________________
શારદા સાગર
૪૯
જ્યારે આત્માને સદગુરુઓ પાસેથી સાંભળીને કંઈક સમજણ આવે અને સ્વરૂપમાં કરવાને પ્રવેશ કરવાનો આરંભ કરે છે ત્યારે તેના ઉપર મહરાજાની પકડ ઢીલી થાય છે અને ધર્મરાજાને ઓળખવા ને તેને પરિચય કરવા જીવ તૈયાર થાય છે. પણ પાછો મહામુત્સદી મહરાજા બરાબર સમયને ઓળખીને તે આત્માને પાછો પાડવા પિતાના પરિવારના કેઈ પણ યોગ્ય મેમ્બરને મોકલે છે ને સાચી સમજણ વગરના આત્માને ઊંચા સ્થાનેથી નીચે પછાડે છે.
પરિગ્રહ મોહરાજાના પરિવારને એક મેમ્બર છે. સમય જોઈને તે છેને બરાબર ફસાવે છે. અત્યાર સુધીમાં અનંતાનંત છે તેના ભોગ બન્યા છે. પરિગ્રહના શિકાર બનેલા અનંતાનંત છને મોહરાજાએ નરકાદિ દુર્ગતિમાં ધકેલી દીધા છે. દા. ત. બ્રહ્મહત્ત ચક્રવર્તિ, સુભૂમ ચક્રવર્તિ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ આદિ ઘણુ મનુષ્ય, આ અવસર્પિણી કાળમાં નરકાદિ ગતિમાં ગયા. તેમાં મહત્તા પરિગ્રહની હતી. બંધુઓ ! એમ નહિ સમજતાં કે પરિગ્રહને શિકાર બનેલ જીવ એક વખત નરકાદિ દુખે ભોગવી લે પછી તેના દુઃખથી અને પરિગ્રહથી છૂટકારો થઈ જાય એવું નથી. આ પરંપરા લાંબા કાળ સુધી ચાલે છે. પરિગ્રહમાં સુખની કલ્પના કરી તે મેળવવા માટે ભયંકર પાપ આચરી કિંમતી મનુષ્યભવ હારી જઈ ભયંકર સંસારમાં ભટકવા જીવ ચાલ્યો જાય છે. પરિગ્રહના શિકારમાં ફસાયેલ છની કેવી દુર્દશા થાય છે તે આપને એક દષ્ટાંત આપીને સમજાવું.
મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીની ખૂબ જાહોજલાલી હતી ત્યારની વાત છે. મગધ સમ્રાટ શ્રેણીકના પુત્ર અને ૫૦૦ પ્રધાનના મંત્રી અભયકુમાર છે. જેની બુદ્ધિ એટલે બુદ્ધિ. દેવકના ઈન્દ્ર પણ અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કરે છે.
પ્રસંગ એમ બને છે કે રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા, પ્રભુ મહાવીરે તે થોડા દિવસ રહીને વિહાર કર્યો પણ બીજા સંતે ત્યાં બિરાજે છે. અભયકુમારને પ્રભુ મહાવીર ઉપર ખૂબ દઢ શ્રદ્ધા હતી. તે મગધના મહામંત્રી હોવા છતાં પોતાના આત્મ-કલ્યાણને ભૂલતા ન હતા. રાજ્યની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પણ સમય મેળવીને નિવૃત્ત થઈને ધર્મધ્યાન કરતા હતા. તે સાધુને દેખે ત્યાં ગાંડા ઘેલા થઈ જાય. તેમને સાધુ સતે સાથે વાત કરવી બહુ ગમે. રાજા, રાજ્યસમ્રાટે, સેનાધિપતિઓ કે શેઠ સાથે વાત કરવી ન ગમે. તમે ૧૨ વાગે જમવા જાવ ત્યારે સીધા ઘરે જાવ પણ અભયકુમાર તે પહેલા ઉપાશ્રયે જાય. જઈને તેને પૂછે–ગોચરી-પાણી લઈ આવ્યા? સંસારના ત્યાગી અને સુખમાં વિરાગી એવા મુનિ તેને બહુ ગમે. તે ઘણી વાર આખી રાત્રી એ મુનિર્વાદ વચ્ચે રહેતા અને પવિત્ર વાતાવરણને આનંદ અનુભવતા. તેમને મુનિજીવન બહુ ગમતું હતું. એમણે પિતાના જીવનનું ધ્યેય પણ મુનિ જીવન બનાવ્યું હતું.