________________
શારદા સાગર
પ૨૫ ભયંકરમાં ભયંકર હલાહલ ઝેર જેવા લાગે. એ જગતમાં રહેલ હેય પણ જગતથી જુદ રહે. એને આત્મા પરમાત્મામાં મગ્ન હેય.
આજે તે એ બુદ્ધિવાદને યુગ આવ્યું છે કે ભગવાન અને ભગવાનના વચને ઉપર શ્રદ્ધા નથી. જે તર્કવાદીની સામે આવી જ્ઞાનથી ભરેલી ઝીણી વાતે કરવામાં આવે તે કહેશે કે અમને ભગવાન પ્રત્યક્ષ બતાવે. તે શું ભગવાન કંઈ રેઢા પડયા છે કે તમને તરત મળી જાય ભગવાન કેવી રીતે મળે? ભગવાન મેળવવા એટલે કે આપણું આત્માને ભગવાનના આત્મા જે બનાવ, તે આપણે ભગવાન તે આપણુમાં બેઠેલ છે. તેને બહાર શોધવાની જરૂર નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. “ભગવાન કેવી રીતે મળે?- એક વખત અકબર બાદશાહના દરબારમાં જ્ઞાનચર્ચા ચાલી રહી હતી. તેમાં પ્રશ્ન થયે કે ભગવાન છે કે નહિ? ત્યારે સભામાં બેઠેલા પ્રજાજને એકી સાથે બોલી ઊઠયા કે ભગવાન છે. ત્યારે અકબર બાદશાહે પિતાના સૌથી વધારે ચતર મંત્રી બીરબલને કહ્યું કે બધા પ્રજાજને કહે છે કે ભગવાન છે, તો હવે તમે મને સાત દિવસમાં ભગવાન બતાવે. બીરબલ કહે- ભલે, હું તમને ભગવાન બતાવીશ. સભા બરખાસ્ત થઈને બીરબલ ઘેર આવ્યા. મનમાં ચિંતા છે કે હવે સાત દિવસમાં બાદશાહને ભગવાન કયાંથી બતાવવા? આ ચિંતાથી બીરબલનું મોટું પડી ગયું હતું. ખૂબ ઉદાસ થઈને લમણે હાથ દઈને બેઠા હતા. તે સમયે તેના ઘરમાં કામ કરનારે દશ વર્ષ નાનકડો નકર ત્યાં આવ્યું. પિતાના શેઠને ઉદાસ ચહેરે બેઠેલા જોઇને દશ વર્ષના બાલુડાએ પૂછયું – સાહેબ! આપ આજે આટલા બધા ઉદાસ કેમ છે? આ બાલુડે ખૂબ હોંશિયાર હતું. બીરબલે કહ્યું - આજે મારા માથે મેટી મુશ્કેલી આવી પડી છે. નોકર કહે શું મુશ્કેલી છે? ત્યારે બીરબલ કહે ભાઈ, તું તે નાનું બાળક કહેવાય. તને કહેવાથી શું વળવાનું છે? ત્યારે નેકર કહે છે સાહેબ! ઘણીવાર નાનાં પણ મોટું કામ કરી જાય છે. આપ મને કહે તે ખરા. નેકરે ખૂબ આગ્રહ કર્યો ત્યારે બીરબલે કહ્યું કે આજે અકબર બાદશાહે દરબારમાં મને આજ્ઞા આપી છે કે તમારે મને સાત દિવસમાં ભગવાન બતાવવા મારે તેમને કયાંથી ભગવાન બતાવવા? તે મને સમજાતું નથી. શું કરું ને કેવી રીતે તેમને ભગવાન બતાવું?
બંધુઓ! જુઓ, નાનકડે દશ વર્ષને નેકર બીરબલને કહે છે એમાં ચિંતા કરવાની શી જરૂર છે? આપ બાદશાહને જઈને કહે કે આ પ્રશ્નનો જવાબ તે મારે નાનકડે નેકર પણ સહેલાઈથી આપી શકશે. તમે ચિંતા છેડી દે. બીજે દિવસે બીબલ દરબારમાં ગયા ને અકબરને કહ્યું - કે આ મારે દશ વર્ષને નેકર પણ તમારા પ્રશ્નને જવાબ આપી દેશે. આ સાંભળી અકબર બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે એ જ સમયે નોકરને દરબારમાં લાગે. નાનકડે નેકર