________________
૫૦૮
શારદા સાગર
અધમમાંથી ઉત્તમ બનાવી દે છે. રાજા શ્રેણીક એક વખત કે મિથ્યાત્વી હતે? પણ સંત સમાગમ થતાં તેમના જીવનનું કેટલું પરિવર્તન થઈ ગયું! સંત સમાગમના પ્રભાવથી તે સમકિત પામ્યા ને શાસનની એવી પ્રભાવના કરી કે જેના પ્રભાવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું ને આવતી ચોવીસીમાં પદ્દમનાભ નામના મેથી પ્રથમ તીર્થકર બનશે. ભકતમાંથી ભગવાન બની જશે. પણ અત્યારે શ્રેણીક રાજાને આત્મા નરકમાં છે. આ પવિત્ર આત્મા નરકમાં કેમ ગયે તે તમે જાણો છો? - રાજા શ્રેણીકને જ્યારે સંતોનો સમાગમ થયો ન હતા ત્યારે તેને શિકારનો ખૂબ શેખ હતો. તે રોજ જંગલમાં શિકાર કરવા માટે જતા. એક દિવસ શિકાર કરવા ગયા તે સમયે એક ગર્ભવંતી હરણીને વીંધી નાંખી. શિકારની પાસે જઈને એવા હરખાયા કે અહો! મારા જે શિકાર કરતાં કોને આવડે છે. ગર્ભવતી હરણીને વીંધી નાંખી ને પાછો તેમાં તીવ્ર રસ આબે ને હરખાયા. તેમાં મહાન પાપ બાંધ્યું. અહ! મારા જેવું નિશાન તાકતા કેઈને આવડતું નથી. એકી સાથે મેં બે જીને કેવા વીંધી નાંખ્યા આમાં તેમને ખૂબ આનંદ આવ્યો. હૈયું હરખાઈ ગયું ત્યાં તેમણે નરકના આયુષ્યને બંધ પાડી દીધું. તેના કારણે શ્રેણીકરાજાને નરકમાં જવું પડ્યું.
બંધુઓ! આ રીતે આત્મા અનંતકાળથી અજ્ઞાનને વશ થઈને ઘણી ભૂલો કરતે આવ્યો છે ને એ ભૂલના કારણે અનંત સંસારમાં ભમે છે. છતાં પોતાની ભૂલને ભૂલ તરીકે સ્વીકારતા નથી અને પિતાની ભૂલના કારણે જે દુખ પડે છે તેને આપ બીજા ઉપર કરે છે. આ એક પ્રકારનું મિથ્યાત્વ છે ને? એક નાનકડી ભૂલનું પણ કેવું વિષમ પરિણામ આવે છે, તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક શેઠને ત્યાં છ દીકરીઓ પછી એક દીકરો હતે. તે છેક ખૂબ સ્વરૂપવાન હતું તેથી તેનું નામ શ્યામસુંદર પાડવામાં આવ્યું. પણ તેને લાડથી સૌ બાબ કહીને બેલાવતા હતા. આ બાબો દશ મહિનાને થતા એક દિવસ તેની આંખે ખૂબ આવી ગઈ. તેને માટે તેની માતાએ ઘણું ઉપચાર કર્યા પણ કઈ રીતે આંખ મટી નહિ ત્યારે ડેકટર પાસે લઈ જઈને દવા લાવ્યા. દવાની બાટલી તેની માતાએ બીજી શીશીઓ ભેગી મૂકી હતી. સમય થતાં માતાએ તેની મોટી દીકરીને કહ્યું. મીના! કબાટ ઉપર ત્રણ શીશીઓ પડી છે. તેમાં વચલી શીશીમાં દવા છે તે બાબાની આંખમાં બબ્બે ટીપા નાંખી દે. મને દશ વર્ષની બાળકી હતી. તેણે માતાના કહેવા મુજબ બાબાને મેળામાં સૂવાઈ એક આંખમાં બે ટીપા દવા નાંખી ત્યાં તે બાબાએ કારમી ચીસ પાડી. પણ આંખ દુખતી હોય ત્યારે તેમાં દવા નાંખવાથી બાળક વધુ રડે તેમ માનીને મીનાએ તેના ભાઈને ગોઠણ નીચે દબાવીને બીજી આંખમાં પણ બે ટીપા દવાના પાડી દીધા. ત્યાં બાબો તરફડી ઊઠ. એટલે દવાની શીશી તે ત્યાં પડી રહી ને મીના બાબાને તેડીને