________________
શારદા સાગર
૪૭૯ એમ્બેસડરમાં રેડ પર દેડે છે. આવું કર્મનું ચક્કર ફરી રહ્યું છે.
હજુ તે ઈતિહાસને પાને જેના પગલા પડયા નથી એ રાજસ્થાનનો એક યુવક આશાના એક ધકકે મુંબઈ નગરીમાં આવ્યું. આંખમાં આશા હતી ને પગમાં પગભર થવાનું જોમ હતું. હાથમાં નોકરી કરીને કમાવાનું તેનામાં કૌવત હતું. પણ મુંબઈ જેવા શહેરમાં ઓળખાણ વિના તેને કેણું રાખે? દુકાને દુકાને ફરે છે પણ કયાંય નોકરીને પ લાગતું નથી. આજે દુનિયામાં ડીગ્રી મળી જાય, કેઈની દીકરી પણ મળી જાય પણ નોકરી મળતી નથી. એવા આજના જમાનામાં જન્મેલે આ યુવાન હતે. ખૂબ ભયે પણ કરી ન મળી. એટલે જે આંખમાં આશા હતી તે આંખમાં હવે નિરાશા છવાઈ ગઈ, જે વદન ઉપર આનંદ હતું તે વદન પર વેદના અને વિષાદની વાદળીઓ દેડતી આવી રહી હતી. ભૂખ્યા-તરસ્યા ત્રણ ત્રણ દિવસો એણે ફૂટપાથ પર સૂઈને પસાર કર્યા. એથે દિવસે એ રેડ પરથી ચાલ્યા જતાં એક પરિચિત પુરુષની દષ્ટિ પિલા કંગાલ કિશોર ઉપર પડી. એને. દયા આવી. ને મનમાં થયું કે આ બિચારા ગરીબ છોકરાને પરિચય વિના કેણ નોકરી રાખશે? લાવ, તેને હું ચિઠ્ઠી લખી આપું. એ વ્યક્તિએ પેલા ગરીબ છોકરા પાસે જઈને કહ્યું કે તે આ ચિઠ્ઠી, સાર્વજનિક ધર્મશાળાના ટ્રસ્ટને આપજે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ કંગાલ કિશોરને નેકરીમાં રાખી લેજે, નિરાશામાં આશાના અંકુર ફૂટયા ને કિશોર દેડતી ધર્મશાળાએ પહોંચી ગયે ને ટ્રસ્ટીના હાથમાં ચિઠ્ઠી મૂકી.
યુવાનની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. ધર્મશાળામાં પહેરેગીરની જરૂર હતી એટલે ટ્રસ્ટીએ કહ્યું કે આવતીકાલે પહેલી તારીખ છે માટે તું આવતી કાલથી કરી ઉપર લાગી જજે. ત્યારે કિશોરે ટ્રસ્ટીને ઉપકાર માનતા કહ્યું કે શેઠ સાહેબ ! નેકરી પર કાલથી કામે લાગીશ. પણ આજે કયાં જાઉં? જે આપની રજા હોય તે અહીં સૂઈ જાઉં. ટ્રસ્ટીએ કહ્યું - ભલે, એટલે તે રાત ત્યાં રહી ગયે ને સવાર પડતાં એ કામે લાગી ગયે. સાંજના શેઠ આવ્યા ને પેલા યુવાનને પાસે બેલાવીને કહ્યું કે તારે અહીં શું શું કામ કરવાનું છે તે હું તને સમજાવી દઉં. તું સમજી લે. જે આ ધર્મશાળામાં કોણ આવ્યું ને કોણ ગયું? કોને કેટલા વાસણ આપ્યા તે લખી રાખવાનું અને ધર્મશાળાનું ધ્યાન રાખવાનું. ત્યારે યુવાન કિશેરે કહ્યું - શેઠ સાહેબ ! હું ગરીબ છું ને અભણ છું. મને મારું નામ લખતાં પણ આવડતું નથી. માટે ધર્મશાળાનું ધ્યાન તો હું જાનના જોખમે રાખીશ પણ હું લખી નહિ શકું. ત્યારે શેઠે કહ્યું તે તો હું તને નેકરી પર નહિ રાખી શકું. અમારે તે આ બંને કામ સંભાળી શકે તેવા માણસની જરૂર છે. માટે તને હમણું ને હમણાં છૂટે કરવામાં આવે છે. તે આજે સાંજ સુધી કામ કર્યું છે તેના બદલામાં આઠ આના તને આપું છું. લઈને ચાલતે થઈ જા.