________________
૪૯૪.
શારદા સાગર
તેના પરિવાર પાસે તે જીવને જવા પણ દેતો નથી. તેને ઓળખવા દેતે પણ નથી. અરે ઉપરથી તે તે એમ કહે છે કે ધર્મરાજા અને તેને પરિવાર તે બધા તારા દુમને છે. તારું અહિત કરનારા અને તેને દુઃખી કરનારા છે. એમ કહી આત્માને ધર્મરાજાથી દૂર કરી દે છે. કેટલી મહરાજાની સત્તા! જગતમાં જે આત્માઓ મહરાજાની આ કરામતમાં ફસાય છે તે આત્માઓ આત્માનું સાચું સુખ અપાવનાર એવા ધર્મરાજા આદિને દુઃખ આપનાર તરીકે દેખે છે અને તેનાથી ભાગી છૂટવાને પુરુષાર્થ કરે છે. જ્યારે એનાથી નાસી છૂટે ત્યારે તેને જાણે અપૂર્વ આનંદ મળે નહેય તેમ અનુભવે છે.
આ મહારાજાએ તે ઘણાં જીવ ઉપર એવું કામણ કર્યું છે કે જેના પ્રતાપે “ધર્મરાજા અને તેને પરિવાર એ આત્માને હિતકારી છે તે વાત ખેટી છે. જગતના કઈ પણ આત્માને તે પરિવાર છે નહિ. તે પરિવારની વાત તે બનાવટી છે, ભેળા જેને છેતરનારી છે, તે આત્માનું કાંઈ પણ હિત કરતો નથી આવી વાત હૃદયમાં ઠસી ગઈ છે. જુઓ તે ખરા, મહરાજાની પ્રેરણું પણ કેવી! અરે, એથી આગળ વધીને કહું તે મહારાજાના પંજામાં ફસાયેલા અને ધર્મરાજા આદિનું નામ સાંભળવું પણ ગમતું નથી. ધર્મરાજા આદિને પરિચય કરાવનાર મહાન પુરુષનું નામ સાંભળવું કે તેમના જીવનરહસ્યો પણ સાંભળવા કે વાંચવા ગમતા નથી. ઊલટું તેમના પર ગુસ્સો આવી જાય છે ને બોલે છે કે આ મહાપુરુષે તે આખો દિવસ ધમની ને આત્માની વાત કરે છે. આ બધી હાંકી કાઢેલી વાત છે. તે તે ઠગારા છે. આ રીતે મહાન પુરુષને પણ ઠગારા તરીકે તે થઈ જાય છે. આ બધે પ્રભાવ મહરાજાને છે.
બંધુઓ ! પર્યુષણ પર્વમાં માનવની કેટલી ભીડાભીડ હતી ને પર્યુષણ પછી ઓટ કેમ આવી ગઈ? મહારાજાએ જોર જમાવ્યું તેથી ધર્મરાજાની સત્તા મંદ પડી ગઈ. અઠ્ઠાઈ, સોળભળ્યુ કે મા ખમણ કર્યું એટલે આત્મા માને કે મેં ઘણું કર્યું પણ તમે ચાલીસ પચાસ વર્ષોથી જ દુકાને જાવ છે છતાં એમ થાય છે કે હવે મારે નથી જવું. આ બધી પ્રેરણા કોણ આપે છે? મેહરાજા. મુત્સદ્દીગિરિથી મોહરાજા અનંત જીવે ઉપર શાસન કરે છે. જે મહારાજની સલાહ પ્રમાણે ચાલે છે તેને તે નરકગતિમાં ધકેલી દે છે. કેટલાકને એકેન્દ્રિય આદિ તિર્યંચ ગતિમાં મોકલે છે. તેમાં આત્મા અનેક પ્રકારના દુઃખે ભેગવે છે. આવા નરક-તિર્યંચ ગતિના ભયંકર દુખ ભોગવવા છતાં ખૂબી એવી કરે છે કે જેથી તે જીવોને ખબર પણ નથી પડતી કે અમે મહારાજાની આજ્ઞા પ્રમાણે ચાલ્યા તેથી આવા દુઃખી થયા. આત્માનું જે કાંઈક સારું થાય છે તે ધર્મરાજાના પરિવારના પ્રભાવથી થાય છે. છતાં તે સમયે પણ મેહરાજા એવું ચાલાકીથી સમજાવે છે ને કહે છે કે મેં તારું આ સારું કાર્ય કર્યું છે. અજ્ઞાની છ મહરાજાની તે વાતને સાચી માની લે છે. અને તે વાતને હિતકારી માની તેને પુષ્ટ બનાવે છે.