________________
૫૦૦
શારદા સાગર
આ ચાર ફળ ઉપરથી પિચા પણ અંદરથી કઠણ હોય છે. આંબે એટલે પાકી કેરી ઉપરથી પિચી હોય છે પણ ગોટલો કેટલો કઠણ હોય છે ! તે રીતે જાંબુ, કરમદા, ચણીબોર, એ ત્રણેના પડ ઉપરથી પિોંચા છે પણ અંદર ઠળિયે કઠણ હોય છે. તેમ મારા માતા-પિતા, ભાઈ-ભાભી ઉપરથી પોચા પણ અંદરથી કઠણ છે. તેથી હે જોષી વીરા ! નગરમાં આણ દેવરાવી કે કોઈએ અંજનાને પાણી પીવડાવવું નહિ તેથી મારા વીરા ! નગરમાં પાણી પાનાર મળે તે પણ પીવું નહોતું. - પરંતુ આ દયાળુ બ્રાહ્મણને અંજના પ્રત્યે એટલી દયા આવી છે કે મારું જે થવું હોય તે થાય પણ મારે તેને પાણી પીવડાવવું એ સાચું. તેથી તે અંજનાની પાછળ ગામ બહાર ગયો પણ પાછો ન વળે. આટલા મોટા નગરમાં કઈને દયા ન આવી ને એક બ્રાહ્મણને દયા આવી તે પણ પૂર્વને સબંધ છે. આ સબંધના કારણે તેને અંજના પ્રત્યે પ્રેમ ને સ્નેહ ઉભરા છે. - હવે અંજના ગામ બહાર ચાલતાં ચાલતાં ગાઢ જંગલમાં ગઈ. એ જંગલ એવું ગાઢ અને વૃક્ષેથી છવાયેલું છે કે જયાં સૂર્યના કિરણે પણ પહોંચી શકતા નથી. તે ઉજજડ અટવીની આગળ ઊંચા પર્વતો પણ ઘણાં છે. જેથી ત્યાં ગાઢ અંધારું છે. તે અંધારું એટલું બધું છે કે માણસ એકબીજાના મુખ પણ જોઈ શકે નહિ. એવા ભયંકર જંગલમાં ઝાડ નીચે બેસીને અંજના પાણી પીવે છે. તે કહે છે એ મારા વીરા ! તું સુખી થજે. આવા સંકટમાં પણ સતી અંજના પોતાના કર્મોને યાદ કરી નવકાર મંત્રનું સ્મરણ કરી રહી છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
(આવતી કાલે કાંદાવાડી જવાનું હોવાથી વ્યાખ્યાન બંધ છે.)
વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા વદ ૩ ને સેમવાર
તા. ર૩-૯-૭૫ અનંત કરૂણાનિધિ ભગવતેએ આ જગતના છ સામે કરૂણાભરી દષ્ટિ ફેંકીને જોયું તે સંસારમાં રહેલા છે સુખ અને દુઃખના તડકા છાયામાં ઘૂમી રહ્યા છે. ને ચતુર્ગતિમાં ચક્કર લગાવી રહ્યા છે, છતાં તેનો તેને થાક નથી. જેને થાક લાગ્યો હોય તેવા જવાને માટે વિતરાગ પ્રભુ આગમવાણું મૂકીને ગયા છે. આગમમાં જ્ઞાનીએ કહે છે કે માનવ! તેં કેટલા જન્મ-મરણ કર્યા તેને હિસાબ કર. અરે, તેં એટલી માતાએ કરી છે કે જેના દૂધ પીધા તે દૂધથી સમુદ્ર ભરાઈ જાય અને એટલા મરણ કર્યા છે કે જેની પાછળ માતાઓએ રૂદન કર્યા તે આંસુથી સમુદ્ર ભરાઈ જાય. આટલા જન્મ-મરણ કર્યા છતાં પણ હજુ તે હતા ત્યાંના ત્યાં છે.