________________
શાદ્ય સાગર
૪૯૭
હું આ મારા ભાઈને મારી નાંખ્યું તે આ બધું ધન મને મળી જાય. હું આ રીતે વિચાર કરી તેને મારવાને રસ્તે શેતે હતું ત્યાં રસ્તામાં કૂવે આવ્યું. મારો ભાઈ પીવા માટે પાણી લેવા ગયો. ત્યાં મને થયું કે મારો ભાઈ જેવો વાંકે વળીને પાણી સીંચવા જાય તે તેને ધકકે મારું કે જેથી તે કૂવામાં પડીને મરી જશે. ને આ બધી મિલકતને સ્વામી હું બનીશ. હું સુખી થઈશ. આ વિચાર આવ્યું પણ તેમ કરવાને પ્રસંગ ન આવ્યું. આગળ ચાલતાં સરોવર આવ્યું. ત્યાં કિનારે ઝાડ નીચે અમે સૂતા હતા. ત્યાં મારા મનના દુષ્ટ પરિણએ પાસું બદલ્યું. અહા હે આત્મા! તું કેટલે દુષ્ટ બને છે? તારા મનમાં કેટલા દુષ્ટ વિચાર આવ્યા? તારે કેટલી જિંદગી જીવવું છે કે તું આવા પાપ કરવા તૈયાર થયો? મારું દિલ દ્રવી ગયું. પરિણામની ધારા શુદ્ધ બનતી ગઈ. અરેરે..આ તુચ્છ ક્ષણિક ધનના લાભથી મારા ભાઈને મારી નાંખું? ના...ના. આ ધન મને આવા અધમ વિચારો કરાવે છે માટે એ ધન ના જોઈએ. તરત ઊઠીને આખી ઝવેરાતથી ભરેલી વાંસળી સરોવરમાં ફેંકી દીધી. મારે ભાઈ એકદમ મારી પાસે આવ્યો ને કહે ભાઈ! તેં આ શું કર્યું? કાળી મહેનત કરીને લોહીના ટીપા પાડીને આપણે આ ધન કમાયા હતા. તે તેં સરોવરમાં ફેંકી દીધું? ભાઈ! મેં ધન નથી ફેંકયું પણ આપણું બંને ભાઈ વચ્ચે દુશ્મનાવટ કરાવનાર દુશમનને ફેંકયો છે. આપણે બંને એક થાળીમાં જમનાર, એક પથારીમાં સૂનાર, અને એક ગ્લાસ પાણી પીનાર એવા બને ભાઈના પ્રેમને તેડાવનાર દુશ્મનને ફેંકી દીધું છે. જેમ ધોતી અથવા સાડી ઊભા અને આડા તારથી વણાયેલી છે. પણ પહેરનારને ખબર નથી હોતી કે આ આડા-ઊભા તારથી વણાયેલું છે. તેવી એકતા આપણામાં છે ? મેં ભાઈના ચરણમાં પડી મારા દિલની વાત કરી દીધી. ખૂબ રડ. કેટલે અધમ પાપી કે મને આવા દુષ્ટ વિચાર આવ્યા? આ સાંભળી મારા ભાઈએ કહ્યું- ભાઈ ! હું પણ આવા ગંદવાડમાં પડેલે હતે. મને પણ તારા જેવા અધમ વિચાર આવ્યા હતા. ભાઈ! તે સારું કર્યું. આ ધન અનર્થનું મૂળ છે. અમે હતા તેવા ગરીબ બની ગયા છતાં મનમાં દુઃખ નથી પરંતુ આનંદ હતું કે ભાઇભાઈના ખૂન કરાવે એવી લક્ષ્મીને સ્વેચ્છાએ ત્યાગ કરી સરોવરમાં ફેંકી દીધી. અમારા મનમાં થયું કે આપણે ઘેર જઈશું. મા બહેન ભૂખે ટળવળતા હશે. તેઓ પૂછશે કે શું કમાણી કરીને આવ્યા? તો કહેશું અમે કમાણી કરી છે તેના જેવી સુંદર કમાણી કેઈએ નથી કરી. અમે બંને ભાઈ ઘેર આવ્યા.
* મુનિ પોતાની વાત અભયકુમારને કહી રહ્યા છે. હે અભય! પછી કેવી અજબની ઘટના બની. અમે જે વાંસળી ફેંકી તે સરોવરમાં માછીમારના હાથમાં આવી. વાંસળીનું લાકડું ખુબ મજબૂત હતું. તે માછીમાર વાંસળી વેચવા માટે અમારા ગામમાં આવ્યું. તેને ખબર ન હતી કે આમાં ધન છે. તે વાંસળી મારી બહેને ખરીદી. એણે વાંસળી જોઈ. વાંસળીને સાંધે જોતાં મનમાં કૂતુહલ જાગ્યું કે આને સાંધે કેમ મારેલો છે?