________________
શારદા સાગર
૫૩૧
આવી શ્રદ્ધા ન થાત. એટલા માટે કહેવાય છે ને કે તેને સમાગમ પતનને પંથે ગયેલા નું પણ ઉત્થાન કરાવે છે.
- બંધુઓ! ઉત્થાનના જેમ પગથીયા હોય છે તેમ પતનના પણ પગથીયા હોય છે. ઉત્થાનના પગથીયા ચઢતાં મનુષ્યને શ્રમ પડે છે અને તેને ખબર પડે છે કે હું કાંઈક કરી રહ્યો છું. ત્યારે પતનના પગથીયા ચઢવાના નહિ પણ ઉતરવાના હોય છે. એ પગથીયાં ઉતરતાં શ્રમ પડતું નથી. શ્રમ પડવાની વાત તો બાજુમાં રહી પણ તેને એટલી ખબર નથી પડતી કે હું નીચે ઉતરી રહ્યો છું, ગબડી રહ્યો છું ને કયાંક ઊંડે ઊંડે જઈ રહ્યો છું. ગબડતો ગબડતે છેક નીચે ઉતરી જાય છે ત્યારે લેકે તેને ફિટકારે છે ને કહે છે કે ફલાણે ગબડે. ત્યારે સતે કહે છે કે ભાઈ ! એ આજે નથી ગબડયે પણ અનંત કાળથી ગબડતે આવે છે. પણ એ જોવાની આંખ એની કે તમારી કોઈની પાસે નથી. સંસારના સુખમાં આસક્ત બનેલા જીવને જોઈને સંતે કહે છે કે આ જ વિનાશના પથે જઈ રહ્યા છે. ત્યારે તમે તો એમ કહે છે કે એ વિકાસના પંથે જાય છે.
અનાથી નિગ્રંથ પિતાને જે દ્રષ્ટિથી અનાથ કહેતા હતાં તે જુદી દષ્ટિ હતી. ને રાજા શ્રેણીક જે દષ્ટિથી અનાથ માનતા હતા તે દષ્ટિ જુદી હતી. તેની દૃષ્ટિ દીર્ઘ હોય છે ને સંસાર સુખમાં આસકત બનેલા છની દષ્ટિ ટૂંકી હોય છે. અત્યારે સુખ ભેગવીને મોજ માણે છે પણ પછી શું થશે તેને કદી ખ્યાલ કરે છે?
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે મારા આખા શરીરમાં વેદનાને પાર ન હતે. જે હું તેને નાથ હોત તે મારું કહ્યું શરીર કરત ને મારા શરીરમાં આવી ભયાનક વેદના થવા દેતા નહિ. એટલે મેં તે મારા આત્મા સાથે નિર્ણય કર્યો કે આ શરીર છે ત્યાં જન્મ, જરા, વ્યાધિઓ અને મરણની ઉપાધિ છે. આ શરીરને સંગ કરવાથી હું અનંતકાળથી દુઃખ ભગવતે આવે છે. જ્યાં સુધી આત્મા શરીરમાં રહે છે ત્યાં સુધી તેને દુઃખ છે. શરીરને સંગ છે,ક્યા પછી કેઈ જાતનું પણ દુખ પડતું નથી. માટે હવે શરીરમાં ન આવવું પડે તેવા પ્રયત્ન કરી લે. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું.
પાણીને સ્વભાવ તે શીતળતાને છે. તેને તપેલામાં ભરીને ચૂલા ઉપર ગરમ કરવા માટે મુક્યું. પાણી ખૂબ ગરમ થઈ જાય છે ત્યારે અંદરથી સન્ સત્ અવાજ આવે છે. એ પાણી અવાજ કરીને શું કહે છે ? તેને માટે કવિએ કહપના કરે છે કે પાણી એ સત્ સત્ અવાજ કરીને કહે છે કે અગ્નિમાં તાકાત નથી કે મને બાળી શકે? મારામાં તે એવી શક્તિ છે કે હું તેને બૂઝાવી શકું છું. પણ શું કરું? મને તપેલામાં પૂરી દીધું છે એટલે મારે બળવું પડે છે. આ રીતે જ્ઞાની પુરૂષે જ્યારે કષ્ટ પડે ત્યારે એ વિચાર કરે છે કે પાણીને ગુણ શીતળતાન છે પણ તપેલામાં પૂરાયું તે તેના સંગના કારણે