________________
૫૧૪
શારદા સાગર
વ્યાખ્યાન નં.-૬૦ ભાદરવા વદ ૫ ને બુધવાર
તા. ૨૪-૯-૭૫ અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવંતની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એ પ્રભુના મુખમાંથી ઝરેલી વાણું છે. વીતરાગ પ્રભુનું પ્રસાદીરૂપ અધ્યાત્મજ્ઞાન એ તે સાગરના નીર જેટલું ઊંડુ ને અગાધ છે. તેમાંથી મહાન પુરુષે ભગીરથ પુરુષાર્થ કરી અણમોલ રત્ન પ્રાપ્ત કરી પોતાનું કલ્યાણ સાધી આપણુ જેવા પામર જીના ઉદ્ધારને માટે એ રત્નની ભેટ વારસામાં આપતા ગયા છે. જ્ઞાનની મહત્તા સમજાવતાં જ્ઞાની : મહાપુરુષોએ કહ્યું છે કે -
બહું કહો વરસે ખપે, કર્મ અજ્ઞાન જેહ,
જ્ઞાની શ્વાસોશ્વાસમેં, કર્મ અપાવે તેહ" કર્મના પિંજરામાં સપડાયેલા આપણા આત્માને આ સંસારની ચારેય ગતિઓમાં રખડપટ્ટી કરતા કેટલા દુઓ ભેગવવા પડ્યા છે તેને જે હિસાબ કરવા જઈએ તે પરસે છુટી જાય. માટે દિવ્ય પ્રકાશની જરૂર છે. જેમ આધ્યાત્મ જ્ઞાનનો પ્રકાશ મળતું જાય તેમ આપણા કર્મોનો વિનાશ થતો જાય. એ પ્રકાશના આધારે ચતુર્ગતિરૂપ વિશાળ અટવીને પાર કરીને અક્ષય સુખના ધામરૂપ મુકિતનગરીમાં પહોંચી જઈએ તે અનંત સિદ્ધ ભગવંતેનું મિલન થઈ જાય.
જેના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનના તેજ ઝળકે છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણક રાજાને કહે છે, કે હે રાજન ! મારા શરીરમાં અત્યંત વેદના થવા લાગી. મારા ગાઢ કર્મનો ઉદય થયો હતો. મારી વેદનાને કારણે બધાના દિલમાં પણ અત્યંત દુઃખ થતું હતું. છતાં પણ તેઓ મારું દુઃખ જરા પણ લઈ શક્તા ન હતા પણ તેમણે મને રેગથી મુક્ત કરવા માટે ઘણાં પ્રયત્ન કર્યા હતા.
બહુ મેં રાજેઘ બોલાવ્યા, કીધા તે ક્રોડ ઉપાય, બાવના ચંદન ચર્ચાવીયા, પણ તેને રે સમાધિ ન થાય...
શ્રેણીકરાય, હું રે અનાથી નિગ્રંથ. મારા પિતા મારા માટે પાણીની જેમ પૈસા વાપરતા હતા. આટલી સગવડતા અને સુખ હોવા છતાં મને કોઈ દુઃખથી મુક્ત કરાવી શકયું નહિ. બાવન મણ તેલની ઉકળતી કડાઈમાં બાવના ચંદનનું એક ટીપું નાંખવામાં આવે તો તે ઉકળતું તેલ શીતળ થઈ જાય. એવા કિંમતી અને શીતળ ચંદનનું મારા આખા શરીરે વિલેપન કરવામાં આવ્યું તે પણ તલ જેટલી મારી વેદના ઓછી થઈ નહિ. જે હું મારા શરીરને નાથ હેત તે આવી ભયંકર વેદના થવા દેતા નહિ. આ રીતે મારા શરીરથી પણ હું અનાથ હતો.