________________
૨
૪૮૦
શારદા સાગર યુવાનની આશા ઉપર નિરાશાની નિશા છવાઈ ગઈ. તેનું થનગનતું લેહી ઠંડુ પડી ગયું. ને આઠ આના ખિસ્સામાં મૂકીને ચાલતે થઈ ગયે-ત્યાં તરત શેઠે એને ફરી બોલા. ત્યારે તેના મનમાં આશાની ઉમિ ઉછબી કે શેઠ મને નોકરી રાખવા બોલાવતા હશે. એટલે એ તે શેઠને આભાર માનવા માટે બોલવા જાય છે. ત્યાં શેઠે કહ્યું કે લે આ આઠ આના મારા તરફથી તને બીજા આપું છું. રૂપિયા લઈને એ તે રસ્તે પડી ગયે. ફરીને ભાગ્ય અજમાવવા નેકરીની શોધ કરતે ફરવા લાગે. ઘણા દિવસ રખડ પણ નેકરી મળી નહિ એટલે એક દિવસ ખૂબ મૂંઝાઈ ગયે. કે આ મુંબઈ તે ભણેલા ગણેલાં અને મોજીલાની નગરી છે ને હું તે તદન અભણ છું. આ વિચારે પોતાને મુંબઈમાં નેકરી મળશે કે નહિ તે તેના માટે એક સમસ્યા થઈ પડી. છતાં આશા એને મુંબઈના બજારમાં જવા પ્રેરતી હતી. ઘણાં બજારમાં ફર્યો પણ કયાંય સ્થાન મળતું નથી. છેવટે એક દિવસ એ ઉગે કે સટ્ટા બજારમાં એને ચાન્સ લાગી ગયે.
પિલા શેઠના એક રૂપિયા ઉપર તેણે દશ દિવસ કાઢ્યા. ત્યારે અગિયારમા દિવસે એને સટ્ટા બજારમાં એક શેઠને ત્યાં ટપાલ તથા ચિઠ્ઠી પહોંચાડવાનું કામ મળ્યું. અભણ માણસ કરી શકે તેવું એ કામ હતું. પણ કિસ્મતના ખેલાડીએ એ કામમાં બરાબર ચાંચ પરોવી. થોડા દિવસમાં તે કિસ્મતને ખેલાડી એ સટ્ટાનો ખેલાડી બની ગયા. સટ્ટા બજારમાં એનું નામ બેલાવા માંડયું. સટ્ટા બજારને એ રાજા બની ગયો. આખા બજારની એ આંખ બની ગયે. આખા મુંબઈને એ નામાંકિત વહેપારી બની ગયે.
કાલને ગરીબ આજને દાનવીર બની ગયે બંધુઓ ! જૂઓ, કિસ્મત કેવું કામ કરે છે! તમે માને છે કે અત્યારે . ભણતર હોય તે કમાઈ શકાય. પણ આ યુવાન શું ભર્યું હતું? અભણ હોવા છતાં મેટે શ્રીમંત બની ગયે. આવા શ્રીમતે ઉપર નાની મોટી સંસ્થાઓ ચલાવનારની દૃષ્ટિ પડે છે. શહેરમાં કોણ ધનવાન છે ને કોણ દાનવીર છે તેનું સંસ્થા ચલાવનારા ધ્યાન રાખે છે. કારણ કે શ્રીમતિ ઉપર સંસ્થાઓ નભતી હોય છે ને તેથી શ્રીમંતેની આંખ શ્રીમત ઉપર હોય છે. એક સાર્વજનિક સંસ્થાની દષ્ટિ આ નવા યુવાન વહેપારી ઉપર પડી. સંસ્થાના એક યુવાન કાર્યકરે આવીને સંસ્થાનું નામ બતાવીને એમાં કંઈક ફાળો આપવા વિનંતી કરી.
સંસ્થાનું નામ લેતાં યુવાન શેઠની આંખો સામે વર્ષો પહેલાંની સ્મૃતિ આવીને ખડી થઈ ગઈ. તરત એક લાખ રૂપિયા ગરીબમાંથી શ્રીમંત બનેલા શેઠે આવેલા યુવાનને આપી દીધા. સંસ્થાને કાર્યકર તે આ જોઈ રહયે. કારણ કે આ અનુભવ તેના માટે પહેલવહેલો હતો. લાખ રૂપિયા લઈને શેઠને આભાર માનતે સંસ્થાના સ્થાપક પિતાના વૃદ્ધ પિતાજી પાસે આવ્યા. ને સંસ્થાને એક સામટી એક વ્યકિત પાસેથી મળેલી રોકડા