________________
૫૪૬
શારદા સાગર
તેમણે આપણું માટે વનમાં આવવાનો માર્ગ સરળ કરી દીધું ન હોત તે આપણને આ મહાત્માના દર્શન કેવી રીતે થઈ શક્ત? અંજનાની આ વાત સાંભળી વસંતમાલાએ કહ્યું કે પિતાજીએ આપણને જંગલમાં એકલીને આપણા ઉપર શી કૃપા કરી? તેમણે તે આપણું ઉપર કૃપાને બદલે અવકૃપા કરી છે. જે વાસ્તવમાં પિતાએ આપણા ઉપર કૃપા કરી હોત તો આપણે જંગલમાં આવવું ન પડત અને ખાવા-પીવાનું તથા રહેવાનું કષ્ટ પણ જોગવવું ન પડત. .
વસંતમાલાની આ વાત સાંભળી અંજનાએ કહ્યું, હે સખી! તમે વગર વિચાર્યું બોલે છે. તમારું કથન ભૂલ ભરેલું છે. પિતાની કૃપા હોત તે નગરમાં ખાવા-પીવા આદિની સગવડતા મળત. પણ અહી જંગલમાં આ નિપરિગ્રહી સંત પાસેથી આપણને શું મળવાનું છે? આ તારી જે માન્યતા છે તે ભૂલ ભરેલી છે. આપણને જે કાંઈ મળે છે તે જે સારું છે તે એ સ્થિતિમાં આપણે એમ માનવું જોઈએ કે આ સંતના પ્રતાપથી આપણને મળ્યું છે. જે વસ્તુને આપણે સારી માનીએ છીએ તે ધર્મના પ્રતાપથી પ્રાપ્ત થાય છે. તે ધર્મ તત્વને સમજાવનાર તથા ધર્મ તરફ દોરી જનાર આ સંત મહાત્મા છે. આવા પવિત્ર, નિઃસ્વાર્થી મુનિની સેવા કરવાથી જીવને મહાન લાભ થાય છે. મારા તે એ મહાન સદ્ભાગ્ય છે કે મને અહીં વનમાં પણ સંતના દર્શન થયા. - અંજના મુનિના શરણે ગઈ. બે હાથ જોડીને પ્રદક્ષિણા કરીને સંતના ચરણમાં પડી વંદન કર્યા પછી વસંતમાલાને કહેવા લાગી, આ મુનિ કેવી રીતે પદ્માસને બેસી, મન-વચન-કાયાને સ્થિર કરી કેવા શાંતભાવે બેઠા છે ! જાણે સાક્ષાત શાંતમૂતિ! સિદ્ધાંતમાં કહ્યું છે, તેવા આ મુનિ દશવિધ યતિ ધર્મ આદિ મહાન ગુણેથી યુક્ત છે આ મુનિની કરુણ અને દયા આગળ વૈરભાવ ટકી શકે નહિ. બકરી કે સિંહ જેવા ભક્ષ્ય-ભક્ષક મનાતા વિરોધી સ્વભાવવાળા પ્રાણીઓ પણ આવા સરળ, સૌમ્ય, શાંતમૂર્તિ આગળ વૈર ભૂલી જાય એ સ્વાભાવિક છે.
આ પ્રમાણે કહી, મુનિને વંદન કરીને બેસવા લાગી, હે કરુણાના સાગર પ્રભુ! તમારી એક આંખડી પણ જે મારા ઉપર પડશે તે પણ મારું કલ્યાણ થઈ જશે. વસંતમાલા અને અંજના બંને મુનિને વંદન કરી તેમની સામે બેસી ગયા. મુનિએ ધ્યાન પાળ્યું. પછી અંજનાને કહ્યું, કે તું રાજા મહેન્દ્રની પુત્રી જંગલમાં આવી છે? અંજનાએ જવાબ આપે, હા, ગુરુદેવ મને આપના દર્શન કરવાને સુયોગ મળવાન હતું એટલા માટે મને અહીં આવવાનો અવસર પ્રાપ્ત થયું છે. હે ગુરુદેવ! આપના દર્શન થવાથી આજે અમારું જીવન ધન્ય બની ગયું છે. અમારા મનના સઘળા મરથ પૂર્ણ થયા છે. મારા હદયમાં એક વાત તમને પૂછવાની ઈચ્છા થઈ છે. જો કે હું એ વાત બરાબર જાણું છું કે મારા કરેલા કર્મો મારે ભોગવવા પડે છે. પરંતુ હું આપની પાસે એ જાણવા ઈચ્છું છું કે