________________
૪૮૬
શારદા સાગર
દયા-સરળતા અને સહનશીલતાના શસ્ત્રો લઈ યુદ્ધ કરે તે જરૂર વિજય થશે.
રામસીંગ પરાકમથી જેલમાંથી ભાગી છૂટ’? રામસીંગ જેલમાંથી નાસી છૂટયો. સવાર પડતાં રાજાને આ વાતની ખબર પડી. રાજાને કે આસમાને ચઢ. મહામુશીબતે પકડાયેલે સિંહ ભાગી છૂટ. રાજાએ ચેકીદારને કહ્યું કે તમે કેવી ચેકી કરો ? રાત્રે ઊંઘી ગયા લાગે છે? ચોકીદારે કહે છે ના, સાહેબ. અમે તે ખડે પગે ને ભરી બંદૂક ચેકી કરતા હતા. તે કેવી રીતે ભાગે તે ખબર નથી. પણ રાજા એમ સમજી જાય તેવા ન હતા. વધુ ગુસ્સે થઈને બોલ્યા. આમાં તમારી બેદરકારી કારણ છે. તમે બરાબર ચેકી કરી હોય તે જાય જ કેવી રીતે? આ તમારે મોટે ગુને છે. માટે તમને બધાને ફાંસીએ ચઢાવવામાં આવશે. રાજાને આ હુકમ થઈ ગયે. આખા ગામમાં આ વાત પ્રસરી ગઈ.
“સત્યવાદી રામસીંગ પ્રાણુનું બલિદાન દેવા તૈયાર થયા” રામસીંગ પણ આ સમાચાર સાંભળ્યા. ને તેનું કાળજું કંપી ઉઠયું. તેનું હૈયું હચમચી ગયું. ચર તે હું છું. ગુનો મેં કર્યો છે. એ બિચારીઓને છેતરીને હું છટકી ગયો છું. અને મારા ખાતર એ બિચારા નિર્દોષ ચેકીદારેની હત્યા થઈ જશે! આ મને શોભતું નથી. તે તરત દે . રાજસભામાં હાજર થયે ને કહ્યું હે રાજન ! હું ગુનેગાર છું. મારા ખાતર આટલા બધા નિર્દોષ જીવોની જીવન લીલા સમાપ્ત થઈ જાય તે મને શોભતું નથી. મને જીવવાની આશા જરૂર છે. પણ મારા નિમિત્તે આટલા બધા નિર્દોષ માણસો મરતા હોય તે મારું જીવતર લાજે ને મારી જનેતા પણ લાજે. આ બધા નિર્દોષ ચાકીદારોને છોડી દે. મને એકને ફાંસીએ ચઢાવી દે. ઘણાને મારીને જીવવું તેના કરતાં ઘણુને જીવાડીને મરવું ઉત્તમ છે. આ પ્રમાણે રામસીંગે રાજાને વિનંતી કરી. રાજા રામસીંગના વચનો સાંભળીને સ્તબ્ધ બની ગયા. અહા ! આ તે ડાકુ છે કે દયાળુ ? આ મહાન બહારવટીયે છે છતાં તેનામાં કેવી પવિત્રતા છે ! તેના શબ્દો સાંભળીને રાજાનું હૃદય પીગળી ગયું. ને રોકીદારને નિર્દોષ છોડી મૂક્યા. અને રામસીંગની નિર્ભયતા, દયાળુતા આદિ ગુણ જોઈને રાજાએ તેને પોતાના રાજ્યમાં સારા હોદ્દા પર કાયમને માટે નિયુકત કર્યો ને રામસીંગ પણ વફાદારી પૂર્વક પવિત્ર જીવન જીવીને સુખી બની ગયે.
દેવાનુપ્રિયે ! આ શેને પ્રભાવ ! રામસીગે બધા ચોકીદારને તે છેડાવ્યાને પિતે પણ ફાંસીએ ચઢવાને બદલે સારા હોદ્દા પર ચઢી ગયે. આ પ્રભાવ હોય તો તેના જીવનમાં રહેલા ગુણોને ને આત્માની પવિત્રતાને છે. ઘણી વખત માણસે ગુનો કર્યો હેય પણ નમ્રતાપૂર્વક પિતાની ભૂલની ક્ષમા માંગી લે છે તે તેના વડીલેનું હદય અને રાજાનું હદય પણ પલટાઈ જાય છે. ને તેને શિક્ષા કરવાને બદલે તે સત્કાર કરે છે ને ગુન્હો માફ કરે છે. અને તેના જીવનમાંથી બીજા પણ કંઈક પામી જાય છે. આ બીજે