________________
શારદા સાગર
૫૨૧
સદવ્યય કરતા હતા. ને પિતાના પુત્રનું દર્દ મટાડવા માટે પણ તેને ખૂબ વ્યય કર્યો. મોટા મોટા દે, હકીએ, અને ડાકટરને તેમણે બેલાવ્યા. કદાચ બહારનું કેઈ કારણ હોય, બાધા ઉપદ્રવ તે નહિ હોય ને! તેમ માનીને તેને નાબૂદ કરનારા મંત્રવાદીઓને પણ બોલાવ્યા. હવે તે વૈદે ને ડોકટરે બધાએ કેવી રીતે ચિકિત્સા કરી તેના ભાવ અવસરે.
ચરિત્ર –અંજના સતી માટે માત પિતાને પશ્ચાતાપ - સતી અંજનાના ઘાર કર્મોને ઉદય થયો છે. એ તે જંગલમાં ચાલી ગઈ. લેકે રાજા-રાણીને ખૂબ ફીટકાર આપવા લાગ્યા. ધિકકાર છે રાજા-રાણીને! કસાઈ કરતાં પણ તેમનું હૈયું કઠેર છે. જ્યારે પ્રજાજને મન ફાવે તેમ છેલવા લાગ્યા ત્યારે રાણીના મનમાં થયું કે વાત તે સાચી છે. અરેરે! મેં આ બહુ મોટી ભૂલ કરી. મેં તેને એટલું પણ ન પૂછયું કે બેટા ! તારી આ દશા શા માટે થઈ? તરત રાહુએ તપાસ કરવા માટે એક દાસીને મોકલી.
માતાએ સાહેલી મોકલી જઈ જુઓ અંજના રહી કેણુ ઠામ તે, સાહેલી કહે છે તો વન ગઈ, હાહા દેવ શું કીધું એ કામ તે. મહારી રે કુખે એ ઉપની બાલપણે એની ઉપર અતિ ઘણે રાગ, વનમાંહી વાઘ વિદારશે રાત-દિવસ બળે પેટમાં આગ તે-સતી રે
શિરોમણી અંજના રાણીએ પોતાની વહાલી સખી જેવી દાસીને કહ્યું કે તું જલ્દી જઈને તપાસ કરી કે એ મારી વહાલી પુત્રી અંજના કયાં છે? ત્યારે દાસીએ કહ્યું કે બાઈ સાહેબ! તે બધા ભાઈને ઘેર ફરી પણ કેઈએ રાખી નહિ. વળી ગામમાં તમારી દાંડી પીટાતી હતી કે કેઈએ અંજનાને આશ્રય આપવો નહિ, પાણી પાવું નહિ. તેથી ભૂખીને તરસી ટળવળતી એ તે જંગલમાં ચાલી ગઈ. આ સાંભળીને રાણીના મુખમાંથી એવા શબ્દ નીકળી ગયા કે હાહાદેવ! આ શું થઈ ગયું? મારી એકની એક ને સોનાની રેખ જેવી, મારા હૈયાના હાર સરખી વહાલસોયી દીકરી ઉપર મને કેટલે પ્રેમ હતું? મારા દીકરા કરતાં પણ મને અતિ વહાલી દીકરીનું જંગલમાં શું થયું હશે? આટલું બેલતાં તે મહારાણી મને વેગ મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડયા દાસીએ ખૂબ શીતપચાર કરીને રાણીને ભાનમાં લાવ્યા. ત્યારે રાણી બેલે છે અહિ ! આવેશમાં આવીને કેધ કર્યો પણ તમારે કેઈએ તે અંજનાને ગુપ્ત રાખવી હતી ને? મારી બુદ્ધિ તે બળી ગઈ પણ તમને કેઈને મારી લાડકવાયી દીકરીની દયા કેમ ન આવી? અરેરે...મેં તેને કેવા લાડકોડથી ઉછેરી છે. તેનું મુખ ન જોઉં તે મને કંઈક થઈ જતું હતું. તેને પરણાવીને સાસરે મક્લી પછી તેનું મોટું પણ મેં જોયું નથી. તેના માથે દુખના ડુંગરા તૂટી પડયા ત્યારે કેટલી મોટી આશાએ પિયર આવી હશે? મેં તેની