________________
શારદા સાગર
૪૮૩
અશુચિમાં તેણે સોનાની વીંટી જોઈ, તે વખતે ત્યાં કેઈ નથી તે બેલે, તે એ વિષ્ટામાંથી વીંટી ઉપાડી લેશે કે જતી કરશે? (હસાહસ). તમને સેનું ખૂબ પ્રિય છે. હસીને વાત ઉડાડી ન મૂકે. પણ સાચું બોલે. જ્યાં પીળું દેખાય છે ત્યાં મન શીળુ બની જાય છે. તે સમયે વિષ્ટાની સૂગ પણ નથી આવતી. દુર્ગધ પણ નથી આવતીને એમાંથી વિટી લઈ લે છે. તમને સોનાની કિંમત સમજાઈ છે તેમ ગુણવાન જીવોને ગુણની કિંમત સમજાઈ છે. તે જ્યાં મળે ત્યાંથી વિવેકપૂર્વક ગુણેને ગ્રહણ કરે છે. જેનામાં ગુણ ભરેલા છે તેવા ગુણવાન આત્માઓ મૌન બેઠા હોય તે પણ તેની સામી વ્યક્તિ ઉપર છાપ પડે છે ને વગર ઉપદેશે પણ બીજા ને તારે છે. માત્ર વાણીને વૈભવ હોય પણ ગુણને વૈભવ ન હોય તે તે વાણી માત્ર જનમન રંજન માટે થાય છે.
ભગવંત કહે છે કે પરમો ઘ આચાર એ પરમ ધર્મ છે. આચાર શુદ્ધિ માટે વિચાર શુદ્ધિની જરૂર છે. અને વિચાર શુદ્ધિ માટે ગુણવાન આત્માઓના સંપર્કની જરૂર છે. આપણે ઔદાર્યના ગુણની વાત ચાલતી હતી કે પહેલા ગુણસ્થાને પણ ઔદાર્ય જેવો ગુણ હોય છે ને બીજાનું દુઃખ જોઈને હદય પીગળી જાય છે. '
એક છોકરો ખૂબ ગરીબ હતે. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતો. પણ કર્મના ઉદયથી તે ખૂબ ગરીબ હતા. એટલે ફી ભરવા માટે પૈસાના ફાંફા હતા. રાત દિવસ ખૂબ ચિંતા કરતે હતે. ઘણાં લાંબા વિચારને અંતે તેણે નક્કી કર્યું કે હવે આગળ ભણવું નથી. બીજે દિવસે સ્કૂલમાં ગયે પણ મુખ ઉપર ખૂબ ઉદાસીનતા છવાયેલી હતી. ને આંખમાં આંસુ હતા. પ્રોફેસરની દૃષ્ટિ આ હોંશિયાર વિદ્યાથી ઉપર પડી ને પૂછયું કે તું કેમ રડે છે? ત્યારે વિદ્યાથીએ પિતાના નિર્ણયની જાણ કરી. બીજે દિવસે કવરમાં પચાસ પાઉન્ડને એક ચેક બીડીને આપી દીધું. ને અંદર ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માત્ર પૈસાના અભાવે તમે પ્રગતિને અટકાવશે નહિ. કમાવ તે પાછા આપજે.
બંધુએ ! આ એક પ્રોફેસરને ગુણ પણ જે તમારા શ્રાવકેમાં આવે તે જૈન શાસનની આ દશા ન રહે. જો તમારે જૈન શાસનને ઝળહળતું બનાવવું હોય તે જીવનમાં ગુણેને સંગ્રહ કરે. દુનિયામાં ગુણવાન સર્વત્ર પૂજાય છે ને ગુણનું આકર્ષણ થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં જે શ્રેણીક રાજાને મુનિને જોતાં આકર્ષણ થયું હોય તે તેમના ગુણોનું આકર્ષણ હતું. મુનિનું આકર્ષણ થતાં રાજા કેટલા નજીક આવી ગયા ને મુનિ પાસે સનાથ-અનાથને ભેદ સમજવા માટે શાંતિપૂર્વક બેઠા છે. મુનિને જોઈને રાજા શ્રેણક પોતાનું રાજ્ય-રાણીઓ બધું ભૂલી ગયા. મુનિ કેવી રીતે અનાથ હતા તે જાણવામાં તેમનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. અનાથી નિગ્રંથ રાજા પાસે પિતે કેવી રીતે અનાથ હતા તેનું વર્ણન કરે છે.