________________
૫૧૬
શારદા સાગર
ભીંતેથી નીચે ઉતારી નાંખવામાં આવે છે. તેમ માનવદેહ રૂપી દેવળમાં બિરાજેલા ચૈતન્યદેવ આયુષ્ય પૂર્ણ થતાં ચાલ્યા જાય છે ત્યારે સર્વ પ્રથમ તેનું નામ બદલાઈ જાય છે. કેલેન્ડરમાંથી પૂઠું બની ગયું તેમ જીવ ચાલ્યા જાય પછી તેને તમે શું કહે છે? “શબ.” એ શબ બની ગયા પછી એને પલંગમાંથી નીચે ઉતારી નાંખવામાં આવે છે. કેમ બરાબર છે ને? પછી તેની નનામી બાંધીને સ્મશાને લઈ જઈ જલાવી દેવામાં આવે છે.
હવે સમજાય છે કે મનુષ્યભવમાં જેટલી બને તેટલી આત્મસાધન સાધી લેવાની જરૂર છે. અહીં તો સ્વાર્થની સગાઈ છે. જીવ ચાલ્યા ગયા પછી કઈ રાખશે નહિ. જે પુત્ર-પરિવારનું તમે ખૂબ પ્રેમથી પાલન કર્યું હતું તે પુત્ર જીવ ગયા પછી તેના હાથે જલાવી દેશે. તમે દુકાનેથી ઘેર આવે ત્યારે તમારા શ્રીમતીજી તમને ખમ્મા મારા સ્વામીનાથ ! કહીને સત્કારતા હોય. આ બધા શેના માન છે? જે જોઈએ તે લાવી આપો છે, બધી ઈચ્છાઓ પૂરી કરે છે, તેના માન છે. જે તેમની ઈચ્છા ન પૂરી કરી શકે તો પછી જોઈ લેજો કે કોના માન છે? તમારા કે તમારા પૈસાના? હસાહસ). માટે સમજી લેજે કે સંસાર સ્વાર્થમય છે. સ્વાર્થની સાંકળ તેડીને માયામાંથી મનને બહાર કાઢી ધર્મ આરાધનામાં જોડાઈ જાવ. આત્મ સાધના કરવાને માટે જ્ઞાની કહે છે કે સર્વ પ્રથમ તમે તમારા મનને મજબૂત બનાવે.
એક શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાની ખૂબ જિજ્ઞાસા થઈ એટલે તે ચાર પ્રશ્નોનું સમાધાન કરવા માટે પોતાના ગુરુ પાસે ગયા. ત્યારે મનનું ઔષધ આપનાર નિષ્ણાત ડોકટર જેવા સદ્દગુરુ એના પ્રશ્નનો જવાબ આપે છે. જ્ઞાની કહે છે કે મનની સ્વસ્થતા કેળવવી તે બહુ મોટી વાત છે. આખી ગાડીને ખેંચનાર એંજિન છે પણ એ એંજિનમાં મુખ્ય બળ હોય તે તે વરાળનું છે. તે વરાળ એવી તો પાતળી હોય છે કે તે હવામાં ઊડી જાય છે પણ જે તે વરાળને એકઠી કરવામાં આવે તે તેનામાં એટલી બધી શક્તિ હોય છે કે તે હજાર ટન વજનને સહેલાઈથી ખેંચી જાય છે. ટ્રેનમાં જે સ્થાન વરાળનું છે તે સ્થાન માનવ જીવનમાં મનનું છે. જેમ વરાળને જેમ તેમ વેડફી નંખાય નહિ. તેમ મનને પણ જ્યાં ત્યાં ભટકવા ન દેવાય. મન જયારે બહાર ભટકવા જાય ત્યારે તમે તેને કહેજે કે તું બહાર શા માટે જાય છે? તું તારામાં રહીને સદ્દવિચાર કર. આત્માનું ચિંતન કર. તું કોણ છે ? કયાંથી આવ્યા ને કયાં જવાને ? એવા પ્રશ્નો કર. તેમ છતાં મન નવરું પડે ને કંઈ ન ગમે તે નવકારમંત્રનું સ્મરણ કર. તમે આવી રીતે મનની સાથે વાત કરજે. તમે કદી તમારા મન સાથે આવી વાત કરી છે? પેલા શિષ્ય એના મનની સાથે એવી વાત કરી હતી ને તેના મનમાં ઉઠેલાં ને મૂંઝવતા પ્રશ્નો લઇને એ ગુરુ પાસે આવ્યું.