________________
શારદા સાગર
૫૧૯
એટલે બ્રાહ્મણ બીચારો નિરાશ થઈ ગયે. ત્યારે રાજાએ કહ્યું. ભાઈ તું કાલે રહી ગયો હતો એટલે આજે છેલેથી દેવાની શરૂઆત કરી. તે પણ આમ બન્યું માટે મારી સોના મહેરે લેવાનું તારા ભાગ્યમાં નથી. માટે અફસોસ છેડી દે.
પેલે બ્રાહ્મણ પોતાના ભાગ્યને દેશ દેતે ધન મેળવવા માટે બીજે ગામ જવા રવાના થયો. રસ્તામાં એક જંગલ આવ્યું. એ જંગલમાં એક ટેકરી પર એક સ્વરૂપવાન સુંદરીને બેઠેલી જોઈ. તે સુંદરીની દષ્ટિ બ્રાહ્મણ ઉપર પડી ને બ્રાહાણની દષ્ટિ તેના ઉપર પડી. બ્રાહ્મણે તે સ્ત્રી પાસે આવીને પૂછયું કે બહેન ! તમે કેણ છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હું લક્ષમીદેવી છું. આ ટેકરી નીચે ઘણું ધન દાટેલું છે. પણ હું ખૂબ અકળાઈ ગઈ છું તેથી અહીં આવીને બેઠી છું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે લક્ષમીજી! હું ખૂબ ગરીબ છું. તે તમે મારા ઘેર પધારોને? ત્યારે લક્ષમીદેવીએ કહ્યું કે હજુ તારા ભાગ્યના દરવાજા બંધ છે. માટે મારી આશા ન રાખીશ. પણ તું મારું એક કામ કર. આ નજીકના નગરમાં રાજાને ત્યાં જઈને એટલું કહી આવ કે લક્ષમીદેવીને તમારા રાજદરબારના ધનભંડારમાં આવવું છે.
- ત્યારે બ્રાહ્મણે લક્ષમીજીને કહ્યું કે હું રાજા પાસે જઈને તમારે સંદેશ દઈ આવું પણ એના બદલામાં મને મહેનતાણું શું આપશો? ત્યારે લક્ષમીજીએ તેને પાંચ સોનામહોરો આપી. બ્રાહ્મણ લક્ષમીદેવી પાસેથી નીકળીને રાજા પાસે આવ્યા ને લક્ષમીજીનો સંદેશ આપે. રાજાએ બ્રાહણને કહ્યું કે તું લક્ષમીજીને પૂછી જે કે તે લક્ષમી સુરી છે કે આસુરો ? જે આસુરી સંપત્તિ હોય તે મારે તેની જરૂર નથી. કારણ કે આસુરી સંપત્તિ તે તિજોરીમાં ભેગી થયા કરે છે. એ કદી દાનમાં કે પરે પકારના કાર્યમાં ઉપયોગી થતી નથી. આસુરી લક્ષમી મારા ભંડારમાં આવે તો મારા જીવનમાં વહેતી દાનની પવિત્ર ભાવના અને પરોપકારના કાર્યમાં વાપરવાનું મન થાય છે તે બંધ થઈ જાય. ત્યારે બ્રાહ્મણે રાજાને કહ્યું કે હું ત્યાં જઈને દેવીને પૂછી આવું છું પણ પહેલાં એ કહો કે મને મહેનતાણું શું આપશે ? એટલે રાજાએ તરત પાંચ સોના મહોરો બ્રાહ્મણને આપી. બ્રાહ્મણ ત્યાંથી પાછો લક્ષ્મીદેવી પાસે આવ્યો ને રાજાએ કહેલી બધી વાત કહી સંભળાવી.
લક્ષમીજીએ કહ્યું કે તું રાજાને જઈને કહે કે લક્ષ્મીદેવી તે આસુરી છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારી મહેનતની મને બીજી પાંચ સોના મહોરે આપે. એટલે લક્ષ્મીજીએ તેને બીજી પાંચ સેના મહોરો આપી. બ્રાહ્મણ રાજા પાસે આવ્યો ને કહ્યું કે લક્ષમી તે આસુરી છે. ત્યારે રાજાએ કહ્યું કે આસુરી લક્ષ્મીની સાથે સુરી લક્ષમી પણ આસુરી બની જાય. અને દીન-દુઃખી, ગરીબ કે પરમાર્થના કામમાં મારી લક્ષ્મીને જે સદુપયોગ થઈ રહે છે તે બંધ થઈ જાય ને મારું જીવન ધર્મ અને સંસ્કારવિહેણું બની જાય. માટે