________________
૫૩૬
શારદા સાગર કપટી જોગીએ ફેલાવેલી કપટ જાળ” -ગંભીર વદને જોગી છે, મહારાજા! અમે તે સાધુ લેક કહેવાઈએ. અમે તે પરોપકાર કરવા માટે ગામે ગામ ઘૂમીએ છીએ. અમારે તમારા જેવા સંસારી સાથે શું લેવા દેવા? પણ એક વાત છે કે જે ભકત અમને ભજે, જેનું લૂણ ખાઈએ તેનું અમારે ભલું કરવું જોઈએ. એમ સમજીને તમારા હિતને માટે કંઈક કહેવા ઈચ્છું છું, પણ કહેતાં મારી જીભ ઉપડતી નથી. એટલે રાજાના મનમાં જાણવાની ઈચ્છા થઈ. મહાત્માજી! જે હોય તે કહે. ત્યારે કહે છે મહારાજા કહેવામાં કંઈ સાર નથી. મારા બંધુઓ!તમને કઈ કંઈ આવું કહે તે તમને એ વાત પૂરી જાણ્યા વગર જંપ વળે? તે રીતે રાજાને પણ જાણવાની ખૂબ તીવ્ર જિજ્ઞાસા થઈ આવી. ખૂબ આગ્રહ કર્યો ત્યારે જોગી બે - બેટા! તારા ભલાને માટે હું તો કહું છું બાકી મારે આ વાતમાં કંઈ લેવાદેવા નથી. રાજા કહે છે કે જે હોય તે મને જલ્દી કહે.
- જોગી કહે છે બેટા! તું ગભરાઈશ નહિ. જે સાંભળ. આ તારી કુંવરી છે તેની ભાગ્યરેખા બહુ ખરાબ છે. તે છ મહિનામાં તારા રાજ્યની ને તારા જાનની ખુવારી કરી નાંખશે. એ જ્યાં સુધી તારા રાજ્યમાં રહેશે ત્યાં સુધી તારા માથે જોખમ છે. એટલે તારા હિત ખાતર કહું છું. બાકી મારે કઈ સ્વાર્થ નથી. આ વાત સાંભળીને રાજાને કુંવરી ઉપર ખૂબ કૈધ આવ્યો. ખરેખર! આવા મોટા રાજાઓને કાન હોય છે પણ સાન કે ભાન નથી હોતા. કાચા કાનને રાજા ગીની શિખામણે ચઢી ગયો. અને જેગીને પૂછ્યું-ગુરુદેવ! એ પાપણીને કેવી રીતે મારી નાંખું? એને જીવતી બાળી નાંખ કે ઝેર આપીને મારી નાંખું? કે તલવાર વડે તેના ટુકડા કરી નાંખું? શું કરું? આપે મને જાગૃત કરી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જોગીએ જાણ્યું કે મારા પાસા સવળા પડયા છે. એટલે વિચાર કર્યો કે જે રાજા તેને મારી નાંખશે તે મારા મનના કોડ તે મનમાં રહી જશે. એને મેળવવા માટે તે મેં આ બધી માયાજાળ બિછાવી છે. માટે એ જીવતી રહે તે મારું કામ થાય.
જોગીએ ખૂબ વિચાર કરીને કહ્યું- મહારાજા ! આપણે એવું સ્ત્રીહત્યાનું પાપ કરવુ નથી. તમે જે એને મારી નાંખે તો મને પણ પાપ લાગે. એમ કરો કે એક લાકડાની છિદ્રવાળી પેટી મંગાવે ને તેમાં કુંવરીને પૂરીને આ ગંગા નદીમાં તરતી મૂકી દે. એનું ભાગ્ય હશે તેમ થશે. રાજાને આ યુક્તિ ગમી ને તરત પેટી મંગાવીને તેમાં પિતાની એકની એક વહાલસોયી કુંવરીને પૂરી દેવા માટે રાજા તેને બેલાવે છે. ત્યારે કુંવરી પૂછે છે, કે પિતાજી! મારે શું વાંક છે કે મને તમે પેટીમાં પૂરો છો? હું તો તમને કેટલી વહાલી છું કે મારી આંખ, માથું દુખે તે પણ તમને કંઈક થઈ જાય છે ને આ શું? રાજા ગુસ્સો કરીને કહે છે, કે મારે તારું કંઈ સાંભળવું નથી. એમ કહીને કુંવરીને પેટીમાં પૂરીને નદીમાં વહેતી મુકાવી દીધી. જોગીએ જાણ્યું કે મારી મને કામના સફળ