________________
શારદા સાગર
૫૫૯
માતા કહે મારો વ્હાલસે દીકરે છે ને બહેન કહે મારો વીરે છે. પણ આ બધી સગાઈ સ્વાર્થ સરે છે ત્યાં સુધીની છે. કંઈક ઠેકાણે બહેને સ્વાર્થની ભરેલી હોય છે. ત્યારે કંઈક જગ્યાએ બહેન ભાઈના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી પણ હોય છે.
એક ભાઈ પહેલાં ખૂબ સુખી હતું ત્યારે બહેનને ઘણું આપતો હતો. પણ ભાઈના પુણ્યનો દીપક બૂઝાઈ જતાં પાપને ઉદય થયે ને ખૂબ ગરીબ બની ગયે. દિવાળીના દિવસો આવ્યા. ઘરઘરમાં મીઠાઈ બનવા લાગી. તે કેઈને ઘેર બજારમાંથી મીઠાઈના બેકસ આવવા લાગ્યા. ત્યારે કંઈક ઘરમાં ગોળની કણી પણ ખાવા નથી. દિવાળી આવે ત્યારે શ્રીમંતો હસે છે ને ગરબે રડે છે. એક પર્યુષણ પર્વ એવું છે કે કેઈને રડાવે નહિ. પણ પર્યુષણ આવે ત્યારે સહુના દિલમાં આનંદ થાય છે. પેલા ગરીબ ભાઈને ત્યાં ખાવાના પણ સાંસા હતા તે મીઠાઈ કયાંથી લાવવી? તે પ્રશ્ન હતું. તે ભાઈની બહેનના પુણ્યને સીતારે ઝગમગતું હતું. શ્રીમતને ઘેર ઉંચામાં ઉંચી મીઠાઈના બેકસ વહેપારીઓને ત્યાંથી આવે છે પણ કઈ ખાનાર હોતું નથી. ઘરમાં ભર્યું હોય ત્યારે ભૂખ લાગતી નથી. જેને ત્યાં ખાવાનું નથી તેને બહુ ભૂખ લાગે છે. અહીં બીજું એક દષ્ટાંત યાદ આવે છે.
- એક કેડાધિપતિ શેઠ હતા. તે ગામના નગર શેઠ કહેવાતા હતા. શેઠના શેઠાણી ગુજરી ગયેલા હતા. તેમને એક પુત્ર અને પુત્રવધૂ હતા. પુત્ર અને પુત્રવધૂ બંને પિતાજીની સેવા ખૂબ કરતા હતા. એટલે શેઠ તે ધનથી અને પુત્રથી બંને રીતે સુખી હતા. શેઠાણી નાની ઉંમરમાં ગુજરી ગયેલા પણ શેઠે ફરીને લગ્ન કર્યા નહિ. યુવાનીમાં બ્રહ્મચર્યનું પાલન કરવું તે રહેલ વાત નથી. શેઠને ત્યાં ખાવાની કમીના ન હતી પણ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે શેઠ રેટ ને છાશ ખાતા હતા. બપોરે જમીને પેઢી ઉપર ગયા પછી કદી બી-ટાઈમે પાછા ઘેર આવતા ન હતા. સાંજે ઘેર આવતા. પણ કોઈ દિવસ શેઠને આ ડું આવળું ખાવાનું મન થતુ ન હતું પણ એક દિવસ એવું બન્યું કે શેઠ ત્રણ વાગે ઘેર આવ્યા. વહુના મનમાં થયું કે બાપુજી આટલા વહેલા કદી ઘેર આવતા નથી ને આજે કેમ આવ્યા હશે ? સસરા કહે છે બેટા! મને બહુ ભૂખ લાગી છે. મને ભૂખ્યું રહેવાતું નથી. કંઈક ખાવાનું આપે. વહુ કહે બાપુજી! શીરે જલદી થઈ જશે. હું ગરમ ગરમ શીરે બનાવી આપું. ત્યારે સસરા કહે છે ના બેટા ! મારે શીરે નથી ખાવો પણ મારે તો ઉનો ઉને રેટ ને દૂધ ખાવું છે. વહ કહે છે, પિતાજી! ટલે તે બનાવી દઉં પણ ગાય રોજ પાંચ વાગે દૂધ આપે છે એટલે દૂધ ડું મળશે. તો સસરા કહે છે ના ગમે તેમ કરે પણ મને દૂધ ને રોટલે આપે. વહુએ તરત રોટલે તે બનાવી દીધું. ને ગાયને માટે કપાસિયા, ઘઉં, બાજરી ને મગ બાફીને ખાણ બનાવ્યું હતું તે વાસણમાં કાઢીને