________________
૫૪૨ )
શારદા સાંગાર, છોડીને સંયમી બની ગયા છે. પિતે આત્મસ્વરૂપને પામ્યા છે ને બીજાને પમાડે છે. તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે, હે રાજન! મારે રેગ મટાડવા માટે મારા પિતાજીએ થાય તેટલા ઈલાજે કર્યા. વૈદે પણ પિતાની શકિતને ઉપયોગ કરીને થાકી ગયા. પિતાજીએ મારી પાછળ પૈસા ખર્ચવામાં પાછી પાની કરી નથી. એવા મારા પિતાજી પ્રેમાળ હતા. છતાં મને તેઓ રોગથી મુકત કરાવી શક્યા નહિ. એ મારી બીજી અનાથતા હતી. પિતાજીની મારા પ્રત્યે અનન્ય લાગણી હતી. છતાં કહેવાય છે કે માતાની લાગણી તે એથી અધિક હોય તે રીતે –
मायाऽवि मे महाराय ! पुत्त सोग दुहटिया । न य दुक्ख विमोयन्ति, एसा मज्झ अणाहया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૫ હે મહારાજા ! મારી માતા રાત-દિવસ મારું હિત ચિંતવવાવાળી હતી. મારું દુઃખ જોઈને તેની છાતી ચીરાઈ જતી હતી. મારા દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવાવાળી હતી. મારા પુત્રને કેમ જલદી સારું થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. છતાં પણ તે મને રોગથી મુક્ત કરી શકી નહિ એ મારી ત્રીજી અનાથતા હતી.
બંધુઓ! દુનિયામાં બધાનો પ્રેમ મળશે પણ માતાને પ્રેમ નહિ મળે. માતા જેવું હૃદય નહિ મળે. દીકરે ગમે તેટલો મોટે થાય, દીકરાને ઘેર દીકરા થાય પણ માતાની દષ્ટિમાં તે તે નાનું છે. કોઈના ઘેરથી કાંઈ પણ આવ્યું હોય તે માતા કદી દીકરાને મૂકીને ખાતી નથી, એવું માતાનું વાત્સલ્ય હોય છે. હે મહારાજા! મારી માતા પણ મારા - પ્રત્યે એ પ્રેમ રાખતી હતી. મને રેગથી પીડાતે જઈને કહેતી, કે હે, મારા હાલસોયા દીકરા! તારા સામું મારાથી જોવાતું નથી. તારા આખા શરીરમાં તને કેઈ ભાલા ભેંકી દેતું હોય તેવી પીડા થાય છે. અમે નજરે જોઈએ છીએ છતાં તને દુઃખથી મુક્ત કરી શકતા નથી. આ જગ્યાએ જે કઈ બહારને શત્રુ તારા શરીરમાં ભાલા ભેંકો હતા તે હું વચમાં આડી ઉભી રહેત. એ ભાલા હું ઝીલી લેત પણ આ તે અંદરના શત્રુ તને પીડા આપે છે. તેના પંજામાંથી છોડાવવા હું અસમર્થ છું. આ રીતે મારી માતા મારા દુઃખે ઝૂરતી હતી. પિતાના સંતાનો પ્રત્યે માતાને પ્રેમ અલોકિક હોય છે. છતાં જે પાપને ઉદય હોય તે માતા પુત્ર પ્રત્યે પણ કઠોર હદયવાળી બની જાય છે.
- બ્રહ્મદત્તના પિતા તેને નાને મૂકીને ગુજરી ગયા હતા. પછી તેની માતા ચલણી બીજા પુરુષના પ્રેમમાં પડી હતી. જયારે બ્રહ્મદત્ત મોટે થશે ત્યારે તેના મનમાં થયું કે હવે મારું પિકળ ખુલ્લું થઈ જશે. એમ સમજીને તેણે એક લાખને મહેલ તૈયાર કરાવ્યો ને બ્રહ્મદત્તને તેમાં સૂવા મેક. પ્રધાન ખૂબ ચાલાક હતો. તે ચુકવણું રાણીનું કારસ્તાન સારી રીતે જાણતો હતો. રાણીએ મહેલમાં આગ લગાડી તે સમયે બાદ તેના પુણ્યદયે