________________
શારદા સાગર
૫૪૭.
કયા કર્મના ઉદયથી મારે આવા દુખે ભેગવવા પડે છે. આપ કૃપા કરીને મારા પ્રશ્નનો ખુલાસાવાર જવાબ આપે તે મને અને મારી સખીને પણ સંતોષ થાય. દુઃખને પિતાનું કરેલું માનવાથી મનને સતેષ થાય છે.
મહાપુરૂષોએ દુઃખમાં પણ મનને સ્થિર રાખવાનો ઉપાય બતાવ્યું છે, કે ભલે સુખ મળે કે દુખ મળે પણ એ બંને પોતાના કરેલાં કર્મોનું ફળ માનવું. આ પ્રમાણે માનવાથી મન શાંત અને સ્થિર થશે. અંજનાએ પણ સુખ-દુઃખને કર્મનું ફળ માની સમભાવ કેળવ્યો હતો. એટલા માટે તેનું મન શાંત અને સ્થિર હતું.
અંજનાના પ્રશ્નનો જવાબ આપતાં ગુરૂદેવે કહ્યું કે કર્મની લીલા વિચિત્ર છે. જે પ્રમાણે એક નાનકડા બીજમાંથી મહાન વટવૃક્ષ પેદા થઈ જાય છે તે પ્રમાણે કર્મની લીલા પણ વિચિત્ર છે. હું તારા કર્મો વિષે સંપૂર્ણ વાત તે કહેતો નથી પણ થોડી વાત કહું છું. જે સાંભળવાથી તું કર્મની લીલા કેવી વિચિત્ર હોય છે તે જાણી શકીશ. હવે મુનિ અંજનાની કર્મકથા કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા વદ ૧૫ ને બુધવાર
તા. ૧-૧૦-૭૫ વિશ્વવત્સલ વારિધિ, અનંત કૃપાનિધિ ભગવતે જગતના જીના દુઃખ દૂર કરવા માટે સિદ્ધાંત પ્રરૂપ્યા છે. તેમાં તેઓ ફરમાવે છે, કે હે ભવ્ય છે! અવળી સમજણના કારણે તમે અનંત કાળથી દુઃખ ભોગવી રહ્યા છો તો હવે સાચી સમજણ પ્રાપ્ત કરે. જે સુખના સોપાને ચઢવું હોય તો તમારી દષ્ટિ બદલી નાંખે. તમે અહીં જે કાર્ય કરી શકશે તે બીજી ગતિમાં નહિ થાય. કારણ કે “સંવોટ્ટી હ ર કુર્જ પરલોકમાં બધિબીજની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જીવનમાંથી જે રાત્રિ અને દિવસો પસાર થઈ ગયા તે પાછા ફરીને આવવાના નથી અને આ મનુષ્યભવ પણ દુર્લભ છે. તે એ દુર્લભ ભવની સાર્થકતા કરી લો. કારણ કે બીજી ગતિમાં તે ક્યાં ગયા ત્યાં સમજણના અભાવે જીવે કર્મનું બંધન કર્યું છે.
समावण्णा णं संसारे, नाणागोत्तासु जाइसु । कम्मा नाणाविहा कटु, पुढो विस्संभया पया ॥
ઉત્ત. સૂ. અ. ૩ ગાથા ૨. આ જીવે સંસારમાં વિવિધ પ્રકારના કર્મો કરીને અનેક ગૌત્રવાળી જાતિઓમાં ઉત્પન્ન થઈને એક પણ આકાશ-પ્રદેશ ખાલી રાખ્યો નથી, કે જ્યાં તે જન્મ-મરણ પામે ન હોય! અને માલિકી ધરાવી ન હોય! છતાં પણ હજુ સુધી સાચું સુખ કે શાંતિ મેળવી