________________
શરદો સાગર
પ૦૬
સતી અંજના વનની વાટે:આશા મેલી રે પીયર તણી, સિંહની પેરે મન કીધું છે ધીર તે, શુરા ક્ષવી જેમ રણે ચહે, શરીર સંભાળીને સાચવ્યા ચીર તે, ઉજજડ વનમાંહે સંચર્યા, પર્વત અચલ ઊગતુંગ તે છે કે
ધે ચઢાવી રે કામિની, લઈ ચઢી તેણે પર્વત શૃંગ તે સતી રે ,
પીયરની આશા છેડીને ભૂખી-તરસી અંજના સતીએ મહેન્દ્રપુરીના રાજમાર્ગો વટાવી દીધા. સતી અંજના કર્મોને ખપાવવા માટે શૂરવીર બની ગયા છે. માતા-પિતા, ભાઈ-ભાભીએ કેઈને દોષ ન દેતાં પિતાના કર્મને દોષ દેતી જંગલની વાટ પકડી. ખાધા-પીધા વગર ભૂખ્યા તરસ્યા પગ ઉપડતા નથી. હૃદય ભરાઈ આવ્યું. આંખમાં આંસુનાં પૂર વહેવા લાગ્યા. તે ખૂબ કરુણ સ્વરે રુદન કરવા લાગી.
- “સતી અંજનાના વિલાપથી પશુ પણ ધ્રુજી ઉઠયા વસંતમાલા હવે પિતાની સખીનું દુઃખ જોઈ શકતી નથી. તે પણ ખૂબ રડી રહી હતી. અંજનાના દુઃખની હવે હદ આવી ગઈ છે. અંજનાને આશ્વાસન આપવા માટે હવે તેની પાસે કોઈ શબ્દ ન હતાં. અને જણા ઘેર જંગલમાં જઈ ચઢયા. સૂર્યાસ્ત થવા આવ્યું હતું. અંજના હવે ચાલી શકે તેમ ન હતી. ત્યારે વસંતમાલા કહે છે બહેન! આ જંગલમાં વાઘ-વરૂ ને સિંહ ઘણાં હશે ને આપણને ફાડી ખાશે તે આપણે આ ઝાડની મજબૂત ડાબી જેઈને તેના ઉપર ચઢી જઈએ. પણ અંજના કહે છે, બહેન ! હું ઝાડ ઉપર નહિ બેસી શકું. ત્યારે વંસંતમાલા પોતાની સખીને ખંભે બેસાડીને ઉંચા પર્વત ઉપર ચઢે છે. બંધુઓ! જગતમાં સખી છે તે આવી છે કે જે અંજનાના ખરા દુઃખના સમયે કેટલું કામ કરે છે! છતાં દુઃખથી સહેજ કંટાળતી નથી. . .
. . . . * અંજના તે વનમાં ચાલી ગઈ પણ પાછળથી નગરમાં શું બન્યું નગરના લેકે બોલવા લાગ્યા કે અહો! આપણા રાજા સાહેબ કેટલા ક્રૂર છે, નિય છે કે એક ટળવળતી નિરાધાર પિતાની પુત્રીના સામું પણ ના જોયું.. જરા પણુ યા ન આવી. ધિક્કાર છે મહારાજા તમને! તમારી પુત્રીની તમને દયા ન આવી તે બીજાની દયા કયાંથી કરશે ? ખેર, રાજા તે નિય બન્યાં પણ મહારાણીજી કેવા? માતાને તે દીકરી પ્રત્યે કેટલું વહાલ હોય! અરે રે... દીકરી આંગણે જઈને ઉભી રહી. માતા સેનાના હિંડળે હીંચતી હતી પણ ઉઠીને એમ ન કહ્યું, કે બેટા ! તને શું દુ:ખ છે? તારી આ દશા કેમ થઈ? તારે શું ગુન્હ છે? ખરી રીતે તે રાજાએ અંજૈનાને રાખવી જોઈએ અને તેને બધી વાત પૂછીને તેના સાસરિયાને કહેવું જોઈએ. અગર, પવનજીને મળ્યા પછી સા નિર્ણય કરવો જોઈએ. કે આ બાબતમાં સાચી હકીકત શું છે? પણ અંજનાને આમ તરછોડી દેવી ન જોઈએ. માતા પણ કેવી ક્રૂર બની ગઈ કે પિતે તે પાણી ન પીવડાવ્યું પણ આખા નગરમાં પણ અંજનાને કેઈએ આશ્રય ના આપો કે પાણીનું