________________
૪૭૮
શારદા સાગર પિતાના સ્વરૂપનું ભાન થશે. કાન દ્વારા કેઈની નિંદા કુથલી સાંભળશે નહિ. કોઈના અવર્ણવાદ સાંભળશે નહિ પણ વીતરાગ વાણી સાંભળીને તેનું આચરણ કરજે. આખા એ દૂરબીન છે. તેના દ્વારા દરેક પદાર્થોને જોઈ શકાય છે. પણ જોયા પછી આ સારું છે ને ખોટું છે તેવા રાગ-દ્વેષ કરશે નહિ. આંખે દ્વારા જેની જતના કરજે. સંતના દર્શન કરજે. શાસ્ત્રો અને સારા સાહિત્યનું વાંચન કરજે, પણ કેઈના છિદ્ર જોશે નહિ. પારકાના છિદ્ર ઘણા જોયા. હવે તારા છિદ્રો જે તે તને ભાન થાય કે હું કે છું? કેઈની આંખો ચાલી જાય છે તેને જીવન અળખામણું લાગે છે. કારણ કે પિતે પરાધીન બની જાય છે. માટે આંખની પણ ખૂબ કિંમત છે.
અનાથી નિર્ચ થની આંખમાં ભયંકર વેદના ઉપડી હતી. તેને મટાડવા માટે તે લાખ પ્રયત્ન કર્યા હશે પણ તેમનું દર્દ મટાડવા કેઈ સમર્થ ન બન્યું. - આ શરીર રૂપી બંગલામાં રહેલા મોઢાને તે પકવાન ને મેવા ખાવા ખૂબ ગમે છે પણ મીઠું વચન બોલવું ગમે છે ખરું? શરીરની એકેક ઈન્દ્રિયોને જે તમે સદુપયોગ કરશે તે આ દેહ રૂપી બંગલે મળ્યાની સાર્થકતા છે.
અનાથી નિગ્રંથ રાજા શ્રેણીકને કહે છે કે મારા શરીરમાં ખૂબ બળતરા થવા લાગી. આંબમાં કોઈ સોયે ભેંકે તેવી વેદના થવા લાગી. તે સમયે મોઢામાંથી રાડ નીકળી જતી. આવી ભયંકર વેદના મારા માતા-પિતાથી જોવાતી ન હતી. મારી પીડા જેઈને તેમની આંખમાં આંસુ આવી જતાં. ને મને કહેતા કે બેટા! કઈ બહારને દુશમન તારા શરીર ઉપર ઘા કરતે હોત તો અમે એ ઘા વચમાંથી ઝીલી લેત પણ તારા શરીરે એક પણ ઘા પડવા દેતા નહિ. પણ આ તો છુપા દુશ્મન અંદર રહીને તને પીડા આપે છે. તેને અમે કેવી રીતે પહોંચી શકીએ?
દેવાનુપ્રિયે! કર્મ બાંધતી વખતે જીવને આનંદ આવે છે. પણ જોગવવાના સમયે જીવને દુઃખ થાય છે. અનાથી નિગ્રંથ કહે છે કે મારા પિતા, માતા, પત્ની બધા મારી પાછળ ખૂબ ઝૂરતા હતા પણ એક રાઈ જેટલું પણ દુઃખ લઈ શકયા નહિ. આ બતાવે છે કે કરેલાં કર્મો જીવને પિતાને ભોગવવા પડે છે. માટે બાંધતા પહેલાં ખૂબ વિચાર કરો. કર્મ તે ઘડીકમાં નિરોગીને રોગી બનાવે છે ને રોગીને નિરોગી બનાવે છે. નિર્ધનને ધનવાન અને ધનવાનને નિધન બનાવે છે. આવું કર્મનું ચક્કર છે.
કર્મનું એક ચક્કર ફરે છે ને ગઈ કાલનો શ્રીમંત ચીંથરેહાલ બની જાય છે. કરોડપતિ રોડપતિ બની જાય છે, ને ફૂટપાથ પર હાથ લંબાવીને ભીખ માંગ ઉભે રહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં એક ફાટલું તૂટલું પહેરણ પહેરીને ધ્રૂજતા શરીરે ફૂટપાથ પર સૂવાનો વખત આવે છે. ને શુભ કર્મનું બીજું ચક્કર ફરે છે ત્યારે રસ્તાને ભિખારી અઢળક સંપત્તિને સ્વામી બની જાય છે. એ ફૂટપાથ પર સૂવારે ફીયાટ ને