________________
શારદા સાગર
- ૫૬૧
ગેડીમાં વહુએ કરોડ રૂપિયાના રને ભર્યા છે. વહુએ કહ્યું–પિતાજી! આ ગેડી મારા માથા નીચે મૂકું છું. ત્યારે સસરાજી કહે છે બેટા! હું આટલો ઉંમરલાયક છું. મને માથા નીચે મૂકવા જોઈએ છે ને તમે કહે છે કે હું મૂકું. તમને આટલો પણ વિવેક નથી! તરત વહુએ ગંદડી સસરાને આપી દીધી. સસરા માથા નીચે મૂકીને સૂઈ ગયા. તો રાત્રે ચેર આવીને ગંધાતી ગદડી પણ ઉઠાવી ગયો. ત્યારે સસરાને વહુએ કહ્યું કે મેં એમાં આટલા રને ભર્યા હતા. તે માટે હું મારી પાસે રાખવાની કહેતી હતી. પણ આપણે કિસ્મતમાં નથી ત્યાં ક્યાંથી રહે? નહિતર ચાર આવી ગંધાતી ગેહડી લે ખરે? ખેર, જે થયું તે ખરું.
ત્રણે જણ ઘણે દૂર ચાલી નીકળ્યા. ત્યાં એક ગામ દેખાયું. હવે તે ભૂખ લાગી છે. એક પગલું પણ ચાલવાની તાકાત નથી. શું કરવું? કયાં જવું? તે સૂઝ પડતી નથી. કેઈ દિવસ પગે ચાલ્યા ન હતા. તેને પગે ચાલવાને વખત આવ્યે. ગામ બહાર એક વૃક્ષ નીચે બેસીને પિતા અને પુત્ર ચોધાર આંસુએ રડે છે. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! મેં તે તમને છ મહિનાથી કહ્યું હતું કે સંપત્તિને સદુપયોગ કરે. જે મારી વાત લક્ષમાં લીધી હતી તે પુણ્ય પાપ ઠેલાત. ને આ વખત ન આવત. જુઓ, હવે ચિંતા ન કરો. આ મારા માથાની વેણીમાં એક હીરા જડેલું સોનાનું બેરીયું રહી ગયું છે. તેને વેચીને જે પૈસા આવે તે આપણે દાનમાં વાપરી નાંખીએ. ત્યારે સસરા અને પતિ કહે છે આવી કંગાલ સ્થિતિમાં દાન કરી દઈશું તે પછી શું કરીશું? ત્યારે વહુ કહે છે પિતાજી! તેની ચિંતા ન કરે. સહુ સારા વાના થશે. જે તે પૈસા આપણી પાસે રાખીશું તે પણ રહેવાના નથી. તેના કરતાં આપણે એવી જગ્યાએ જમા કરાવી દઈએ કે ચેરાવાને ભય ન રહે. વહુએ સમજાવ્યું એટલે બાપ-દીકરે માની ગયા. એ બેરીયું વેચ્યું તે લાખ રૂપિયા મળ્યા. તેમાંથી પિતાને ખાવા માટે ફક્ત ૨૫ રૂ. રાખીને બાકીના પૈસા કાનમાં વાપરી નાંખ્યા.-બંધુઓ ! જ્યારે શેઠ સુખી હતા ત્યારે તેમણે લાખ ને બદલે બે લાખ દાનમાં વાપર્યા હતા તે પણ આટલી કિંમત ન થાત. જ્યારે ખાવાના સાંસા છે, પંડ ઉપર બીજું કપડું પણ નથી એવા સમયે આટલી ઉદારતા કરી તેનું મહત્વ વધી જાય છે. શ્રીમંત લાખનું દાન કરે ને ગરીબ સો રૂપિયાનું દાન કરે તે તે શ્રીમંત કરતા વધી જાય છે. જે ૨૫ રૂ. રાખ્યા હતા તેમાંથી ખાવાનું લાવીને ખાધું ને ગામ બહાર ઝુંપડી બાંધીને રહ્યા. જંગલમાંથી લાકડા લાવીને ગામમાં વેચવા લાગ્યા. તેને જે પૈસા મળે તેમાંથી જુવાર લાવી ભડકું બનાવીને પેટ ભરે છે. જેમણે કદી આવા કષ્ટ વેઠયા ન હતા તેને લાકડાના ભારા વેચવા જવાનું ખૂબ આકરું લાગે છે. પણ કેને કહે? એક દિવસ સસરાજી પુત્રવધૂને કહે છે બેટા ! તું બહુ ડાહી ને સમજુ છે. તારા જેવી ગુણીયલ વહુ મળી ન હતી તે અમારા દુઃખના દિવસો કેવી રીતે પસાર થાત? હવે તે આ દુખ અમારાથી વેઠાતા નથી. શું કરવું? તું કહે તેમ કરવા તૈયાર છીએ.