________________
શારદા સાગર
૫૧૧
નિકટમાં નિકટ સંબંધી શરીર છે. છતાં આ શરીર દ્વારા હું અનાથ હતે. જો હું શરીરનો નાથ હોત તે શરીરમાં વેદના શા માટે થવા દેત? એટલે હે રાજન! હું શરીરથી પણ અનાથ હ.. !' બધુઓ! આ અનાથી મુનિના અધિકારમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે. જીવ કેવી રીતે સનાથ બને છે ને કેવી રીતે અનાથ બને છે. બીજી વાત ધન-સંપત્તિ આદિ જીવને કર્મથી મુક્ત કરાવી શકતા નથી. ત્રીજી વાત એ છે, આવી ઘોર વેદના થાય ત્યારે દેહ અને દેહીનું ભેદ જ્ઞાન થાય છે. ત્યારે આત્મા એ વિચાર કરે કે જે થાય છે તે જડ દેહને થાય છે. એમાં મારું કંઈ બગડતું નથી. હું તો માત્ર જ્ઞાતા ને દષ્ટ છું. . જડ ચેતનને ભિન્ન છું, કેવળ પ્રગટ સ્વભાવ,
" એકપણું પામે નહિ, ત્રણે કાળે દ્રય ભાવ.
જડ અને ચેતનને સ્વભાવ ભિન્ન છે. જડ અને ચેતન ત્રણે કાળે એક થવાનું નથી તે મારે જડમાં શા માટે રાગ કર જોઈએ! ભયંકર દઈ વખતે આવી સ્થિરતા કેવી રીતે ટકી શકે? પૂર્વે એવી આરાધના કરી હોય, સમભાવની સમજણ પ્રાપ્ત કરી હેય તે વેદના વખતે તે સમજણ ઘણું કામ કરે ને આત્મામાં સમાધિભાવ ટકી શકે. પણ જેણે જિંદગીભર જડ એવા શરીરને રાગ રાખ્યો હોય ને શરીર તે હું છું એવો ભાવ કેળવ્યું હોય તેને આ ભાવ કયાંથી આવે? પણ, પર તે હું નહિ ને હું તે પર નહિ–પણ બંને એકબીજાથી અલગ છીએ એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તેને કદી અસમાધિ થાય નહિ. જીવને સ્વભાવ વસ્તુને જાણવાનું છે. બરફીને સ્વાદ જીભ વડે લીધે પણ લેનાર આત્મા જુદો છે. જ્યાં સુધી શરીરમાં ચેતન્ય છે ત્યાં સુધી ખબર પડે છે કે બરફી મીઠી છે. જ્ઞાન કરનાર આત્મા પોતે છે.
બંધુઓ! આપણે આત્મા-જ્ઞનસ્વરૂપ, અનંત શક્તિને સ્વામી અને સત્તા એ કેવળજ્ઞાન અને કેવળ-દર્શન પામવાવાળો છે. પણ તેના ઉપર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના મજબૂત પડળ જામી ગયા છે તેથી જ્ઞાનને પ્રકાશ બહાર આવતું નથી. લાઈટના લેબ ઉપર કોઈએ ઢાંકણું ઢાંકી દીધું હોય તે અંદર પ્રકાશ હોવા છતાં ઢાંકણ આડું હોવાથી તે બહાર દેખાતું નથી. આંખે મેતિયો આવ્યું હોય ત્યારે પણ આંખના તેજ હોવા છતાં મતિયાના કારણે લેવામાં તકલીફ પડે છે. એટલે તમે ડોકટર પાસે જઈને મેતિ પાકે એટલે તરત ઉત્તરાવી નાંખે છે. તે રીતે આત્મા ઉપર અનાદિકાળથી મિથ્યાત્વ અને અજ્ઞાનના પડળ જામી ગયાં છે. મિથ્યાત્વ મેતિયાનું ઓપરેશન કરવા માટે સદગુરુ રૂપી વૈદે અને ડેકટરે પણ તૈયાર છે. તપ, સંયમ, સ્વાધ્યાય, ક્ષમા આદિ ઓપરેશન કરવાના શ પણ મેજૂદ છે. બધી સગવડતાઓ તમારા માટે તૈયાર છે. હવે