________________
૫૫૦
શારદા સાગર
આપણે હેડી નથી મેલવી, જોઈએ તે ખરા કૃષ્ણનું બળ તેમણે એટલે વિચાર ન કર્યો કે અમે તે પદ્દમનાભની સામે હારી ગયા હતા !
પાંડેએ કૃષ્ણનું બળ જોવાનું મન કર્યું - પાંડેએ કૃષ્ણનું બળ જોવા માટે હેડી પાછી મોકલી નહિ. આ તરફે ઘણો સમય થઈ ગયે પણ હેડી પાછી ન આવી ત્યારે કૃષ્ણને ચિંતા થવા લાગી કે મારા ભાઈઓનું શું થયું હશે? સહીસલામત સામે કિનારે તો પહોંચી ગયા હશે ને? નદીમાં તેફાન તે નહિ થયું હોયને? હોડી ડૂબી તે નહિ ગઈ હોયને? આવી અનેક અશુભ આશંકા કૃષ્ણને થવા લાગી છેવટે તેઓ બે ભુજા વડે સમુદ્ર પાર કરવા લાગ્યા. આ પ્રસંગે ગંગાદેવીએ તેમને વચમાં બંગલો બનાવી દીધે. એ વાસુદેવ હતા. એટલે એમના પુણ્યનું બળ હતું. થેડી વાર વિસામે લઈને બે ભુજાથી ગંગા નદી તરતાં તરતાં કિનારે આવ્યા. પાંડવોને ક્ષેમકુશળ જેઈને કૃષ્ણ હરખાયા. હોડીનુ ગમે તે બન્યું પણ મારા ભાઈઓ તે ક્ષેમકુશળ છે એટલે મને આનંદ, કૃષ્ણ વાસુદેવ કિનારે આવ્યા ને પૂછયું ભાઈ ! તમે સહીસલામત પહોંચી ગયા છે ને? તમને કંઈ વાંધે તો નથી આવ્યું ને? ત્યારે પાંડવો કહે છે ના. અમે તે ખૂબ આનંદથી પહોંચી ગયા છીએ. ત્યારે કૃષ્ણ પૂછે છે, કે હોડી ક્યાં ગઈ? એ આત્માઓ પેટમાં કપટ રાખે તેવા ન હતા. સાચું બોલી ગયા. મોટાભાઈ ! હેડી તે અમે પાણીમાં ડૂબાડી દીધી. શા માટે? આપનું બળ જોવા માટે.
કૃષ્ણ મહારાજાએ કરેલે પડકાર - શું અમરકંકામાં મારું બળ નહોતું જોયું કે અત્યારે મારું બળ જેવા ઉઠયા છે? બસ, હવે તમને જીવતા ન છોડું. પાંડે ને દ્રૌપદી રથમાં બેઠેલા હતા દ્રૌપદીને નીચે ઉતારીને પાંડેને મારવા મુઠ્ઠી ઉગામી. મેટા પુરૂષની મુઠ્ઠી કદી ખાલી ન જાય. તરત દ્રૌપદી કૃષ્ણના પગમાં પડી ને ખૂબ આજીજી કરી. વીરા ! જે તમારે મને રંડાપ આપ હતો તે શા માટે દુશ્મનના પાશમાંથી છોડાવી? મારા શીયળની રક્ષા કરવા માટે મારા જીવનને અંત લાવત. ખૂબ કાલાવાલા કર્યા ત્યારે કૃષ્ણજીએ પાંડેને રથમાંથી ઉતારીને રથ ઉપર એક મુઠ્ઠી મારી રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. જ્યાં રથ ભાંગ્યો હતો તે જગ્યાએ નદી વહે છે તેને ભાગીરથી કહેવામાં આવે છે. પાંડવોને જીવતાં છેડયા ને ફરમાન કર્યું કે હવે આજથી મારી હદમાં પગ મૂકશે નહિ. ત્યાર પછી પાંડે ત્યાં હસ્તિનાપુર નગર વસાવીને રહ્યા.
જેને દેશનિકાલ કર્યા હતા તેને ઘેર જવાને વખત આવ્યે એટલે કૃષ્ણને જવાનું મન થતું ન હતું. પણ એ મહાન પુરૂષ બની ગયેલી વાતને યાદ કરતા નથી. બનવાકાળે બની ગયું. બલભદ્ર કહે છે, ભાઈ! આપણું ફઈબા કે ભાઈઓ કઈ આપણને મહેણું મારે તેવા નથી. ચાલ, આપણે જલદી ત્યાં પહોંચી જઈએ. બલભદ્રના કહેવાથી જવા માટે તૈયાર થયા. જેઓ કદી ખુલા પગે ચાલ્યા ન હતા. એ બહાર જાય તે તેમની સાથે