________________
૫૦૪
શારા સાગર
સર્વ માણસોના દિલમાં આશ્ચર્ય થયું કે શું આ બાળકની નીતિ છે ! ગરીબાઈમાં પણ કેટલી અમીરાઈ છે! આ રીતે લેકે મુકત કંઠે તેની પ્રશંસા કરવા લાગ્યા. પાપને ઉદય હોય ત્યારે આવી દરિદ્રતા પ્રાપ્ત થાય. છતાં જેનું હૃદય દરિદ્ર ન હોય પણ ન્યાય સંપન્ન ગુણને વરેલ હોય તે કુળની આબરૂને સારી રીતે સાચવી શકે ને જીવનને પવિત્ર બનાવી શકે.
બંધુઓ! તમે તે સુખી છે. તમારા પુણ્યની રોશની ઝળહળે છે. તમને આવું દુખ નથી. છતાં તમારામાં આવી નીતિસંપન્નતા છે? જ્યાં ખાવાના પણ સાંસા છે છતાં આવું જીવન જીવે છે તો તે છે કેવા મહાન હશે! તમે પણ તમારા પુણ્યને દિપક જલે છે ત્યાં સુધીમાં પવિત્ર જીવન જીવી જાવ. અન્યાય, અનીતિ અને અધર્મ કરી નાણાં કમાશે. કદાચ અહીં ખબર નહિ પડે પણ પરભવમાં કર્મ ઉદયમાં આવશે ને ભેગવવા પડશે ત્યારે કોઈ તમારા સામું નહિ જુવે.
આપણે ચાલુ અધિકાર અનાથી મુનિ શ્રેણીક મહારાજાને કહે છે કે હે રાજન ! મારી આંખમાં તથા શરીરમાં દાહજવર હતું તેનાથી પણ અધિક કેવી વેદના હતી તે સાંભળો.
तियं मे अन्तरिच्छं च, उत्तमंग च पीडई। , इन्दासणिसमा घोरा, वेयणा परम दारुणा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૧ મારું હદય, કમ્મર, તથા મસ્તકમાં એટલી બધી અસહ્ય તેમજ દારૂણ વેદના થઈ રહી હતી કે જેવી ઈન્દ્રના વજઘાતથી ઘેર વેદના થાય છે તેવી વેદના મારા શરીરમાં થતી હતી. | મુનિ કહી રહ્યા છે, કે મારી આંખમાં જેમ શત્રુ તીક્ષણ શસ્ત્ર ભેંક્ત હોય તે રીતે શરીરમાં જેમ વાળા લાગી હોય અને હૃદય, કમ્મર તથા મસ્તકમાં જાણે ઈન્દ્ર વજ માતે હોય તેવી દારૂણ પીડા થઈ રહી હતી. દેવાનુપ્રિયે ! મનુષ્ય આપણું ઉપર કે પાયમાન થાય ને ઉપદ્રવ કરે છે તે ઉપદ્રવને કઈ પણ ઉપાયથી શાંત કરી શકાય છે. પણ જે દેવ કોપાયમાન થાય તે મનુષ્યને ઉપદ્રવ કરે તે તેને શાંત કરવા આપણે શકિતમાન નથી. જુઓ, પારસનાથ ભગવાન જ્યારે સંસારમાં હતા ત્યારની વાત છે. તે હજુ બાળક હતા પણ અવધિજ્ઞાન તે માતાના ગર્ભમાંથી સાથે લઈને આવ્યા હતા. બીજી બાજુ કમઠ તાપસ હતું. તે તેના હજારો ભક્તની વચમાં બેસીને ધૂણી ધખાવતે હતો. પારસનાથ બનનારે બાળક ત્યાંથી પસાર થાય છે ને તેને કહે છે કે હે તાપસ ! તું મેટા ધૂણી ધખાવીને બેઠા છે તે તારું અજ્ઞાન છે. આ તારું તપ નથી પણ તાપ છે. ધર્મના નામે હિંસા થાય છે. ત્યારે કમઠ કહે છે, આમાં શું હિંસા થાય છે? ત્યારે કુમાર કહે છે, કે આ ધૂણીમાં લાકડા નાંખ્યા છે તેમાં નાગ ને નાગણી જીવતા બળી રહ્યા છે.