________________
૫૫૮
શારદા સાગર
નહિ. કોઈના પુણ્યમાં જે ખામી હોય તે બધા સરખી લાગણીવાળા ન હોય. પણ મારા માટે તે મારા માતા-પિતા, ભાઈ-ભાભી બધા અત્યંત લાગણીશીલ હતા. આગળ અનાથી મુનિ કહે છે -
भइणिओ मे महाराय, सगा जेट कणिठूगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाया ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૭ હે રાજન ! મારે સગી નાની ને મોટી બહેને પણ હતી. અહીં સગી બહેને હતી તેમ કહેવાનું કારણ શું? તમે સમજ્યા? સામાન્ય રીતે જોઈએ તે પિતાની પરણેલી સ્ત્રી સિવાય કોઈ પણ સ્ત્રીને ધર્મના સબંધે બહેન કહેવાય છે. પણ સગી બહેન કહેવાતી નથી. એ મારી સગી બહેને પણ મારો રોગ નાબૂદ કરવા માટે તેનાથી થાય તેટલા પ્રયત્ન કરતી હતી. પણ મારે રેગ મટાડી શકી નહિ. બંધુઓ! અહીં કદાચ તમને એમ થશે કે માતા-પિતા અને ભાઈઓ તથા વૈદે ને ડેકટરે એક આની વેદના પણ ઓછી કરી શક્યા નહિ. તો પછી બહેનેનું શું ગજું? જ્યાં સૂર્યને પ્રકાશ કામ ન લાગે ત્યાં દીપકનો પ્રકાશ શું કરી શકે? આ રીતે અનાથી મુનિના માતા-પિતા અને ભાઈએ તેમને દુખથી મુક્ત ન કરી શક્યા તે પછી બહેનો દુઃખમુકત ન કરી શકે તે સમજી શકાય તેવી વાત છે. છતાં અહીં શાસ્ત્રકારે શા માટે જુદું વર્ણન કર્યું હશે?
જે કાર્ય મેટાથી ન થઈ શકે તે નાનાથી ન થઈ શકે એમ માની લેવું તે મેટી ભૂલ છે. ઘણું ય વખત અમારી બહેનો તમને કંઈ કહે તો તમે તરત કહી દે છે કે તું અમારી વાતમાં શું સમજે? તું શું કરી શકવાની છે? પણ ઘણી વખત જે કાર્ય પુરૂષ નથી કરી શકતો તે સ્ત્રી કરી શકે છે. આજે તમે જુઓ છે ને કે તમારા ભારતના વડા પ્રધાન (ઈન્દિરા ગાંધી) કેટલા મુત્સદી છે. ભલભલા બુદ્ધિશાળી માણસને પણ પાણી પિતા કરી દે છે ને? બીજી રીતે સેની સેનાને ઓગાળવા માટે દીવાના પ્રકાશથી જે કાર્ય કરી શકે છે તે કામ સૂર્ય અનંત પ્રકાશવાન હોવા છતાં કરી શકતો નથી. આ રીતે બહેને પણ મહાન કાર્ય કરી શકે છે.
અનાથી મુનિ કહે છે મહારાજા! મારે તે બહેને પાસેથી કાંઈ લેવું ન જોઈએ પણ મારી શક્તિ પ્રમાણે આપવું જોઈએ. એ ભાઈને ધર્મ છે. પણ મારી બહેને તે મારા દુઃખે દુઃખી બનીને પિતાનું સર્વસવ મારા માટે અર્પણ કરવાને તૈયાર હતી. મારી બહેને જેવી નિઃસ્વાર્થી બહેને કેઈની નહિ હોય. કોઈક જગ્યાએ બહેને સ્વાર્થી હોય છે. અરે, સંસાર સ્વાર્થ ભરેલો છે. કહ્યું છે કે -
માતા કહે મેરા પૂત સપૂતા, બહેની કહે મેરા ભૈયા, ઘરકી જે જે કહે, સબસે બડા રૂપૈયા