________________
શારદા સાગર
૫૫૫
ઉત્ક્રુષ્ટ સહન કરવા કઠિન છે. જ્યારે ખીજાના ઉત્કર્ષ સહન થતા નથી ત્યારે મનુષ્ય ખીજાના દાષા જોવા પ્રેરાય છે. કનકાદરી સદ્યા લક્ષ્મીવતીના ઢાષા જોતી હતી. ખસ, તેના મનમાં એમ થઇ ગયું કે જ્યાં જુએ ત્યાં એનું માન. લાકે એની પ્રશંસા કરે. હવે તા કાઇ પણ રીતે એને હલકી પાડવી. મુનિ કહે છે આ વસંતમાલા પણ તે વખતે સુલેખા નામની તારી સખી હતી. તે તારા વિચારામાં સંમત થઈને લક્ષ્મીવતીને હાકી પાડવાના રસ્તા ખતાવતી હતી.
અજતા સતીએ પૂર્વભવમાં શું ભૂલ કરી હતી? - એક વખત જૈન મુનિ ગૌચરી માટે પધાર્યા. તુ તે જૈન ધર્મની પાકી દુશ્મન હતી. એટલે તને તેા ધર્મની વાત બિલકુલ રુચતી ન હતી. જૈનના સાધુ પણ ગમતા ન હતા. તુ સાધુની નિંદ્રા કરતી હતી. મુનિ માસખમણના તપસ્વી હતા. તેઓ ગૌચરી વહારતી વખતે રજોહરણ (આદ્યા) બાજુમાં નીચે મૂકી ગૌચરી વહારતા હતા. આ સમયના લાભ લઇને સુલેખાની સલાહ પ્રમાણે રજોહરણ છાનેામાનેા લઇને સતાડી દીધા. હવે મુનિ ગૌચરી વહેરીને પાતરા ઝોળીમાં ભેગા કરીને રજોહરણુ લેવા જાય તે રજોહરણ મળતા નથી. સંત પૂછે છે મહેન! મારા રજોહરણ કયાં ગયા ? લક્ષ્મીવતીએ રજોહરણુ શા પણ જડતા નથી ત્યારે કનકારીને પૂછે છે બહેન! તેં મુનિને રજોહરણ જોયા છે ? અગર તેં હાંસી મશ્કરીમાં કદ્દાચ સતાડી દીધા છે ? જો લીધે હાય તે આપી દે. ત્યારે કનકેાદરી કહે છે મેં તે જોયા નથી. ખુબ પૂછ્યું પણ એ તેા ના મમ ગઇ. સાધુ તેા રોહરણ વિના એક પગલુ પણ ભરી શકે નિહ. તેમ કારણ વિના ગૃહસ્થીને ઘેર બેસે પણ નહિ.
तिन्ह मन्नयरागस्स, निसेज्जा जस्स कप्पड़ । जराए अभिभूयस्स, वाहियस्स तवसिणो ॥
દશ. . અ. ૬ ગાથા ૬૦
દશવૈકાલીક સૂત્રમાં ત્રણ કારણે સાધુને ગૃહસ્થને ઘેર બેસવાની છૂટ આપી છે. એક સાધુ વૃદ્ધ હાય, રાગી હાય, અગર તપસ્વી હાય ને ખૂબ થાકી જાય તે ગૃહસ્થની આજ્ઞા લઇને વિસામે લેવા બેસી શકે. ખાકી ગૃહસ્થને ઘેર બેસવાની ભગવાનની મનાઈ છે. આ સંત ધ્યાન કરીને ઉભા રહી ગયા. તે તેર ઘડી સુધી રજોહરણુ સંતાડી રાખ્યા. છેવટે સંત ધાન પાળીને કહે છે મહેન! હવે મારે મારા સ્થાનકે ગયા વિના છૂટકો નથી. આ લીધેલા આહારપાણી વાપરવાના કાળ આવવાને થોડી વાર છે ને રજોહરણ વિના ચાલી શકાય નહી. મારે શું કરવું? મુનિ મનમાં મૂંઝાય છે. ત્યારે લક્ષ્મીવતીને પણ પશ્ચાતાપને પાર નથી. હું કેવી કમભાગી કે મારે ઘેર સત પધાર્યા તે તેમને આઘા ચારાઈ ગયા. માસખમણુનું પારણું પણ થયું નથી. મને કેવું પાપ લાગશે ? એણે પણ નિર્ણય કર્યો કે જ્યાં સુધી મારા ગુરુદેવના આધા મળે નહિ ત્યાં સુધી