________________
શારા સાગર
૫૫૭
ભૂકો કરી નાંખે છે. જ્ઞાન એવા પ્રકારનું અદભૂત અમૃત છે કે જેનું પાન કરવાથી આત્મા અજર અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. સમ્યગજ્ઞાન એ સાચું અમૃત છે. જે માનવને અમૃતમય બનાવે છે. જ્યારે આત્મા જ્ઞાનદશામાં ખૂલે છે. ત્યારે તે આનંદમય જીવન જીવે છે. અજ્ઞાનદશામાં ખૂલવાથી આનંદમય જીવનને નાશ થાય છે. તેથી તે આત્માનું ભાવમરણ કહેવાય છે. દ્રવ્ય પ્રાણને વિગ થાય તે દ્રવ્યમરણ છે અને આત્માના જ્ઞાનદર્શન આદિ ભાવ પ્રાણું છે. તેના નાશથી આત્માનું ભાવમરણ થાય છે, આપણામાં જ્ઞાનરૂપ ભાવ પ્રાણ ન હોય તે શ્વાસોચ્છવાસ પણ લઈ શકીએ નહિ. જ્ઞાન એ આપણે ભાવપ્રાણ છે. -
કોઈ દુકાનમાં અમૃત રસનું વેચાણ થાય છે તેની તમને ખબર પડે તે તમે લેવા જાઓ કે નહિ? અને તે પણ પૈસા વગર મફત મળે તે લેવા તૈયાર થઈ જાઓને!
તમારા મહાન પુણ્યદયે તમને એવા પ્રકારની દુકાન મળી ગઈ છે. પણું મળવા માત્રથી સંતોષ માનવાનું નથી. પણ તમે તેમાંથી ખરીદી કેટલી કરી તેને વિચાર કરો. જ્ઞાન અલૌકિક રસાયણ છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે જ્ઞાનામૃતનું રસાયણ સમુદ્ર અગર બીજી વસ્તુમાંથી ઉત્પન્ન થતું નથી. તમે જેને રસાયણ કહે છે તે તે અમુક પ્રમાણમાં લેવાય. જે પ્રમાણુથી વધુ લેવામાં આવે તે નુક્સાન થાય. જ્યારે જ્ઞાનરૂપી રસાયણને જેમ વધુ ઉપયોગ કરીએ તેમ વિશેષ પુષ્ટિ મળે પણ નુકસાન તો કરે નહિ. આરોગ્યની વૃદ્ધિ કરે અને ફરીને મરણ ન થાય તેવું અમરપદ પ્રાપ્ત કરાવે. જીવે શરીર, ધન-પરિવાર આદિ ને પિતાના માન્યા છે અને જે જ્ઞાનાદિ ગુણે પિતાના છે તેને પારકા માન્યા છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. તમે તમારા આત્માને એકાંતમાં પૂછ કે તારું પિતાનું શું? જ્ઞાન દર્શનાદિ ગુણ પિતાના છે, જે પોતાની સાથે આવે તે પોતાનું છે. બાકીનું બધું પરાયું છે. જ્ઞાનથી સમતાની પ્રાપ્તિ થાય છે. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની અત્યંત આવશ્યક્તા છે. -
જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કરવો પડશે. જેમ તમારે પાણીની જરૂર પડે તે ખાડો ખેદતાંની સાથે પાણી મળે ખરું? પહેલાં પથ્થર, માટી ને કાંકરાના પડને ભેદવું પડે છે. ખૂબ શ્રમ કરીને જેમ જેમ ઉંડાણમાં હતા જઈએ તેમ આખરે નિર્મળ મધુર જળનું ઝરણું મળે છે. તેમ આત્માના નિર્મળ જ્ઞાનના ઝરણુને પ્રાપ્ત કરવા માટે વિષય-કષાય, ઈર્ષા, રાગ-દ્વેષાદિના પડને તેડવું પડશે તે જ્ઞાનની પ્રાપ્તિ થશે.
ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૦ મું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથ અપૂર્વજ્ઞાન સાગરમાં ઝૂલતાં હતા. રાજા શ્રેણીકને પોતાના જેવું જ્ઞાન પ્રાપ્ત કરાવી સવળે માર્ગે વાળવા માટે સનાથ અને અનાથને ભેદ સમજાવે છે. તેઓ કહે છે હે મહારાજા! મોટા મોટા રાજવૈદે તથા મારા માતા-પિતા અને ભાઈઓ કઈ મને ભયંકર વેદનાથી મુક્ત કરાવી શકયા