________________
શારદા સાગર
૫૩૩
રેગથી મુક્ત થતું હોય તો હું સર્વસ્વ દઈ દેવા માટે તૈયાર છું. મને ધન કરતાં મારે પુત્ર વધુ વહાલો છે. અનાથિમુનિ માટે માતા-પિતાને સાચો પ્રેમ છે. બાકી સંસારની માયા ઠગારી છે. બાપ કમાઈને આપે ત્યાં સુધી તેના સંતાનો અને પત્ની, બધા ખમ્મા ખમ્મા કરે છે પણ જે કદાચ તેને લકવા થયે ને જે તરત ઉપડી ગયા તે સારું ને જે બીમારી લંબાઈ જાય છે એમ કહે કે હવે તે ટાઢી માટી થાય તે સારું. બહુ પૈસા ખર્ચા, ઉજાગરા કરીને થાક્યા. હે ભગવાન, હવે એમની દેરી તમે ખેંચી લે, પણું જે એ બાપ કમાઈને આપા હતા તે તેના દીકરાઓ આવું બોલત? આટલા માટે તમને કહીએ છીએ કે સંસારની માયા ઠગારી છે. માટલીમાં પાણી ઠંડુ થાય ત્યાં સુધી તેને સંઘરે પણ જે ફૂટી જાય ને તેના ઠીકરા થઈ જાય તો તેને રખડતા મૂકી દે છે. કેમ બરાબર છે ને?
આજે તો જ્યાં જુઓ ત્યાં પૈસાની સગાઈ છે. પૈસા માટે ભાઈ-ભાઈનું, પિતા પુત્રનું ખૂન કરે છે. ને પુત્ર પિતાનું ખૂન કરે છે. પરિગ્રહ કેટલું પાપ કરાવે છે? શ્રેણીક રાજાને કે કે પાંજરામાં પૂર્યો. શા માટે? એક રાજ્યને માટે ને? એક હાર અને હાથી માટે કેણકે પિતાના નાના (દાદા) સાથે ખૂનખાર યુદ્ધ કર્યું. તેમાં કેટલા જીવોની હિંસા થઈ? આ બધું પાપ પરિગ્રહની મમતાએ કરાવ્યું ને? માટે જે તમારે પાપમાં પડવું ન હોય તો પરિગ્રહની મમતા અને સ્વાર્થની સાંકળને તેડી નાખે. અનાથી મુનિના પિતા એવા સ્વાર્થી ન હતા. એ તે પિતાનું સર્વસ્વ આપીને પણ પુત્રને સાજો કરવા ઈચ્છતા હતા. પિતા કોને કહેવાય? જાતિ તિ પિતા . જે પુત્રનું રક્ષણ કરે, પાલન પોષણ કરે તે સાચા પિતા છે. અને પુત્ર કોને કહેવાય? પુનાતીતિ પુત્ર: | જે પિતાને પવિત્ર કરે, પિતાનું કુળ ઉજજવળ કરે તે સારો પુત્ર છે.
અનાથી મુનિ કહે છે, હે રાજન! મારા પિતા સ્વાર્થી ન હતા. પણ પિતા-પુત્રના સબંધને બરાબર જાણતા હતા એટલે તેમણે મારે રોગ મટે તે માટે જેટલું ધન ખર્ચાઈ જાય તેટલું ખર્ચવાને વેદે અને ડોકટરોને ફૂલ ઓર્ડર આપી દીધું હતું. એટલે પૈસાના પ્રલોભથી વૈદે પણ ખૂબ સાવધાનીપૂર્વક જુદા જુદા પ્રકારે મારી દવા કરવા લાગ્યા. કોઈ માનતા હતા કે ઊલ્ટી કરાવીને રેગ બહાર કાઢીએ, કેઈ નાસ લેવડાવીને પરસેવા દ્વારા અંદરનું ઝેર કાઢવા મથતા હતા, કેઈ વિલેપન કરીને શરીરમાં ઠંડક કરાવવા મથતા હતા. પણ કઈ પ્રકારે મારે રેગ શાંત થયે નહિ. આ મારી બીજી અનાથતા હતી. મારા પિતાજી મને પિતાને માનતા હતા ને હું પણ તેમને મારા માનતો હતો તેથી મારા દુઃખથી મારા માતા-પિતા બૂરતા હતા ને મને રોગથી મુકત કરાવવા ચાહતા હતા. પણ તેઓ મને રોગથી મુકત કરાવી શક્યા નહિ તેથી મારા પિતા અનાથ હતા ને હું પણ એમ ઈચ્છતો હતો કે મારે રેગ શાંત થાય તે