________________
૫૨૬
શારદા સાગર
દરબારમાં બાદશાહની સામે આવીને ઉભો રહ્યો. હવે અકબરે પ્રશ્ન પૂછ, કે હે બાળકી તું મને ભગવાન દેખાડ. ત્યારે છોકરાએ કહ્યું કે આ પ્રશ્ન ગુરુ બનીને પૂછે કે શિષ્ય બનીને? ખૂબ હિંમત કરીને બાળકે રાજાને કહ્યું ત્યારે રાજાએ કહ્યું હે બાળક! હું શિષ્ય બનીને તને પ્રશ્ન પુછું છું. ત્યારે બાળકે કહ્યું શિષ્ય રાજસિંહાસન પર બેસે ને ગુરુ ભૂમિ ઉપર ઉભા રહે? આ શબ્દો સાંભળતા અકબરે બાળકને રાજસિંહાસને બેસાડી દીધે ને પિતે હાથ જોડીને તેની સામે ઉભા રહ્યા ને કહયુંઃ ગુરુદેવ! આપપ્રશ્નનો ઉત્તર આપો.
પુરૂષાર્થથી બધું પ્રાપ્ત થાય છે: બંધુઓ દશ વર્ષના બાળકમાં કેટલી હિંમત અને બુદ્ધિ છે તે વિચારવાનું છે. નેકર તે રાજસિંહાસને બેસી ગયે. બેલે છે તમારી આટલી હિંમત (હસાહસ). બાળકે કહ્યું એક દૂધને પ્યાલે લાવે. દૂધને ખ્યાલ આવી ગયો. બાળક તેમાં આંગળી ફેરવવા લાગ્યો. તરત અકબરે કહ્યુંઃ ગુરુદેવ! આપ આ શું કરી રહ્યા છો? બાળકે કહ્યું - હું આમાંથી ઘી શોધું છું, ત્યારે અકબર કહે છે, વાહ ગુરુદેવ! ઘી આવી રીતે મળે? ત્યારે બાળક કહે છે તે કેવી રીતે મળે? બાદશાહ કહે છે, દૂધનું દહીં બનાવી તેનું વલોણું કરી માખણ કાઢી તપાવીએ ત્યારે ઘી મળે, બાળકે કહ્યું તે હે બાદશાહી જે દૂધમાંથી ઘી કાઢવા માટે આટલી મહેનત કરવી પડે છે તો ભગવાનને જોવા માટે ને મેળવવા માટે પણ સૌથી પહેલા પિતાના હદયમંદિરમાં સંત મહાત્માઓના પવિત્ર સત્સંગનું મેળવણ નાંખવું પડે. પછી વારંવાર તેને અભ્યાસરૂપી વલેણાથી વવવું પડે ત્યારે હદયરૂપી ગેરસીમાંથી ભકિતરૂપી માખણ બહાર આવે. તેને તપની ભઠ્ઠી પર ચઢાવવું પડે. તારૂપી ભઠ્ઠીની તીવ્ર જ્વાળાઓથી બધી બૂરાઈઓ અને દે બળીને ભસ્મ બની જાય અને હદય પવિત્ર સેના જેવું બની જશે. આવું પવિત્ર હદયમંદિર હશે તે જરૂર ભગવાનના દર્શન થશે. અકબર બાદશાહ આ બાળકની બુદ્ધિ જોઈને ખુશ થય ને તેના મગજમાં વાત બરાબર ઠસી ગઈ. તેમણે બાળકનું બહુમાન કર્યું ને તેને ખૂબ કિમતી ભેટ આપી રવાને કર્યો. આટલા નાના બાળકમાં પણ ભગવાન વિષે કેવી શ્રદ્ધા હતી ! તેનું જ્ઞાન પણ કેવું હશે? તમે આવું પ્રાપ્ત કરે કે જેથી કેઈ તમને ધર્મની બાબતમાં પૂછે તે તેને તમે સચોટ જવાબ આપી શકે.
આપણી મૂળ વાત ઉપર આવીએ. અનાથી નિગ્રંથ શાને કહે છે હે રાજન ! મારે રોગ મટાડવા માટે વૈદે-હકીમ ને ડોકટરે બધા આવ્યા.
ते मे तिगिच्छं कुम्वन्ति, चाउप्पाय जहाहियं । ર ય સુવણ વિમોત્તિ, સા મ ગાદિયા
ના .
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૨૩