________________
શારદા સાગર
૪૮૫ કરીને અનેક લોકોને રંજાડતા હતા. બહારવટું ખેલવામાં તે એ હોંશિયાર હતો કે ભલભલા પિોલિસને થાપ ખવડાવી ચોરી કરી આવતું. તેના કારણે લોકોમાં ત્રાસ ત્રાસ થઈ ગયા. તેણે એ દેકારે લાગે કે રાત્રે કોઈ સુખે ઉંધી શકતું નહિ ને ધેળા દિવસે પણ ગામમાં ફેરવું સલામતીભર્યું ન હતું. કારણ કે એ રામસીંગ એ તે ચાલાક હતું કે વહેપારીની સાથે વહેપારી બનીને ચાલાકીથી આંખમાં ધૂળ નાંખીને લોકોને છેતરી જતે. ક્ષત્રિય સાથે ક્ષત્રિય બનીને પોતાનું કામ સાધી જતું. આ રીતે વેશ પરિવર્તનની કળામાં પણ એ પ્રવીણ હતું કે ભલભલાને તે ભાન ભૂલાવી દેતે.
દિવસે દિવસે રામસીંગની રંજાડ વધવા લાગી. લોકોના જીવ પણ ચપટીમાં આવી ગયા. પ્રજા રાજાને પોકાર કરવા લાગી કે અમારું રક્ષણ કરે. પ્રજાને ત્રાસ જોઈને રામપુરના દરબારે જાહેરાત કરી કે જે કોઈ વ્યકિત સામસીંગ બહારવટીયાને જીવતે યા મરેલો મારી સમક્ષ હાજર કરશે તેને રાજ્ય તરફથી સારામાં સારું ઈનામ આપવામાં આવશે. રાજ્ય તરફથી આવી જાહેરાત થતાં પોલીસે–અમલદારે વિગેરે રામસીંગને પકડવા માટે ખૂબ બારીકાઈથી છૂપી તપાસ કરવા લાગ્યા. ને એક દિવસ એવો ઉગ્યું કે રામસીંગ પકડાઈ ગયો. તેને રાજા પાસે હાજર કર્યો એટલે પકડનારને ઈનામ મળ્યું ને રામસીંગને જેલમાં પૂરી દીધું. તેની આસપાસ સખત ચેકી પહેરો ગોઠવી દીધું કે તે છટકી શકે નહિ. પણ રામસીંગ બહાદુર બહારવટીયે હતો. પકડાઈ ગયે પણ જેમ વનરાજ કેસરીને પાંજરામાં પૂરાવું ગમે? જો તમે સમજે તે આપણે આત્મા પણ વનરાજ કેશરી છે. પણ કમને વશ થઈને સંસારમાં શરીર રૂપી સેનેરી પિંજરમાં સપડાઈ ગયો છે.
અનંત શકિતને અધિપતિ એ ચેતનરાજા પિતાની શક્તિનું ભાન ભૂલીને કર્મરાજાની કેદમાં પૂરાય છે. પણ તેમાંથી છૂટવાનું મન થાય છે? જુઓ, આ રામસીંગને જેલમાં રહેવું ગમતું નથી. થેડા દિવસમાં તે જેલમાં તે કંટાળી ગયે. મારી સ્વેચ્છાએ ફરવાવાળે હું ક્યાં સુધી કેદમાં પડી રહીશ? બંધન મારે ન જોઈએ. પિતાની શકિત એકઠી કરી ખૂબ હિંમત કરીને પોલીસને ભૂલાવામાં નાંખી છેડા દિવસોમાં રામસીંગ નાસી છૂટયે. જેલનું બંધન તેડી નાંખ્યું. મારા બંધુઓ ! રામસીંગ; તે બહારવટીયે હતે. ને થોડા દિવસો જેલમાં રહો તો પણ કંટાળી ગયો. એને કંટાળો આવ્યું તે જેલમાંથી છલાંગ મારીને રોકીદારને થાપ ખવડાવી ભાગી છૂટે. તેમ આપણે આત્મા ધારે તો આ અનંતકાળની જેલમાંથી કર્મરાજાને થાપ ખવડાવીને બંધન માંથી મુક્ત બની શકે. પણ તે માટે જમ્બર પુરૂષાર્થ જોઈએ. કર્મની સામે સામને કરવા માટે હિંમત જોઈએ. માયકાંગલાવેડા ચાલે નહિ. તમને તે ક” ઉદયમાં આવે એટલે નબળા બની જાય છે. નબળાઈને દૂર કરી હિંમત કરી કર્મશજાની સામે ક્ષમા