________________
૫૨૦
શારદા સાગર
મારે નથી જોઈતી. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મને મહેનતાણું આપે. એટલે રાજાએ બીજી પાંચ સોના મહોરે આપી. તે લઈને બ્રાહ્મણે લક્ષમીજી પાસે જઈને રાજાએ કહેલી બધી વાત કહી સંભળાવી. લક્ષ્મીદેવી પણ સમજી ગયા કે રાજા ખૂબ ધમી ને ન્યાયી છે. તે મારામાં ફસાય તેમ નથી. બ્રાહ્મણ કહે છે દેવી! તમને રાજા તે ઈચ્છતા નથી ને હું પ્રેમથી મારે ઘેર લઈ જવા ઈચ્છું છું. તે તમે મારે ઘેર પધારીને મારું આંગણું પાવન કરે ને! ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે બ્રાહ્મણ! હું તારે ઘેર આવું તેવું તારું ભાગ્ય નથી. ત્યારે બ્રાહણે ખૂબ આજીજી કરીને કહ્યું કે તે તમે મારું દુઃખ દૂર થાય તેટલું ધન આપો. આપને ખજાને તે અખૂટ છે. મારા ઉપર આપની દયા થશે તે મારી જિંદગીનું દરિદ્ર ટળી જશે. ત્યારે લક્ષ્મીદેવીએ કહ્યું કે આ જમીનમાં સોનામહેરેથી ભરેલે ચરૂ છે. તેમાંથી મુઠ્ઠી ભરીને તારાથી જેટલી લેવાય તેટલી સેના મહેરો લઈ લે. એટલે બ્રાહ્મણે તરત ચરૂમાં હાથ નાંખે અને મુઠ્ઠી ભરી. પણ હાથ બહાર નીકળી શક્યો નહિ. હાથ બહાર કાઢવા માટે તેણે ખૂબ મહેનત કરી મુકી છેડી દીધી તે પણ હાથ બહાર નીકળી શકે નહિ. છેવટે કંટાળીને બ્રાહણે કહ્યું દેવી! મારે હાથ બહાર નીકળતા નથી. ત્યારે દેવીએ કહ્યું કે તારો હાથ એમ બહાર નહિ નીકળે. પણ તારી પાસે જે વીસ સોના મહેરો છે તે આ ચરૂમાં મૂકી દે. પછી તારે હાથ બહાર નીકળશે. કારણ કે હું તે આસુરી સંપત્તિ છું તેથી લેવામાં સમજુ છું. દેવામાં નહિ એટલે તે રાજાએ મારો સ્વીકાર કર્યો નહિ પણ તેં લેભને વશ થઈને આ કર્યું. ત્યારે બ્રાહણે દેવીને કહ્યું - તમે આપેલી જે દશ સોના મહોરે છે તે ભલે તમે લઈ લે. પણ રાજાએ આપેલી દશ સેના મહાર સુરી સંપત્તિની છે તે તે મારી પાસે રહેવા દે. ત્યારે દેવીએ કહ્યું કે રાજાની સુરી સંપત્તિ ને મારી આસુરી સંપત્તિ સાથે રાખવાથી એ પણ આસુરી બની ગઈ. માટે જ્યાં સુધી એ વિશે વીશ સેનામહોરે ચરૂની અંદર નાંખવામાં નહિ. આવે ત્યાં સુધી તારે હાથ બહાર નીકળશે નહિ. બ્રાહ્મણ મનમાં ખૂબ મૂંઝા. છેવટે ન છૂટકે બીજા હાથે વસેવીસ સોનામહોરે ચરૂમાં નાંખી કે તરત હાથે બહાર નીકળે.
બંધુઓ ! આ દષ્ટાંતને સાર એ છે કે જેમાં બ્રાહ્મણની બધી સોનામહોરે ચાલી ગઈ. તેમ જીવનમાં અન્યાય, અનીતિથી આસુરી ધનની પ્રાપ્તિ કરી હશે તે બધું લઈ જશે. કહ્યું છે કે –
___ अन्यायोपार्जितं वित्तं, दश वर्षाणि तिष्ठति ।
प्राप्तत्वेकादशे वर्षे, समूलं तद् विनश्यति ॥ સંપત્તિ મેળવે તે સુરી મેળવે કે જે સંપત્તિ જીવનના ઉપયોગમાં આવે ને સાથે સાથે પરમાર્થના કાર્યમાં પણ તેને સારી રીતે સદુપયોગ થઈ શકે.
અનાથી નિગ્રંથને ઘેર પણ સંપત્તિ ઘણી હતી ને તેમના માતા-પિતા તેને