________________
શારદા સાગર
૫૦૩
વિકટ પ્રશ્ન ઉભા થયેા. શું કરવું ? કયાં જવું? કાંઈ સૂઝ પડતી નથી. શરમ છેડીને ફાઇ નજીકના સગા સબંધી પાસે જાય તે કઇ સામું પણ ન જુએ, ખેલાવે નહિ પણ ઉપરથી તેમનું અપમાન કરીને કાઢી મૂકે. આ સંસાર કેવા સ્વાર્થમય છે! જો એમની પાસે પૈસા હાત તા કેઇ આવું કરત ? જ્યાં જુએ ત્યાં પૈસાના માન છે ને! આ કુટુંબ કડકડતી ગરીબાઈથી ધ્રૂજી રહ્યું છે. દાંત અને દાણા વચ્ચે વેર થયું છે. છતાં તેમના જીવનમાં સદ્ગુણ ને સદાચારની કેટલી સાર છે
ઢિવાળીના દિવસે નજીક આવતા હતા. ઘરમાં ખાવા માટે મીઠાઇની વાત તે દૂર રહી પણ એક યુએ-સુકે ટલે ખાવા માટે શેર જુવાર કે ખાજરી પણ ન હતી. દિવાળીના દિવસેામાં ગામડામાં ખાંડ-તેલ-ગેાળ-ઘીના વહેપાર સારા ચાલે પણ ખાંડ ખરીદવા પૈસા કયાંથી લાવવા? ખૂબ કાળી મજૂરી કરીને એકેક પૈસે ભેગા કરીને બચાવેલા ફકત દોઢ રૂપિયા તેના ઘરમાં હતા. પેાતાના ખાર વર્ષના પુત્રને પિતાએ નજીકના શહેરમાં દાઢ રૂપિયા આપીને ખાંડ લેવા મેાકલ્યે. શહેરમાં એક દુકાને જઇને દોઢ રૂપિયાની ખાંડ ખરીદી. ખાંડ લીધા પછી પૈસા વહેપારીને આપ્યા. વહેપારીને તે દિવસેામાં વહેપાર ખૂબ ધમધાકાર ચાલે. ઘરાકી ખૂબ હતી એટલે છેકરાએ કેટલા પૈસા આપ્યા તે નજર કર્યા વિના ગલ્લામાં મૂકી દીધા.
માર વર્ષના છોકરા ખાંડની પાટલી ઉપાડીને રવાના થયા. રસ્તામાં ખિસ્સામાં હાથ નાંખતા આઠ આના નીકળ્યા. ત્યારે તેને ખબર પડી કે વહેપારી પાસેથી મેં દેઢ રૂપિયાની ખાંડ લીધી ને એક રૂપિયા આપ્યા છે. આઠ આની તે ખિસ્સામાં ભૂલથી રહી ગઈ છે. આજે તમને આઠ આનાને હિસાબ નથી પણ ગરીબાઇમાં આઠ આના એટલે આઠ રૂપિયા જેવા. હવે આપવા કેવી રીતે જવું? છેકરા ખાંડ લઈને ઘેર આવ્યે ને તેના પિતાને સર્વ વાત કરી. ત્યારે ખાપ કહે છે, બેટા ! તેં આ બહુ ખાટુ કર્યું છે. આપણે પાપના ઉદ્દયથી ગરીબ છીએ પણ ચાર નથી. ખાવા ન મળે તે ભૂખે મરી જવુ બહેતર છે પણ આવું અનીતિનુ કામ આપણાથી ન થાય. આવું કરવાથી આપણા કુળની આબરૂને ખટ્ટો લાગે.
પિતાજી! આ તે ભૂલથી બન્યુ છે. મે કઇ જાણી જોઇને આવું કર્યું નથી. આઠ આની ખચી છે તે આપણી દિવાળી સારી જશે. ત્યારે બાપ કહે છે, બેટા ! આ તા દિવાળીની હાળી કરવા જેવુ કહેવાય. આજે ને આજે તું જા ને શેઠની પાસે ક્ષમા માંગી શેઠને આઠ આના પાછા આપી આવ. અનીતિનું ધન આપણા ઘરમાં રહે તે આપણા તન અને મનને પણ મગાડે. ખાર વર્ષના ખાળક પાંચ માઇલની મજલ કાપીને આન્યા હતા ને પિતાજીની આજ્ઞા થતાં તે તરત પાછો શહેર તરફ જવા રવાના થયા. આવી ભીષણ ગરીબાઈમાં ભીસાયેલ ખાળકે શેઠની પાસે ક્ષમા માંગી. ત્યારે ત્યાં ઉભેલા