________________
શારા સાગર
૫૦૦
ટીપું પણ ના પાવું એ ઢઢેરે. પીટાવ્યો. રાજા-રાણીના હદય ચંડાળથી પણ બૂરા બની ગયા છે. ચંડાળ દૂર હોયે છે પણ ક્યારેક તે ચંડાળના હૃદય પણ પીગળી જાય છે. બંધક મુનિની ચામડી ઉતારવા માટે રાજાએ ચંડાળને આજ્ઞા કરી અને ચંડાળ મુનિની ચામડી ઉતારવા ગયા-પણ ક્ષમાના સાગર એવા મુનિનું મુખ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું કે શું આપણે આવા પાપ કરવાના? શું આવા પવિત્ર મુનિની. આપણા હાથે ઘાત કરવાની? આ રીતે ચંડાળનું હદય પણ પીગળી ગયું. પણ આપણે રાજા તે પિતાની પુત્રીનું દુઃખ જોઈને પણ પીગળે નહિ ને કેવી નિરાધાર સ્થિતિમાં અંજના વનવગડે ચાલી ગઈ. આ રીતે પ્રજા રાજાને ફીટકાર દે છે, હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૨૯ ભાદરવા વદ ૪ ને મંગળવાર
- તા. ર૩-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! .
આ દુનિયામાં ભગવાન મહાવીર સ્વામી આદિ જે જે મહાન પુરુષ થઈ ગયા છે તે બધાએ એક માર્ગ બતાવ્યું છે કે સત્સંગ જેવી કેઈ સુવર્ણસિદ્ધિ નથી. સત્સંગ શું કામ નથી કરતો? તમને સંતો અને પ્રભુનું શાસન મળ્યું છે તે એક વખત સાધક બનીને એવી સાધના કરી લે કે આત્માની પિછાણુ થઈ જાય. જે સાધક સત્સંગ કરે છે તે અનુક્રમે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સત્સંગમાં મહાન શક્તિ રહેલી છે. સંતને બતાવેલ માર્ગ જે હસ્તગત થાય તે બાહસ્થિતિ ટળી જાય છે ને વિતરાગ પ્રભુની આજ્ઞામાં અર્પિત થાય તેને સાધક દશાને સાક્ષાત્કાર થાય છે. જે જીવને સત્સંગને મહિમા સમજાય છે તેને થમ ભાંગી જાય છે ને તે એ તે મહાન બની જાય છે કે શશીને શરમાવે ને રવિને રડાવે તેવું પ્રાપ્ત કરે છે. લોભવૃત્તિના લેઢાને નાશ કરે છે. લોભવૃત્તિ એટલે કે જેની લેઢા જેવી પ્રકૃતિ છે તેને સત્સંગ રૂપી સિદ્ધિ વડે ગાળી નાંખે છે.
બંધુઓ! જ્યારે તમે રૂપિયાની નોટ ગણતા હો ત્યારે તમને ભજન યાદ આવે છે ખરું? (તામાંથી અવાજ:- ના.) પૈસાને સુમેળ સાધે છે ત્યારે ભેજન, પુત્રપરિવાર કંઈ યાદ આવતું નથી. કારણ કે પૈસાને પ્યાસી માનવ છે. તેના કારણે સંસારના રંગરાગ અને હાવભાવને ભૂલે છે પણ જે એક વખત શિવસંગી -સત્સંગી બની જાય તે સંસારભાવ રહેજે છૂટી જાય છે. જે સત્સંગને અનુરાગી બને તેને સંસારની વાસના છેડવાનો પ્રયત્ન કરે પડતું નથી. પણ સત્સંગની શક્તિ એવી છે કે ગમે તેવા વિષયની પ્રચંડ અગ્નિ હોય તે પણ તેને શીતળ બનાવી દે છે. 1 શ્રેણીક રાજાને અનાથી મુનિને સમાગમ થયું છે. તેને સમાગમ મનુષ્યને