________________
૫૧૦
શારદા સાગર - કમ તે કોઈને છોડતું નથી. છતાં જ્ઞાની અને અજ્ઞાની બંનેમાં ફેર એટલે છે કે જ્ઞાની પુરુષ કર્મોદય સમયે ખૂબ સમતાભાવ રાખીને કમને ખપાવી દે છે. ને અજ્ઞાની
આત ધ્યાન કરીને નવા કર્મો બાંધે છે. જ્ઞાનીને કર્મ ઉદયમાં આવે ત્યારે શું કહે ? હોય...હાય. મેં કર્મો કર્યા છે તો તે ઉદયમાં આવ્યા છે. એમાં શું નવાઇ? અજ્ઞાની જેને અશાતાને ઉદય થાય ત્યારે એમ કહે કે એય....એય, આ કર્મ મને ક્યાંથી ઉદયમાં આવ્યું. હવે મારાથી સહન નથી થતું. જલદી મટી જાય તે સારું? એમ બેલે છે. ત્યારે જ્ઞાનીઓ તે એમ જ કહે છે કે – દુખ આવે મનવા જયારે ત્યારે રેવું શા માટે? જે વાવ્યું તે ઊગે છે એને શેક શા માટે? જે પૂર્વે કર્યા કર્મો તે આ ભવે ઉદયમાં આવ્યા છે (૨) જયાં બાવળીયા વાવ્યા ત્યાં એને કાંટા ઊગવા લાગ્યા છે (૨) અંગે અંગે ભેંકાયા છે, પિતાના આજ પરાયા છે, આ બધી કરમની માયા છે. પાપ કરેલા પ્રગટે જયારે ત્યારે રેવું શા માટે?
- જે વાવ્યું તે ઊગે છે એને શેક શા માટે? | હે જીવ! તેં જે પૂર્વે વાવ્યું છે તે આ ભવમાં લણવાનું છે તે હવે શેક શા માટે કરે છે? તું કર્મના દેણની પતાવટ કરવા આવ્યા છે તે જ્યાં સુધી તારી શકિત છે ત્યાં સુધી કર્મના દેણાં ભરપાઈ કરી દે. એ ભરપાઈ કરવામાં એક પાઈની પણ ગલતી નહિ ચાલે. તમારા ચોપડામાં ગલતી થશે તે વાંધો નહિ પણ કર્મરાજાના ચેપડામાં તે પાઈ પાઈને હિસાબ ચૂકતે કરી દેવું પડશે. જ્યાં સુધી હિસાબ નહિ પતે ત્યાં સુધી છુટકારો થવાને નથી.
આપણે અનાથી નિગ્રંથની વાત ચાલે છે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે હું કેવી રીતે અનાથ હતો! મારે ઘેર ધનને તૂટો ન હતો. છતાં જ્યારે રોગ ઉત્પન્ન થયે ત્યારે ધન, મિક્ત, માતા-પિતા, ભાઈ, ભગિની કે પત્ની કે મને રેગથી મુકત બનાવવા સમર્થ ન બની શક્યા ઉપરની ત્રણ ગાથામાં અનાથી મુનિની વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આંખમાં, પેટમાં, વાંસામાં, આખા શરીરમાં કારમી વેદના થવા લાગી છતાં કઈ શાંતિ આપી શકવામાં સમર્થ ન થયા.
આ વાત કહેવાને મુનિનો હેતુ એ છે, કે રાજાને સાચી અનાથતાનું ભાન કરાવવું છે. હે રાજન! તું બાહ્ય શત્રુઓને જીતવા માટે સેન્ય રાખે છે પણ જે શત્રુઓ શરીરમાં રહીને પીડા આપે છે તેને જીતવા માટે તારી પાસે કંઈ ઉપાય છે? જે શત્રુઓ ચર્મચક્ષુથી દેખાય છે તેને તે તું નાશ કરી શકશે પણ જે શત્રુઓ પિતાના શરીરમાં રહેવા છતાં દેખાતા નથી એને તું કેવી રીતે નાશ કરી શકે? આ સંસારમાં આત્માને