________________
૫૨૮
શારદા સાગર
કાળા કપડા, કાળી રાખડી અને કાળી દામણી કેમ બાંધવી પડી? મેં એને આટલું પૂછયું હેત તે સતેજ થાત. હવે રાંડ્યા પછીનું ડહાપણું આવ્યું તે શા કામનું? બહેનેને વિધવાપણું આવે ત્યારે વિચાર કરે કે આવી ખબર હેત તે પરણત નહિ, પણ પછીનું ડહાપણ શા કામનું? (હસાહસ), તેમ અહીં પણ રાજા રાણીએ અંજનાને તિરસ્કાર કર્યો. એ વનવગડાની વિષમ વાટે ચાલી ગઈ. પછી પ્રજાજનેમાં રાજા-રાણીની ટીકા થવા લાગી ત્યારે ભાન થયું. પણ હવે ગમે તેટલે પશ્ચાતાપ કરે તે પણ શા કામને ?
રાજા રાણને પીછ, રાજસબંધ ન આણે રે ભેદ છે, કટસ્થી પવનછ આવશે, નાસિક, કર્ણ તણે કરશે છે તે સતી રે
જે અંજના નિર્દોષ હશે તે પવનજી યુધ્ધથી આવશે ત્યારે અંજનાની શોધ કરશે ને અહીં આવીને આપણને પૂછશે તે આપણે તેમને શું મોઢું બતાવીશું? આપણા નાક અને કાન કપાઈ જશે? એમને શું જવાબ આપીશું? એ તે એમ જ કહેશે કે તમને તમારી દીકરીની પણ દયા ન આવી? બીજું પિતાની પ્રજા પણ ચૂંટી ખાય છે. અત્યારે તે બહાર નીકળવું પણ ભારે થઈ પડયું છે.
બંધુઓ ! એટલે હે માટે તેટલે ભય વધારે. આજે આપણે એકલા બહાર જવું હોય તે વધે નહિ પણ ઈન્દીરા ગાંધીને જવું હોય તે સાથે કેટલા માણસ રાખવા પડે?
રાજમુગટ છે શાભા નકામી, માથે છે ભાવને ભાર, ખાવામાં બીક એને સૂવામાં બીક છે સુખે સૂવે ન સુનાર,
એ છે રાજાને અવતારરાજમુગટ છે શાભા નકામી
અહીં અંજનાના પિતાજી મહેન્દ્ર રાજાને પણ રાજમહેલની બહાર નીકળી પ્રજાજનેને મોટું બતાવવું પણ ભારે થઈ પડયું છે. કારણ કે બહાર નીકળે તે પ્રજા ચૂંટી ખાય છે. દાઝયા ઉપર કોઈ ડામ દે તે કેવી વેદના થાય તે રીતે મહેન્દ્ર રાજા અને મને વેગા મહારાણીની પણ એવી કડી સ્થિતિ થઈ છે. એક તે પુત્રીના વિયાગનું દુઃખ છે ને બીજી બાજુ પ્રજીના તિરસ્કારભર્યા વચનને પ્રહાર પડે છે.
હવે રાજાએ અંજના સતીની શોધ કરવા માટે ચારે તરફ માણસે મોકલ્યા. ખૂબ તપાસ કરાવી પણ પરે પડે નહિ એટલે માતા-પિતા કાળા પાણીએ રડવા લાગ્યા. ખૂબ ઝૂરવા લાગ્યા. માતાજી તે નિયમ લઈને બેઠા છે કે જ્યાં સુધી અંજનાનું મુખ ને જોઉં ત્યાં સુધી મારે અનાજ ખાવું નહિ.
આ તરફ અંજનાનું શું બન્યું તે જોઈએ. અંજના ભૂખી ને તરસી વનવગડામાં ચાલી ગઈ. વનમાં પહોંચ્યા બાદ વસંતમાલાએ કહ્યું કે સખી! હવે આપણે ક્યાં જઈશુ? અંજનાએ કહ્યું, કે સખી! હવે આપણે આ વનમાં નિવાસ કરીશું. આ વનમાં નિવાસ