________________
૪૯૨
શરદા સાગર
વિચાર કરીને હાથમાં ઠંડા પાણીને લોટે લઈને અંજનાની પાસે આવે ને કહ્યું બહેન! આ ઠંડું પાણી લાવ્યો છું. તમે પી લો. ત્યારે અંજના કહે છે વીરા! તારા ઉપર રાજા કોપાયમાન થશે. તું ચાલ્યા જા. બ્રાહ્મણ કહે છે બહેન! મેં તે નિર્ણય કર્યો છે કે રાજાને જે કરવું હોય તે કરે પણ મારાથી તારું દુખ જોયું જતું નથી. તે પાણી વાપરી લો. પછી હું જાઉં. ત્યારે અંજના કહે છે ખરેખર ભાઈ! તું મારે સાચે ભાઈ છું. તું પાણી લઈને આવ્યું છે પણ મારા પિતાજીની આણ વર્તે છે ત્યાં મારા માટે પાણી પીવાની મનાઈ છે. તે હું કેવી રીતે પાણી પી શકું? અહીં ગામમાં તે હું પાણી નહિ પીઉં. ગામ બહાર જઈને વાપરીશ. અંજનાને કયાંય આશ્રય નહિ મળવાથી હવે તે નિરાશ થઈ ગઈ છે. તે નગરને છેડીને કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા વદ એકમ ને શનિવાર
તા. ૨૦--૭૫. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
આપણુ ભગવંતે કેવા હતા? વિષના વારક અને મોહના મારક. જેમણે વિષયના વિષને વમી દીધા છે, કઈ કાળે વિષયે જેમને સ્પર્શી શકે તેમ નથી. અરે! દેવાંગનાઓ આવીને તેમની સામે નાચગાન કરે તે પણ તેમને ચલાવી શકે નહિ એવા ઉત્તમ પુરૂષ વિષના વારક છે. મોહન મારક છે. જેમ પુગામાં હવા અને ગેસ ભર્યો હોય તો તે ઊંચે ઉછળે છે પણ તેમાંથી હવા નીકળી ગઈ એટલે ઉછળી શકે નહિ. તે રીતે જેમની મોહરૂપી હવા અને ગેસ નીકળી ગયા છે, જેને મોહ મરી ગયે છે, મોહના ઝેર ઊતરી ગયા છે અને જેને મેહનીય કર્મ ત્રણ કાળમાં નચાવી શકવાના નથી એવા પ્રભુ વિષયના વારક, મોહના મારક અને બન્યા ગુણના ધારક. તેવા તારક પિતાએ જગતના જીવોના કલ્યાણને માટે સિદ્ધાંતને પ્રકાશ કર્યો. જે સંસારને તર્યા છે તે બીજાને તરવાને માર્ગ બતાવી શકે છે. પણ જે એમાં ખેંચી ગયો છે તે બીજાને શું તારી શકવાને છે? લોકડાની નૈકા પિતે તરે તે બીજાને તારી શકે છે. પણ પથ્થરની નૈકા પિતે ડૂબે છે ને બીજાને ડુબાડે છે. આપણું ભગવાન “તિન્નાણું તારયાણું” છે.
જ્ઞાની કહે છે આત્માને ભવભ્રમણમાં ભટકાવનાર, દુઃખના દેનાર કેઈ હોય તે અજ્ઞાન છે. “ોર્યા બાદ ફિયા ટુઃવવું ” આ લોકમાં સૌથી મોટું દુખ અજ્ઞાનનું છે, પણ આજને માનવી શેને દુખ માને છે? ધન ન હોય, વારસદાર ન હોય, પત્ની અનુકૂળ ન હોય તેને દુઃખ માને છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં આ દુઃખ એ દુખ નથી. ધન, પુત્ર, પત્ની આદિ તે જીવને અનંતીવાર મળ્યા છે ને છોડયા છે. પરંતુ જીવને