________________
શારદા સાગર
> ૪૯૧
ચરિત્ર: અંજના સતીને પિયરમાં કોઈએ પણ ના રાખી ને છેવટે વનની વાટે જશે.”
માત-પિતા તરફથી તિરસ્કાર પામીને અજના પેાતાના ભાઈને ઘેર ગઇ. ભાભીના શબ્દો તીરની જેમ અંજનાની છાતીમાં ભેાંકાઈ ગયા. અને જણા ત્યાંથી ચાલતા થઈ ગયા. આશ મૂકીને ઊભી થઇ, બાંધવ બીજા તણે ઘેર જાયતા, પાછલી રાતે પહેરો જેમ ફરે, એમ ઘેર ઘેર હિૐ છે અજના બાળ તે. બાંધવ કેણે નહિ પૂછ્યું, સજ્જન કાણે નવિ કીધી છે નાર તા. દીઠી રે અજના જીવતી, પુરાહિત પ્રધાને દેખાડયાં છે બાર તા-સતીરે
મેાટાભાઇની આશા છેાડીને ખીજા ભાઈને ઘેર આવ્યા. ત્યાં પણ કોઇએ સામું ન જોયું એટલે ત્રીજા ભાઈને ઘેર ગઇ. એમ કરતાં સેાએ ભાઈને ત્યાં આશામાં ને આશામાં ફરી વળી. પણ કાઇએ એમ ન પૂછ્યું કે મહેન ! તારી આ દ્દશા કેમ થઇ ? તારા શું વાંક છે ? પણ ઉપરથી તિરસ્કાર કર્યાં. એક તે પેટમાં ભૂખ-તરસનું દુઃખ, ખીજું ગર્ભવતી છે, ત્રીજી તરફથી કટુ વચનેાની વૃષ્ટિ થાય છે. એટલે એના માથે તેા દુઃખ પડવામાં ખાકી ન રહ્યું. સેા સે। ભાઇની લાડકવાયી બહેન કે જેને પાણી માગતાં દૂધ મળતાં હતાં, તે આજે પાણી માટે તરફડે છે. પણ કાઇ પાણી આપતુ નથી. તેના ભાઈઓએ તેા પાણી ન આપ્યું, પણ ગામમાં ઢંઢેરા પીટાવી દીધા કે કેાઇએ અજનાને પાણી પાવુ નહિ. જે પીવડાવશે તે રાજાના ગુનેગાર ઠરશે. આ તરફ્ અંજના ભાઈઓના મહેલ છોડીને ખીજા ઘરામાં પાણી માંગવા લાગી. ખીજા લેાકાને અજનાની ખૂબ દયા આવી પણુ રાજાના કાયઢાના ભગ કરીને આપે તે રાજા પડી જાય ને શિક્ષા કરે. મેડીએ ચઢી ચઢીને લેાકા અંજનાની કરુણુ દશા જુએ છે. તેની આ સ્થિતિ જોઈને નગરજનાની આંખમાં આંસુ આવી ગયા. અહા ! એક વખતની રાજકુમારીને કાઇ પાણી પાતું નથી. કર્મની કેવી અલિહારી છે! લેાકા કકળાટ કરે છે.-પણ શું થાય? અજના કહે છે પ્રભુ! દુનિયા ભલે મારા ઉપર રૂઠે પશુ તું મારા ઉપર ના રૂઠીશ. મારે તારા સિવાય કોઇના આધાર નથી. દુનિયા રૂઠે તા ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે....દર્શન દેજો પ્રભુ.... અધા રૂઢશે તેા ચાલશે પણ પ્રભુ જો તુ રૂચા તા મારું' કાઈ નથી. આ રીતે પ્રાર્થના કરે છે. હવે પાણી વિના કંઠે સૂકાય છે. આંખે અંધારા આવે છે, પગ ઉપડતા નથી. કેવી રીતે જાવું? નિશશ થવા છતાં પણ જવાના પ્રયત્ન કરે છે. પ્રજાજના અજનાની દશા જોઈને રડે છે. પણ તેની પાસે જવાની કોઈ હિંમત કરતું નથી. ત્યારે એક બ્રાહ્મણને તેની દયા આવી. ને નિર્ણય કર્યો કે રાજાને જે શિક્ષા કરવી હેાય તે કરે પણ હું અંજનાને પાણી પાવા જાઉં. રાજા બહુ કરશે તેા મને મારી નાંખશે. એક સતીને પાણીનું દાન કરવા જતાં દ્દાચ મરી જઈશ તે પણુ મારું જીવન સાર્થક થશે. એમ