________________
શારદા સાગર
૪૪૧
લાખ રૂપિયાની સખાવતની વાત કરી. પિતાની સંસ્થાને આ મળેલી રકમની વાત સાંભળી તેના પિતાની આંખમાં આંસુ આવી ગયા. પિતાએ પિતાના પુત્રને કહ્યું કે હે બેટા! આવા દાનવીરનું તે આપણે સંસ્થા તરફથી બહુમાન કરવું જોઈએ. ને માનપત્ર આપવું જોઈએ. મને આવતી કાલે એમને ત્યાં સાથે લઈ જજે. હું તેમને સમજાવીશ. મેં મારા જીવનમાં આ યુવાન દાનવીર કે જે નથી.
બીજે દિવસે વૃદ્ધ પિતા અને પુત્ર અને શેઠને ત્યાં ગયા. વૃદ્ધ શેઠને જોતાં યુવાન ઓળખી ગયે. વૃદ્ધ શેઠને કહ્યું કે હું હવે વૃદ્ધ થયો છું એટલે મેં સંસ્થાનું કાર્ય મારા પુત્રને સોંપી દીધું છે. આપે સંસ્થાને લાખ રૂપિયાનું દાન કર્યું છે તે જાણુ હું ખૂબ ખુશ થયો છું ને આપના દર્શન માટે આવ્યો છું. આપને માનપત્ર આપવાનું અમારી સંસ્થાએ નકકી કર્યું છે. ત્યાં યુવાન શેઠે પિતાની વિચાર શ્રેણી રજૂ કરતાં કહ્યું. ભાઈ ! આટલી નાની રકમમાં વળી માનપત્ર શું? મેં તો કંઈ આપ્યું નથી. તમે અહીં સ્વયં આવ્યા છે તે આ બીજા લાખ રૂપિયા લઈ લે. હું તમને આપું છું. તે તમને જ્યાં ઠીક લાગે ત્યાં વાપરજે. તરત તિજોરીમાંથી લાખ રૂપિયા કાઢયા. વૃદ્ધ શેઠ તે આ જોઈ રહ્યા કે આ શું સત્ય કે વM? લાખ રૂપિયા વૃદ્ધના હાથમાં આપતા કહ્યું કે આ તે હું દાન નથી કરતો પણ દેવું ચૂકવી રહ્યો છું. વૃધે કહ્યું. એટલે આપ શું કહેવા માંગે છે? ત્યારે યુવાન શેઠે કહ્યું કે હું આ હિસાબ ચૂકવી રહયે છું.
તમને યાદ નહિ હોય પણ મને તો બરાબર યાદ છે કે મેં આ મુંબઈ નગરીમાં પગ મૂકે ત્યારે મને કોઈ નોકરી રાખનાર ન હતું તે વખતે મેં તમારી સંસ્થામાં એક દિવસ નેકરી કરી હતી. પણ હું અભણ હોવાથી તમે મને છૂટે કર્યો હતો ને આઠ આના મને સંસ્થાના આપ્યા હતા. હું જતું હતું ત્યાં ફરી મારી તમને દયા આવી ને તમે મને બેલાવીને ફરીને તમારી પાસેથી આઠ આના આપ્યા હતા. એના બદલામાં હું તમને લાખ રૂપિયા આપું છું. સંસ્થાના સંસ્થાને આપ્યા અને આપના આપને આપું છું. આ સાંભળી વૃદ્ધ શેઠની આંખે આંસુથી છલકાઈ ગઈ. ને મુખમાંથી શબ્દો સરી પડયા કે આટલે મેટે બદલે ! શેઠે કહ્યું કે અહીં આપની ભૂલ થાય છે. પૈસાની કિંમત નથી. એક કંગાલને આઠ આના મળે એટલે એને મન તે આઠ આના નહિ પણ આઠ આના જીવન બની જાય છે. અને એક કરોડપતિને મન લાખ રૂપિયા પણ પાનની પીચકારી હોય છે. આઠ આનાથી એ લાખ રૂપિયાની કિંમત હોતી નથી. માટે મેં કહ્યું કે મેં માત્ર હિસાબ ચૂકવ્યા છે. તેમાં વળી માનપત્ર શેના? ત્યારે વૃધે કહ્યું કે માનપત્ર નહિ પણ તમારા નામની તખ્તી તે ધર્મશાળામાં લગાવી શકું ને?
યુવાન શેઠે કહ્યું-ના. તખ્તી પણ મૂકવી નથી. જો તમે એ તખ્તી મૂકશે તે હું ગુનેગાર ઠરીશ. કારણ કે દાન કરવું તે પરભવનું ભાતું છે. તેમાં જાહેરાતના ભૂત શા