________________
૪૮૮
શારદા સાગર
એક જ ફૂલદાની ફૂટી છે ને? સોયની ચોરી કરનારને મોતની સજા ન હોય. આપની ફૂલદાની તૂટી ગઈ છે તેને હું સાંધી આપું તે પછી આપને કંઈ વાંધે છે?---
વૃદ્ધ બાપાની બુદ્ધિએ આપેલું અભયદાન-બંધુઓ! માણસને શેખ શું કરે છે? એને મને કિંમતી જીવ કરતાં પણ કાચની ફૂલદાનીની કિંમત કેટલી બધી છે? મિકાઓએ હર્ષમાં આવીને પેલા વૃદ્ધને કહ્યું કે શું તમે તૂટી ગયેલી ફૂલદાની સાંધી આપશે? વૃધે કહ્યું. હા. મહારાજા હું ફૂલદાનીઓ સાંધવામાં કુશળ છું. હું એવી કારીગરીથી ફૂલદાનીઓ સાંધુ છું કે કોઈને ખબર પડે નહિ કે આ ફૂલદાનીમાં સાંધે કરેલે છે. ઠીક, ત્યારે તે અત્યારે સંગ્રહસ્થાનમાં ચાલે. એમ કહીને મિકોડે તરત સિંહાસનેથી ઉભો થઈ ગયે ને વૃદ્ધને હાથ પકડીને સંગ્રહસ્થાનમાં લઈ ગયે. અને તેણે તૂટેલી ફૂલદાની હાથમાં લઈને વૃદ્ધને આપી. વૃધે હાથમાં લઈને તરત મેજ ઉપર મૂકી અને બીજી ફૂલદાનીઓ જોવામાં મશગુલ બની ગયે.
મિકેડેએ કહ્યું. જુઓ આ ફૂલદાની ભારતની છે. આ ચીનની છે. આ જાપાનની છે, આ જર્મનની છે. આ આફ્રિકાની ને આ અમેરિકાની છે. મિકેડે આ બધું સમજાવતે જાય છે ને પેલો વૃદ્ધ બધું સાંભળતું જાય છે. જ્યારે મિકેડે પિતાની ફૂલદાનીઓની પ્રશંસા કરી રહ્યો હતો ત્યારે વૃધે કહ્યું કે આપે ફૂલદાનીઓને સંગ્રહ કરવાની પાછળ ઘણે શ્રમ કર્યો છે ને ખર્ચ પણ ઘણો કર્યો લાગે છે. મિકેડેએ કહ્યું હા. પછી ભૈરવથી પૂછયું. તમે આવી ફૂલદાનીઓ બીજે કયાંય જોઈ છે ખરી? વૃધે કાંઈ જવાબ ન આપે અને કે જાણે તે વૃદ્ધને શું સૂઝયું કે હાથમાં રહેલી લાકડી ફૂલદાનીઓ પર ધડાધડ મારવા માંડી ને બે ત્રણ ધડાકામાં બધી ફૂલદાનીઓ તેડી નાંખી. ફુલદાનીઓના ટુકડા લાદી ઉપર વેરવિખેર થઈને પડયા. આ જોઈને મિકેને ચહેરે કેધથી તપાવેલા ત્રાંબા જે લાલઘૂમ થઈ ગયે. અને જોરથી બે . હે દુષ્ટ! તેં આ શું કર્યું? તને કંઈ ખબર પડે છે કે નહિ? મારી વર્ષોની મહેનત આજે પાણીમાં ગઈ. આ સાંભળી વૃધ્ધ માણસ હસવા લાગ્યો અને હસતે ચહેરે જવાબ આપે. સાહેબ! ફૂલદાનીઓ કેડી નાંખી તે હવે ફરીથી મળશે નહિ? મિકેડે કહે- તમે ફેડવા આવ્યા હતા કે સાંધવા? - વૃધે કહ્યું- મહારાજા! મારે આમ તે એક જ ફૂલદાની સાંધવાની હતી પણ તેને બદલે બધી એક સામટી સાંધી નાંખીશ. મિકેડે કેધથી કહે છે હે બુદ્દા ! તું વિચાર કર. કોની સામે બેસી રહ્યો છે? ફૂલદાની ફેડનારને કેવી સજા થાય છે તે તું જાણે છે ને? વૃધે શાંતિપૂર્વક જવાબ આપે કે હું ખૂબ સારી રીતે જાણું છું. ફૂલદાનીન ફેડનારને મોતની સજા થાય છે. તેનાથી હું પૂરેપૂરી માહિતગાર છું. તે પછી આમ કરવાનું કારણ શું? વૃધે નીડરતાપૂર્વક જવાબ આપે કે એક જિંદગીના ભેગે વીસ જિંદગી બચાવવાનું મેં ધર્મકાર્ય કર્યું છે. હે રાજન ! જરા વિચાર