________________
સારા સારા
૫૦૫
તાપસ નથી જાણતું કે આ કેણ છે? તત સળગતું લાકડું ચીરીને નાગ-નાગણ બતાવે છે ને કુમાર તેમને નવકારમંત્ર સંભળાવે છે. તેના પ્રતાપે તે નાગ-નાગણ મરીને ધરણેન્દ્ર અને પદમાવતી દેવી બને છે. આ તરફ લકે કમઠને ફટકાર આપે છે કે શું આ તે કંઈ ધર્મ કહેવાતું હશે? એની ખૂબ નિદા થાય છે. આટલા બધા ભકતની વચમાં તેનું અપમાન થવાથી તેની સાથે મનમાં દુઃખ રહી ગયું ને કમઠ મરીને મેઘમલી નામને દેવ બને છે. મેવમાલી દેવને જ્યાં વરસાદ વરસાવે હોય ત્યાં વરસાવી શકે.
જયારે પારસનાથ ભગવાન દિક્ષા લઈને એક દિવસ ઘેર જંગલમાં ધ્યાન ધરીને ઉભા હતા તે સમયે મેઘમાલી દેવ મૃત્યુ લેકમાં અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે ને પૂર્વનું વૈર જાગૃત થાય છે કે અહો! આ તે મારું અપમાન કરનારે પેલે છોકરે છે બસ, હવે તેને બતાવી દઉં. મેઘમાલી દેવ ત્યાં ધોધમાર વરસાદ વરસાવે છે. ત્યાં એટલા બધા પાણી ભરાઈ ગયા કે ભગવાનના ગળા સુધી પાણી આવી ગયા. છેવટે દાઢી સુધી પાણી આવ્યા પણ પ્રભુ તે તેમના સ્થાનમાં મસ્ત ને અડગ રહ્યા. તે સમયે નવકાર મંત્રના પ્રભાવે જે નાગ-નાગણી ધરણેન્દ્ર અને પદ્દમાવતી થયા હતા. તેઓ ઉપગ મૂકીને જુવે છે કે આપણે તેના પ્રતાપે દેવ થયા? ત્યાં સૂવે છે કે આપણું પરમ ઉપકારીને આવે ઉપદ્રવ થયા છે. બંને જણ નીચે ઉતર્યો. એક નાગ બનીને માથે છત્ર ધરે છે. અને બીજા નીચે આસનની જેમ બેસી જાય છે. જેથી પ્રભુને કેઈ જાતની આંચ આવે નહિ. મેઘમાલી દેવ ખૂબ જોરશોરથી વરસાદ વરસાવે છે. સાત દિવસ ને સાત રાત્રી સતત વરસાદ વરસ્ય. નગરમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા પણ ભગવાન પારસનાથને કોઈ જાતને વાંધો આવ્યું નહિ. એક દેવ ઉપદ્રવ કરે છે જ્યારે બીજા તેમનું રક્ષણ કરવા આવ્યા હતા. પણ પ્રભુને તે બચાવનાર પ્રત્યે રાગ નથી અને ઉપદ્રવ આપનાર પ્રત્યે દ્વેષ નથી. ધન્ય છે આવા મહાન ભગવંતેને!
અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે હે રાજન! મારા શરીરમાં જાણે કે ઈન્દ્ર તેનું વજના સેંકતા હોય, તેવી ભયંકર તીવ્ર વેદના થવા લાગી. તે સમયે મારું દુઃખ જોયું જતું ન હતું. મારા માતા-પિતા, ભાઈઓ, ભગિનીઓ, પત્ની અને મિત્રે બધા મને ઘેરીને બેઠા હતા ને મારું દુખ જોઈને ચોધાર આંસુએ રડતા હતા. પણ કઈ મને રેગથી મુકત કરવાને સમર્થ ન હતું. હે રાજન! તમને એમ થતું હશે કે જેને માટે આટલા સગાં સનેહીઓ રૂદન કરતા હતા તે શું ડોકટર નહિ લાવ્યા હોય તે મારા માટે કેવા કેવા ડોકટરે ને કેણ કોણ આવ્યા હતા તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ સતી અંજનાના જમ્બર કર્મને ઉદય વતે છે. પણ એક બ્રાહ્મણને ખૂબ દયા આવી ને ગામ બહાર જઈને તેને પાણી પાયું. ત્યાર પછી શું બન્યું?