________________
૫૪૪
શારદા સાગર આપજે કે મને મારા મોટા ભાઈ સાથે વનમાં જવાની આજ્ઞા આપે. જે માતા રજા નહિ આપે તે મોટા ભાઈ મને સાથે નહિ લઈ જાય. એમ પ્રાર્થના કરતાં માતાની પાસે પહોંચ્યા ને રામચંદ્રજીની સાથે વનવાસ જવાની આજ્ઞા માગી. - લક્ષ્મણની વાત સાંભળી સુમિત્રાનેથયેલે હર્ષ”: માતા સુમિત્રાને લક્ષમણ પ્રત્યે ઘણે સ્નેહ હતો. છતાં પુત્રની વાત સાંભળીને ખૂબ હર્ષ પામી. અહ! મારો પુત્ર કે વિનયવાન છે! વડીલ ભાઈની સેવા કરવાને તેના દિલમાં અનહદ આનંદ છે. આવા વિનયવાન પુત્રની માતા બનીને હું પણ ભાગ્યશાળી બની છું. બેટા! તું ખુશીથી રામચંદ્રજીની સાથે વનમાં જો તને મારી આજ્ઞા છે. તારી ભાવના ઉત્તમ છે. તેને સેવા કરવાને જે સમય મળે છે તેમાં બિલકુલ પ્રમાદ ન કરતે. રામને પિતા અને સીતાને માતા સમાન ગણી તેમની ખૂબ સેવા કરજે ને જંગલમાં તેમને કઈ જાતનું કષ્ટ ન પડે તેનું બરાબર ધ્યાન રાખજે. આ સાંભળી લક્ષમણને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળે તેટલે આનંદ થયો. માતાની આજ્ઞા અને આશિષ મેળવીને ત્યાંથી પત્ની ઉર્મિલાની પાસે ગયા.
લક્ષ્મણની પત્ની ઊર્મિલાના ઉગારે –લક્ષમણે ઊર્મિલાની આજ્ઞા માંગી. ત્યારે ઉર્મિલા કહે છે, સ્વામીનાથ! ધન્ય છે તમને કે આવી ભરયુવાનીમાં મહેલ, મહેલાતે અને પત્ની બધું છોડીને વડીલ ભાતાની સેવા કરવા માટે જંગલમાં જવાનું મન થાય છે. તમારા જેવા પતિને પરણીને મારું જીવન ધન્ય બની ગયું. આપ ખુશીથી મોટા ભાઈની સાથે જાવ.
બંધુઓ! આ પતિ પણ કેવે ને પત્ની પણ કેવી આદર્શ ! એને એમને કહ્યું કે તમને ભાઈની સાથે ગમે છે તે તમે જાવ. પણ મારું શું? હું એકલી કેવી રીતે રહું? વનવાસ રામને મળે છે. તમને કયાં મળે છે? આવું સહેજ પણ બોલ્યા વિના પ્રેમથી રજા આપી અને રામ-લક્ષમણ અને સીતાજી વનમાં ગયા. વનમાં લક્ષમણે ભાઈ-ભાભીની ખડે પગે સેવા કરી છે. એ તે બધું તમે જાણે છે. એટલે વધુ કંઈ કહેતી નથી.
અનાથી મુનિ કહે છે, હે રાજન! મારા ભાઈએ પણ લક્ષમણ જેવા સેવાભાવી ને વિનયવાન હતા. મને રોગથી મુક્ત કરવા માટે રાત-દિવસ તેઓ ચિંતાતુર રહેતા હતા કે શું કરીએ ને અમારે ભાઈ સાજો થાય! જ્યારે ભાઈને રોગ મટશે ત્યારે અમને આનંદ આવશે. આ રીતે બધા ભાઈઓ પ્રયત્નશીલ રહેતા હતા. મારી સેવામાં સહેજ પણ ઊણપ આવવા દે તેવા ન હતા. છતાં પણ તેઓ મને રોગમુક્ત કરી શક્યા નહિ. તે મારી ચેથી અનાથતા હતી. હજુ પણ અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને અનાથતાના ભાવ સમજાવશે. તેના ભાવ અવસરે કહેવાશે.