________________
૫૩૪
શારદા સાગર
મારા માતા-પિતા મારી ચિંતાથી મુક્ત થઈ જાય. પણ હું તેમને ચિંતાથી મુક્ત કરી શક્યો નહિ. કારણ કે હું પોતે અનાથ હતા. જે અનાથ હેાય તે બીજાને નાથ કેવી રીતે બની શકે? રોગનું નિદાન કરવા માટે આવેલા ચતુર વૈદ ને ડોકટરે એમ માનતા હતા કે અમે તેને રોગ નાબૂદ કરી શકીશું. કોઈ ધનની લાલચથી આવ્યા હતા. ને કઈ રોગ મટાડીને યશ મેળવવા આવ્યા હતા તે કઈ દયાભાવથી રોગમુક્ત કરવા આવ્યા હતા. છતાં કેઈની તાકાત ન હતી કે મારે રેગ એક પાઈ જેટલે પણ ઓછો કરી શકે ! કારણ કે તેઓ બધા પણ અનાથ હતા.
બંધુઓ! અનાથી મુનિ શ્રેણીક રાજાને પિતાની આપવીતી કહી રહ્યા છે. તે પિતાનું મહાત્મ્ય બતાવવા માટે નહિ પણ રાજાને સંસારની અસારતા અને અનાથતાનું ભાન કરાવવા માટે કહી રહ્યા છે. પોતે સાચા સંત હતા. સાચા ગુરુ હતા. જે પોતે સંસારસાગરમાંથી તરવાને માટે સંયમ રૂપી નૌકામાં બેસી ગયા હતા ને બીજા અને તરવા માટે માર્ગ બતાવતા હતા. તમે ગુરુ શે તે આવા શોધજે. સાચા ગુરુ કેને કહેવાય? તે જાણે છે? અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશની પ્રાપ્તિ કરાવે તે સાચા ગુરુ છે. કહ્યું છે કે -
धर्मज्ञो धर्मकर्ता च, सदाधर्म प्रवर्तकः। .
सत्वेभ्यो धर्मशास्त्राणां, देशको गुरु रुच्यते । ધર્મને જાણનાર, ધર્મને કરનાર, સદા ધર્મને પ્રચાર કરનાર તથા દરેક જીવને ધર્મને ઉપદેશ કરનાર ગુરુ કહેવાય છે. ગુરુના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પહેલા લાકડાની હાડી જેવા, બીજા કાગળની હોડી જેવા ને ત્રીજા પથ્થરની હેડી જેવા. જેમ લાકડાની હાડી પિતે પાણીમાં તરે છે કે એમાં બેસનારને પણ તારે છે. એટલે એવા લાકડાની હોડી જેવા ગુરુ પિતે સંસાર સમુદ્રને તરે છે ને પિતાના શરણે આવનાર છેને પણ તારે છે. બીજી કાગળની હોડી પિતે પાણીમાં તરે છે પણ બીજાને તારે નહિ તેમ બીજા પ્રકારના ગુરુ પિતે ભવસાગરને તરી જાય પણ બીજાને ન તારે. ત્રીજા પ્રકારની હેડી પિતે પાણીમાં ડૂબે ને બીજાને પણ ડુબાડી દે. તેમાં ત્રીજા પ્રકારના ગુરુઓ પિતે તે સંસાર સાગરમાં ડૂબે પિતાના શરણે આવનારને પણ ડુબાડે છે. માટે મારા બંધુઓ! તમે ગુરુ કરે તે જોઈને કરજે. કુગુરુઓને સંગ કદી કરશે નહિ. અરે! કંઈક તે એવા હોય છે કે ઉપરથી ખૂબ ત્યાગી દેખાતો હોય પણ તેના અંતરમાં માયાને પાર ન હોય, સંસાર છેડે પણ માયા ના છોડે. તેવા એક માયાવી જોગીની વાત કહું.' '
સંસાર છેડો વિપણુ વયના વિષ હલાહલ જેના હૃદયમાં ભર્યા છે તેવા ઠગારા જેગીની કહાની" - એક મહંત ગામથી ત્રણ-ચાર માઈલ દૂર નદી કિનારે ઝૂંપડી બાંધીને તેમના શિષ્ય પરિવાર સાથે વસતા હતા. એ મહંત અવારનવાર