________________
શારદા સાગર
સતાવીશ નહિ. સત્ય વ્રતનું પણ પાલન કરીશ. કારણ કે અહિંસા અને સત્યદ્વારા આત્માનુ કલ્યાણ થઈ શકે છે. એટલા માટે હુ એ એ તેાનું પાલન કરવાની સાથે અસ્તેય વ્રત બ્રહ્મચર્ય વ્રત તથા સતાષ વ્રતનુ પણ પાલન કરીશ. આ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા સતષ, આ પાંચ તે દ્વારા હૈ' આત્માનું કલ્યાણ સાધવાના પ્રયત્ન કરીશ.
જનાની આ તત્ત્વભરી વાતાને સાંભળીને વસંતમાલાએ કહ્યું, કે આ ત્રતાનું પાલન તે મહેન્દ્રપુરમાં રહીને પણ કરી શકતા હતા. આ વ્રત–પાલન કરવા માટે ઘાર જંગલમાં શા માટે આવ્યા ? અજનાએ કહ્યું, હે સખી! મહેન્દ્રપુરમાં રહેવાથી પિતાની આજ્ઞાનું પાલન ન થાત તથા રાજા અને પ્રજા વચ્ચે પણ વિગ્રહ થાત. પરંતુ વનમાં આવવાથી પિતાની આજ્ઞાનું પાલન થશે. શજા તથા પ્રજા વચ્ચે વિગ્રહ નહિ થાય. આત્મચિંતન થશે અને ગર્ભની રક્ષા પણ થશે. વતમાલાએ કહ્યું– સખી ! આપણે રાજ્યની સીમા બહાર ઘણે દૂર સુધી આવી ગયા છીએ. ખડું ચાલવાથી ભૂખ પણ લાગી છે માટે ક્ષુધાને શાંત કરવી જોઇએ. અંજનાએ કહ્યું કે આપણને ભૂખ લાગી છે તે વનદેવીએ આપણા માટે ભૂખ શાંત કરવાની સામગ્રી પણ રાખી છે. આ પ્રમાણે કહી અનેએ વનમાંથી ફળ-ફૂલ ખાઈને ક્ષુધાને શાંત કરી.
સૂર્યાસ્તના સમય થવા આવ્યા. જંગલમાં વાઘ, સિંહ, વરૂ ઘણાં ડાય તેના ભયથી બંને જણાએ પત ઉપર ચઢી જવાના વિચાર કર્યાં. અજના કહે છે પણ હું પર્વત ઉપર નહિ ચઢી શકું. ત્યારે વસતમાલા પોતાની સખીને ખભે બેસાડીને ઊંચા પર્વત પર ચઢે છે. હવે ત્યાં શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન નં. ૬૨
૫૩૦
ભાદરવા વદ ૮ ને શનિવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન !
અનત જ્ઞાની ભગવતે આત્માની ચૈાત પ્રગટાવી અવની ઉપર પથરાયેલા અજ્ઞાનના અ ંધકારને દૂર કરવા માટે આગમ વાણી પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્ર વીસમું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથના રાજા શ્રેણીકને ભેટો થયા. સતના સમાગમ થતાં પતીત પાવન ખની જાય છે. અધમના ઉદ્ધાર થાય છે તે અજ્ઞાની જ્ઞાની થઈ જાય છે. એવું સંતના સમાગમમાં જાદુ રહેલુ છે. સતના સમાગમ જીવને મહાન લાભદ્રાયી છે. જુઓ, શ્રેણીક રાજાને અનાથી મુનિના સમાગમ થતાં કેવા મહાન લાભ થયે! જે પાતે માનતા હતા કે રાજ્યથી, વૈભવથી, સત્તાથી, સંપત્તિથી ને સગાસબંધી તેમજ નાકર-ચાકરથી સનાથ છું. પણ હવે મુનિની પાસેથી તેમની કહાની સાંભળતા જાય છે તેમ તેમ તેમની માન્યતામાં ફરક પડતા જાય છે. જો તેમને અનાથી મુનિને ભેટો ન થયા હોત તે
તા. ૨૭-૯-૭૫