________________
શારદા સાગર
૫૪૩ પ્રધાનની સહાયથી બચી ગયે. બાકી માતાએ તે નિષ્ફર બનીને પુત્રને મારી નાંખતા પાછી પાની કરી નથી. તે તે (કલાક) શ્વાકા પુરુષ હતા. ભાવિના ચક્રવતી હતા. માતાએ ચૌદ સ્વપ્ન પણ જોયા હતા છતાં માતા કેવી ક્રૂર બની ! પણ હે મહારાજા ! મારી માતા તેવી ન હતી. પણ તે મારા પ્રત્યે ખૂબ વાત્સલ્યવાળી હતી. છતાં મને રેગથી મુક્ત કરી શકી નહિ. ત્યારે મને ભાન થયું કે હું મારી અનાથતાના કારણે દુઃખી થાઉં છું.
મહારાજા શ્રેણક અનાથી નિગ્રંથ પાસેથી તેમના અનાથપણાની વાત સાંભળતા જાય છે તેમ તેમ તેમને મુનિ પ્રત્યે ખૂબ આદર ભાવ વધતું જાય છે. રાજાઓ રાજ્ય જતુ કરે પણ કેઈના ચરણમાં શીર ને ઝુકાવે. કારણ કે ક્ષત્રિયના બચ્ચા મરવાનું પસંદ કરે પણ કોઈને નમે નહિ. હા, સંતના ચરણમાં શીર ઝૂકાવે. શાના પ્રભાવે ? ચારિત્રના. હવે મુનિ પિતાની કહાની આગળ ચલાવતા કહે છે -
રામ ' માગરો મારય, સા ને વળી ' न य दुक्खा विमोयन्ति, एसा मज्श अणाहया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૬ હે મહારાજા! મારા સગા નાના અને મોટા ભાઈઓ હતા. તે મારા ભાઈઓ સ્વાથી ન હતા. પણ સાચા સુખ-દુઃખના ભાગીદાર હતા. મારા ભાઈઓ રાત-દિવસ ખડે પગે મારી સેવા કરતા હતા. આવા ભાઈઓ મળવા પણ મુશ્કેલ છે. મારું દર્દ કેમ માટે અને કેમ શાંતિ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા. રાત્રે રેજ ઉજાગરા કરવા પડે તે પણ કંટાળતા ન હતા.
અનાથી મુનિ કહે છે હે રાજન્ ! મારા પ્રત્યે મારા ભાઈઓને પ્રેમ રામ-લક્ષ્મણ જેવો હતો. આ
જ્યારે રામચંદ્રજીને વનવાસ જવાનું થયું ત્યારે તે વાતની લક્ષમણને ખબર પડી કે મારા મોટા ભાઈ વનવાસ જય છે. તૂરત લક્ષમણજી દેડતાં આવ્યા અને કહ્યું-ભાઈ ! હું તમારી સાથે આવીશ. ત્યારે રામચંદ્રજી કહે છે, વીરા ! તું મારી સાથે આવીશ તે અહીં માતા-પિતાની સેવા કોણ કરશે?
વનની વાટે રામની પાછળ લક્ષમણુ”- ત્યારે લક્ષમણે કહ્યું, કે મોટા ભાઈ ! માતા-પિતાની સેવા કરનારા ઘણું છે. હું તો આપની સાથે આવીશ. હું આપનાથી જુદે નહિ પડું-આપ જંગલમાં જાઓ ને હું અચધ્યાની મહેલાતેમાં મહાલું? આ મારાથી નહિ બની શકે. ત્યારે રામચંદ્રજી કહે છે, લમણુ વીરા ! તું પહેલા માતા સુમિત્રાની આજ્ઞા તે લઈ આવ. જે માતાજી આજ્ઞા આપે તે મારી સાથે આવજે. રામના આ શબ્દો સાંભળી લમણને ખૂબ આનંદ થયે, ને માતા સુમિત્રાની આજ્ઞા લેવા ચાલે. મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગે, કે અહો પ્રભુ! મારી માતાને સદ્દબુદ્ધિ