________________
શારદા સાગર
૫૧૩
બોલાવ્યા હતા. તેમણે મારા રોગની ચિકિત્સા કેવી રીતે કરી તે વાત પછી વિચારશું. - આપણે ત્યાં તપ-મહત્સવ ચાલી રહ્યો છે. તેમાં આજે ભાવનાબાઈ મહાસતીજીને ૨૫ મો ઉપવાસ છે. વર્ષો બહેનને ૩૦ ઉપવાસ પૂરા થયા તેમજ કાંદાવાડીમાં બા. બ્ર. પૂ. સૂર્યમુનિ મહારાજને આજે ૪૦ મે ઉપવાસ છે. ૪૧ કરવાના ભાવ છે. ધન્ય છે આ બધા તપસ્વીઓને! તમને મન થાય છે? તમે બધે હરીફાઈ કરે છે પણ આમાં કરવાની શક્તિ છે?
એક રામચંદ્ર શેઠ ખૂબ દિલાવર દિલના હતા ને એક મોતીલાલ શેઠ તે ખૂબ કંજુસ. ચમડી તૂટે પણ દમડી ન છૂટે, એક વખત બંને શેઠના નેકરે શાકમાર્કેટમાં ભેગા થઈ ગયા. કેરીની સીઝન છે. કારેલાને ટેપલે હજુ પહેલવહેલે આવ્યું છે. કંજૂસ શેઠનો નેકર કારેલાના ટોપલા પાસે ઊભો છે. ને કારેલાના ભાવ પૂછે છે. તે સમયે ઉદાર શેઠને નોકર ત્યાં આવીને કહે છે અને તારે શેઠ કંજૂસિયે કાકે છે. એ શું કારેલાનું શાક ખાશે? ત્યારે પેલે નેકર કહે છે અરે, તારે શેઠ શું ખાય! મારે શેઠ ખાશે. બંને વચ્ચે ખૂબ હરીફાઈ ચાલી. ત્યારે ઉદાર શેઠને નોકર કહે છે ભાઈ! હું કારેલાના ટેપલાના પાંચ રૂપિયા આપીશ મને આપી દે. ત્યારે કંજુસ શેઠને નેકર કહે છે, હું દશ રૂપિયા આપીશ. ત્યારે પેલે કહે હું વીસ. બીજે કહે ચાલીસ. એમ કરતાં સામાસામી હરીફાઈ કરતાં પાંચ હજાર સુધી પહોંચ્યા. ત્યારે ઉદાર શેઠનો નેકર કહે છે ભલે, હવે તારે શેઠ કારેલા ખાય. મારે નથી જોઈતા. કારેલાના ટેપલાવાળે વિચાર કરે છે કે આ લેકે આટલી વાદાવાદી કરે છે પણ અંતે મફતમાં તે નહિ લઈ જાયને? ટેપલાની કિંમત પાંચ હજાર સુધી પહોંચી ગઈ પણ અંદર તે ફક્ત પચ્ચીસ કારેલા હતા. કંજૂસ શેઠને નેકર શાકવાળાને માથે કારેલાની ટપલી ઉપડાવીને શેઠને ઘેર આવ્યા. શેઠને કહે છે શેઠ સાહેબ ! આજે તે હું બહુ મોટે સદે કરીને આવ્યો છું. શેઠ કહે શેને સદે કરી આવે? તે કહે છે કે સેનાના કારેલા ખરીદી લાવ્યા. ત્યારે શેઠ કહે છે આટલી મારી જિંદગી ગઈ. પણ કદી મેં સેનાના કારેલા જોયા નથી. ત્યારે નેકર કારેલાની ટેપલી બતાવીને કહે છે કે જુઓ, આ સેનાના કારેલા છે, એના પાંચ હજાર રૂપિયા રોકડા ગણી આપે. શેઠ કહે છે આ તું શું કહે છે? નોકર કહે છે શેઠજી! આનાથી તમારું નામ રાખ્યું છે. ટૂંકમાં એક પેસે નહિ ખર્ચનાર નાક માટે પાંચ હજાર રૂપિયા આપી દે છે. જીવે આવી હરીફાઈ ઘણી કરી છે ને છેવટમાં કર્મ બાંધ્યા છે. પણ આત્માને ઉદ્ધાર થાય તેવી કરણ કરશે તે ભવ સાર્થક થશે. વધુ ભાવ અવસરે.