાન ઉપકાર છે. તેમની અસીમ કૃપાથી અમારું શાસન ચાલી રહ્યું છે ને આ તપસ્વીઓની તપશ્ચર્યા નિર્વિઘે પૂર્ણ થઈ છે.
આજે હર્ષિદાબાઈ મહાસતીજીને ૩૧ ઉપવાસ અને શેભનાબાઈ મહાસતીજીને ૧૬ ઉપવાસનું પારણું છે. તેમજ ભાવનાબાઈ મહાસતીજીને આજે ૧૮ મે ઉપવાસ છે ને મા ખમણના ભાવ છે. અત્રે ઉપસ્થિત થયેલા સર્વે ભાઈ-બહેને ઓછામાં ઓછા ૪૭ દિવસના સારા સારા પ્રત્યાખ્યાન અવશ્ય લેશો. તપસ્વીનું સન્માન તપથી થાય છે. માટે રાત્રી ભેજનને, કંદમૂળને, વ્યસનનો, નાટક સિનેમાને ત્યાગ જેનાથી જે બને તે અવશ્ય કરશો તે તમે તપસ્વીનું સાચું સન્માન કર્યું ગણાશે. ને આપણે પણ આવું ઉગ્ર તપ કરીએ એવી શાસન દેવને પ્રાર્થના કરીએ.
આજે કાંદાવાડીથી બા.. પૂ. અરવિંદ મુનિ મહારાજ સાહેબ તેમજ બા. બ્ર. પૂ. નવીન મુનિ મહારાજસાહેબ આદિ ઠાણ -૪ તેમજ પૂ. નરસિંહ મુનિ મહારાજ આદિ બધા મુનિરાજે પધાર્યા છે. તેઓએ અત્રે પધારી મહાન ઉપકાર કર્યો છે. તેમને વંદન કરી સુખશાતા પૂછું છું. તેમજ આ સમયે . કાંતીઋષિ મહારાજ સાહેબે જે મુનિશને મેકલીને કૃપા કરી છે તે સૌને ભાવપૂર્વક વંદન કરી બેસી જાઉં છું વધુ ભાવ અવસરે.