________________
શારદા સાગર
૫૦૯ છાને રાખવા માટે પ્રયાસ કરવા લાગી. પણ કઈ હિસાબે બાબે છાને રહેતો નથી. ત્યારે માતા મીના ઉપર ખુબ ગુસ્સે થઈ અને રસોડામાંથી બહાર નીકળી બાબાને દૂધપાન કરાવવા લાગી. પણ દૂધ પીતે નથી ને રડતે બંધ પણ નથી થતું. પારણામાં સુવાડીને મીઠા હાલરડા ગાવા લાગી તે પણ બાબે રડતે બંધ ન થયે તે ન થ.
છેવટે બપોર થતાં બાબાને પિતા દુકાનેથી ઘેર આવે છે ને પૂછે છે કે બાબ આટલે બધે કેમ રડે છે? ત્યારે તેની માતા કહે છે કે કોણ જાણે મીનાએ આંખમાં દવા નાંખી ત્યારથી રડતે બંધ થતું નથી. ત્યારે પિતા કહે છે તેની આંખમાં વધુ દુખાવો થતો લાગે છે. એકવાર ફરીને દવા નાંખી જુઓ. કદાચ દુખાવે મટી જાય. મીનાએ શીશી લાવીને પિતાજીના હાથમાં આપી. શીશી જોતાં જ પિતા કહે છે કે અરે! બાબાની આંખમાં આ દવા નાંખી હતી? ત્યારે મીનાએ કહ્યું. હા. મારી બાએ કહ્યું હતું કે કબાટ ઉપર ત્રણ શીશીઓમાં વચલી શીશીમાં દવા છે તે બાબાની આંખમાં નાંખી દે. તેથી મેં બબ્બે ટીપા નાંખ્યા છે. આ સાંભળતા બાપ તમ્મર ખાઈને ધરતી ઉપર ઢળી પડયે. થડી વારે ભાનમાં આવ્યો ત્યારે રડતે રડતે કહે છે મારા એકના એક લાડીલાની જિંદગી પણ બરબાદ થઈ ગઈ. આ શીશીમાં તે દાગીના છેવા માટે તેજાબ હતે.
આ બંને જણા જલદી બાબાને લઈને દવાખાને ગયા ને ડોકટરને વાત કરી. ડોકટર કહે છે હવે આને માટે કેઈ ઈલાજ નથી. કારણ કે આંખ અંદર સુધી બની ગઈ છે. બંને માણસ ખૂબ નિરાશ થઈને ઘેર આવ્યા. ધ ખૂબ ભયંકર છે. માતાએ ઘેર આવીને મીનને ખૂબ માર માર્યો કે તેં આ દવા નાંખી ન હોત તે મારા લાડકવાયાની આ દશા ન થાત ને? પણ એમાં મીનાનો શું વાંક હતો? એને તે માતાએ જ્યાંથી કહ્યું ત્યાંથી શીશી ઉપાડી હતી. પણ શીશીમાં શું હશે તેની એને ખબર ન હતી. આમાં ભૂલ તે માતાની હતી. છેલ્લી શીશીને બદલે વચલી શીશી કહી હતી. નાનકડી ભૂલનું કેટલું ભયંકર પરિણામ આવે છે? પણ માણસ પોતાની ભૂલ ન જોતાં બીજાની ભૂલ દેખે છે.
દેવાનુપ્રિયે! નાનકડી ભૂલનું કેવું ભયંકર પરિણામ આવ્યું? બાબાની જિંદગી રદ થઈ ગઈ. તેમ આપણે પણ આપણા જીવનમાં આવી ભૂલો ન થાય તે માટે ખૂબ સજાગ રહેવાનું છે. વડનું બીજ નાનું હોય છે પણ ભવિષ્યમાં તેમાંથી વિશાળ વડલો થાય છે. તેમાં નાનકડું કર્મ પણ ભાવિમાં વિશાળ વડલા જેવું બનીને ઉદયમાં આવે છે ને કર્મો તે કોઈને પણ છેડતા નથી. ભગવાન મહાવીર સ્વામી જેવા કેવળજ્ઞાન પામ્યા પછી પણ ગોશાલકે તેમના ઉપર તેજલેશ્યા છોડી. તેજલેશ્યા ભગવાનને કંઈ કરી શકી નહિ પણ તેની ગરમીથી ભગવાનને છ મહિના સુધી લેહીના ઝાડા થયા હતા. તીર્થકર ભગવંતને પણ કર્મે છેડયા નથી તો આપણે શું હિસાબમાં?
ભલે હોય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુખ રહિત ન કેઈ, . . જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રે. . . . . . .