________________
૫૩૨
શારદા સાગર તેને અગ્નિ ઉપર ચઢવું પડયું. ને બળવું પડયું. તેમ મારે આત્મા પણ દુઃખ રહિત છે. પણ શરીર રૂપી પિંજરમાં પૂરા હેવાથી દુઃખ ભેગવી રહ્યો છે. -
બંધુઓ ! કર્મને લીધે શરીર મળ્યું છે ને શરીર દ્વારા જીવ પાછા નવા કર્મો બાંધી રહ્યા છે ને કર્મો ઉદયમાં આવે છે ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન! તેં મને આવું દુઃખ ક્યાંથી આપ્યું. કેવું ઘર અજ્ઞાન છે ! કરમને લીધે હું દુઃખી થાઉં છું, છતાં પણ બૂરા કર્મો કર્યો જાઉ છું. અહીં ભેગવું છું નરકની યાતનાને, છતાં ના જગાડું સૂતા આત્માને, કરમની થપાટે ઘણું ખાઉં છું. છતાં પણ બૂરા કર્મો કર્યું જાઉં છું.
પૂર્વકૃત કર્મોને કારણે આટલું દુઃખ હું ભેગવી રહ્યો છું. એવું જાણવા છતાં પણ જીવ બૂરા કર્મો કરવાનું છોડને નથી ને ઉપરથી પિતાને દુઃખ પડે ત્યારે ભગવાનને ઓલભે આપે છે કે મને દુઃખ આવ્યું ને બીજાને કેમ નહિ? હું તમને પૂછું કે તમને દુઃખ નથી ગમતું તે શું બીજાને ગમે છે? તમે ભગવાનને એમ કહે છે ને બીજાને કેમ નહિ? કદી એવું કહો છો ભગવાન ! અમારે પાડોશી વર્ષોથી દુઃખી છે તે હવે તેને સુખી બનાવ. તારી પેટીમાં પિયા ન હોય તે મારી તિજોરીમાંથી લઈને પણ એને સુખી બનાવ ! (હસાહસ). તમે જેવા કર્મો બાંધ્યા છે તેવા ભેગવવાના છે. તેમાં ભગવાન કેઈને સુખ કે દુઃખ આપતા નથી. માટે કેઈને દેવ દે નકામો છે.
અનાથી મુનિ કહે છે મારા શરીરમાં અસહ્ય વેદના થતી હતી. તે સમયે મારા માતા પિતા કહેતા હતા કે બેટા ! તું ખૂબ સહન કરે છે. તારી વેદના અમારાથી જેવાતી નથી. તને રોગ આવે તેના કરતાં જે અમને આવ્યું હોત તો સારું હતું. તને આ રોગ ક્યાંથી આવ્યા? આ પ્રમાણે તેમને ખૂબ દુઃખ થતું હતું. તેથી આગળ વધીને તેમણે શું કહ્યું :
पिया मे सव्वसारं पि, दिज्जाहि मम कारणा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाया ॥
ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૨૪ હે રાજન ! મારા માટે આવેલા વૈદે અને ડોકટરને મારા પિતાએ કહ્યું કે તમે મારા દીકરાને આવી કારમી વેદનામાંથી જલ્દી મુકત કરી દો. તમારી દવાના છેલામાં છેલ્લા ઇલાજોને અજમાશ કરો. તે તમે જે માંગશો તે હું આપી દઈશ. ત્યારે વેદે કહ્યું કે એને આખા શરીરમાં બળતરા ખૂબ થાય છે તો તેના શરીરે લેપ કરવા માટે એક લાખ રૂપિયાના સાચા મેતી વાટવા પડશે. તે મારા પિતાજીએ કહ્યું કે લાખ શું? દશ લાખના મેતી જોઈએ તે પણ હું આપી દેવા તૈયાર છું. મારે વહાલસોયો પુત્ર આ